Gujarati

આ તહેવારો

આ તહેવારોને શું જોઈએ ?
સજવા સજાવવા બહાનું જોઈએ.

અહીતો એક આવે ને એક જાય
આપણે થાય એટલુંજ કરવું જોઈએ.

કોઈના ઘરે જલતા અધધધ દીવડા
કોઈને રોજ ચૂલો સળગવો જોઈએ.

ક્યાંક રંગ રોગાન ને ફરસાણ પુરી
ક્યાંક ગોળ રોટલાની સોડમ જોઈએ.

મોટા ઘરોમાં તહેવારે એકલતાં ઝાઝી
ઝૂંપડીએ સહુ એકમેકને સાથે જોઈએ.

આ તહેવારોમાં આપણે શું જોઈએ?

~ રેખા પટેલ ‘વિનોદિની’

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.