Editor's Desk Gujarati Writers Space

From The Editors Desk : કોરોના કાળમાં આસ્આથાનું શું? આખો દિવસ વળી હાથ કોણ ધોવે?

આ દુનિયા હું પણ મરીશ તને પણ મારીશ જેવી અજડ બુદ્ધિની છે… એમાંય જાણી જોઈને ખાડામાં પડવાની જડ બુદ્ધિ વાળા આપણા ભારતીયો તો ખરા જ… એયની વેય… હમે ક્યાં… બસ ઇસી પર દુનિયા ઓર ખાસ કર અપુન કા મતલબ હમારા દેશ દોડ રહા હે…

આર્ટિકલની શરૂઆત થાય અને તમને દિલના ઊંડાણમાં ધર્મ પ્રેમી તરીકે લાગી આવે એ પહેલાં જ કહી દવ કે, આપણા ધર્મને અનેક રિસર્ચ પ્રમાણે સાયન્ટિફિક માનવામાં આવ્યો છે. દરેક પ્રથાનું એક આગવું મહત્વ હોય છે. પરિણામે એને એટલો જ સાયન્ટિફિક રહેવા દો, એને તમારી મૂર્ખાઈનું માધ્યમ બનાવી અંધશ્રદ્ધા સિદ્ધ કરવા પ્રયાસ ન કરો… ઓર હા, અપુન કો ધર્મ શિખાને કી ચેષ્ટા તો કતઇ મત કિજીયેગા… મહોદય… દેવી શ્રેમતી… શ્રીમતા… અરે આપ જો કોઈ ભી હે… હમ ધર્મ ઓર કર્મ દોનો જાનતે હે…

ચાલો મુદ્દે પે આતે હે…

અસ્થાના પ્રતીક એવો શ્રાવણ મહિનો છે, સરકારે મંદિર બંધ કરાવ્યા છે.. ઇસસે પહેલે હોભળવા અન સમજવા જેવી વાત સે ઇ સે કોરોનો… આ જ્યારથી કોરોનો આયો સે.. ત્યારથી જ તે… હવે પાછા મુદ્દે… મંદિર બંધ કરાયા છે શાળાઓ બંધ છે… બધું જ તમારી આસ્થાને કે શિક્ષણને રોકવા નહિ પણ તમારી સુરક્ષાને સાચવવા… એટલે આ બાબતે હોબાળા હોબાળીયું કે ઉલળીયા જેવું કરીને તમે તમારા ધર્મની કે બુદ્ધિની નનામી જાતે કાઢવાથી જરૂર બચો… આવા અમૂલ્ય અને સાયન્ટિફિક ધર્મને અંધશ્રદ્ધાના નામે વેડફાઈ જવા જરાય ન દો… આપણો ધર્મ ક્યારેય અંધશ્રદ્ધા હતો જ નહીં… એ હંમેશાથી વૈજ્ઞાનિક હતો. જેને અમુક મૂર્ખ લોકોના અજ્ઞાને ઉચ્ચજ્ઞાન ગણવીને એને સતત પાટા પરથી ઉતારતા જવાની કોશીશો સતત કરી છે, અને આજે પણ થઈ રહી છે…

આપણા કોઈ ધર્મમાં ભગવાન મંદિરમાં જ મળી શકે એવું લખ્યું નથી… ત્યાં જવું એ માત્ર પસંદગીનો (આસ્થા અને વિશ્વાસ મૂજબ) વિષય છે. જવું કે ન જવું એના પર પ્રશ્ન ઉઠે એ તો વાત જ અસ્થાને છે, પણ જ્યારે આવી મહામારી હોય ત્યારે એને અવગણવું એ સમજદારી છે. જો કે મંદિર જાવા પાછળ ઘણા કારણો હતા એ સમયમાં… જેમાંથી આજના સમયમાં લગભગ 70% મૂલ્યહીન થઈ ગયા છે. કારણ કે હવે યાત્રા જરાય તપસ્યા જેવી હોતી નથી. એટલે એને પકડીને બેસવાની જરૂર નથી… દા. ત. પેલા આ સફરને યાત્રા કહેવાતી એટલે એનું મહત્વ હતું. યાત્રાનું મહત્વ આજેય છે, પણ પેલા એ યાત્રા હોવી જોઈએ એ જરૂરી છે. આજકાલ તો હવે તમે ગાડીઓને પ્લેનમાં જાવ અને પાછા આવો છે, એને આરામદાયી સફર કેવાય યાત્રા નહીં…😊 અને આમ પણ જે ઈશ્વર કણ કણમાં હોય એ આપણા આ ખાઈ ખાઈને ફુલાવેલા ત્રણ મણના શરીરમાં પણ હોય જ… એટલે અહમ બ્રહ્મષ્મી સમજીને કોરોનો હાલે સે તય લગી ભગવાનને પણ આરામ કરવા દેવો ને તમારે પણ થોડું એમની સહાય વગર જીવતા શીખવું… આખિર કાર સબકા સોચના ભી હમારે યહાં ધર્મકી નિવ માના જતા હે… બહુજન હિતાય…😊

કોરોના કાળમાં એક તરફ સરકાર સોશિયલ ડિસ્ટન બનાવવાનું કહી રહી છે ત્યારે અનેક સોસાયટીઓમાં અને આપણા દેશના અનેક ભાગોમાં બેફામ બુદ્ધિનું પ્રદર્શન થઈ રહ્યું છે… (રાજનૈતિક ને એવી બધી રેલીને જાવા દ્યો, આપણે રાજનૈતિક મુદ્દે બહુ જવું નથી. આપણે સ્વ શિસ્તની વાત કરવી છે.)

હાલમાં અનલોક ચાલે છે. દેશ ખુલ્લો છે પણ એ વચન સાથે કે જરૂર સિવાય બહાર નીકળવાનું ટાળવું… બીડી પીવા જવું છે એ અગત્યનું બહાનું નથી… પોઇન્ટ ટુ બી નોટેડ… ( કરણ કે આ બીડીના જગ્યાએ દરેક નશાનો શબ્દ મૂકીને તમે એને ફરીથીવાંચી શકો છો. નિષ્કર્ષ એક જ છે.) કારણ કે એના વગર જીવનું જોખમ નથી અને હોય તોય એ અગત્યનું બહાનું નથી… પણ કમાવવા અને કામ કરવા જવું પડે… એમાં તમને કોઈ નથી રોકતું… રોકવા પણ ના જોઈએ… કારણ કે જીવવાનું છોડી દેવું એ પણ ખોટું છે… હવે મુદ્દાની વાત કે દરેકના ઘરમાં પુરુષો કમાવવા માટે સેફટી સાથે જઈ રહ્યા છે પણ ઘરે… ઘરે બિન્દાસ બાયું ટોળે વળીને બેસે છે, બાળકો બિન્દાસ એકબીજાના ઘરમાં રમે છે, રોજ વ્રત થાય અને પ્રસાદ વહેંચાય છે, એકબીજાના ઘરનું લોકો ખાઈ રહ્યા છે, એકબીજાના ઘરે જઇ રહ્યા છે. જો ના આવવા કે એવું કહેવામાં આવે તો મોઢા ચડે છે અમે થોડો કોરોના લઈ આવવાના તમારે ઘેર… ( અરે પણ અકલમઠ્ઠા તું ના લઈ આવે અને અમને થઈ જાય તો… તું તારા ઘરમાં તો લોકોને વગર કોરોના છંછેડયે જ મુશ્કેલીમાં નાખી દેને…)

પહેલા પણ કહ્યું કે ઘરના પુરુષો યથાવત બહાર જાય છે. ક્યાં સુરક્ષામાં ચૂક થાય અને ક્યાં કોઈ ઘરનો પુરુષ શિકાર બની જાય… હું આશા રાખું આવું ન થાય પણ થાય, પણ થઈ જાય તો… તો શું… જો ઉપર કહી એ પ્રથાઓ ચાલુ રહે છે, તો એના દ્વારા એવા પુરા ચાન્સ છે કે સોસાયટીમાં એક પણ પોઝીટીવ આવે તો બીજા કે ત્રીજા દિવસે તો 100 ની સોસાયટીમાં 80 પોઝીટીવ આવે આવે ને આવે જ… તો શું આપણે હાલના સમયમાં સોશિયલ ડિસ્ટન્સ ન જાળવી શકીએ…

હું કોઈની આસ્થા, ભક્તિ કે શ્રદ્ધા પર પ્રશ્ન નથી ઉઠાવી રહ્યો… તમારા ઘરમાં તમે પૂજા કરો, કેમ ન કરવી એનો કોઈ ખાસ પ્રશ્ન જ નથી. કરાય જ… પ્રસાદ ભગવાનને ધરાવો વર્તમાન સમયમાં બહાર આપવા નહીં જાઓ તો ચાલશે… મંદિરમાં નહિ જાઓ તો ચાલશે. ભગવાન માણસ નથી કે તમે એક વરસ નહિ જાઓ ને ખોટું લગાડશે, એટલે જ તો એને ભગવાન કહેવાય છે… એકબીજાના ઘરે જવાનું ટાળો, જરૂરી ન હોય… પ્રેમભાવ એક જગ્યાએ છે અને એમના અથવા તમારા જીવ અજાણતા જોખમમાં મુકાઈ શકે એ અલગ વાત છે… કોરોના એ જીવલેણ નથી એવું માની લઈએ.. પણ એ સ્વસ્થ લોકો માટે નથી… જે લોકો ઘરમાં ઘરડા છે, જેમને અન્ય બીમારીઓ છે, નાના બાળકો છે કમસે કમ એમનું તો વિચારો…

રહી વાત શ્રદ્ધા અને ભક્તિની તો એની શરૂઆત તમારા અંદરથી થાય છે. બહાર આપણે આપણી ખુશી માટે વહેંચીએ છીએ… આ વર્ષે એને પ્રસાદ રૂપે વહેંચવાનું ટાળીએ… કારણ કે લોકોના હિત માટે કામ કરવું એ પણ પ્રભુની સેવા કરવા જેવું જ છે..

કોરોના કાળમાં સુરક્ષિત રહો અને સેફ રહો… શ્રાવણ છે… એટલે તમ તમારે મોજ પડે એમ કરો… પણ બીજાના જીવનમાં તમે અજાણતા મુશ્કેલી ન સર્જી બેસો એનું ધ્યાન રાખો…

હાલમાં માસ્કનો પ્રશ્ન ચાલી રહ્યો છે ત્યારે દંડને લઈને એટલું જ કહીશ કે માસ્ક ન પહેરનાર માટે દંડ છે… પહેરેલું જ રાખીને એ સુરક્ષા તમારા માટે જ તો છે… નહીં પેરો તો દંડ પણ ભરવો પડશે એમાં ખોટું પણ શું છે.. અને એમાં વિરોધ પણ શાનો…

કોમન સાંભળમાં મળતા શબ્દો

– અમે ક્યાં કોરોના લઈને આવી જવાના (લઈને ના આવે પણ લઈને જઈ તો શકે ને… તમને શું ખબર સામે વાળું એના અંકુશમાં નથી…)

– આપણે અહીં ક્યાં કોરોના આવ્યો છે (આપણે અહીં એટલે ક્યારે ઘરમાં આવશે ત્યારે જ ખબર પડશે… ઘરના બાઇક બહાર જાય છે, પુરુષ બહાર જાય છે, તમે બહાર જાઓ છો, આસપાસના લોકો બહાર જાય છે, ક્યાં ક્યાં તમે ધ્યાન રાખશો… સાચવશો નહિ તો ક્યાંકને ક્યાંકથી શકયતા છે પ્રવેશ કરી જશે ને…)

– મુઓ થઈ જશે તો (જો મરવાનો આટલો શોખ હોય તો કોરોના પેશન્ટની સેવા કરવા વિયા જાવ. આમ આખા ગામમાં ફરીને જીવતો બૉમ્બ બનવાની શુ જરૂર)

– નસીબમાં હશે તો થઈ જશે. ( આવા લોકોએ ઘરમાં પફ્યુ રહેવું, કમાવા જવાની શુ જરૂર છે. નસીબમાં હશે તો રાંધેલું મોઢામાં પડશે જ…)

– ક્યાં સુધી ઘરમાં બેસવું… ( જ્યાં સુધી તમારી પાસે એનાથી બચાવની બુદ્ધિ અને લોકોને સુરક્ષિત રાખવાની આવડત ન કેળવાય. બહાર એને જવાય જે પોતાને અને અન્યને સાચવી શકે. બળધિયાઓએ તો ખાસ ઘરમાં ગુડાઇ રહેવું.)

– છોકરા નથી માનતા. ( તો શું… હવે તમારી ઈચ્છા છે કે એમને પણ સરકાર મનાવે… નહિ મતલબ ક્યાં ચાહતે હો કી તમારા રાજ્યના CM રોજ આવીને બાળકને ડેરીમિલ્ક આપી આપીને ઘરે બેસાડે કે બેટા બહાર ન જવાય.)

– આખો દિવસ કોણ માસ્ક પેરે અથવા આખો દિવસ કોણ હાથ ધોવે… ( તો તમારે ગાદીને ટાકાવતા શીખવુ જોઈએ. ઘડી ઘડીમાં લોકેશન બદલશો તો એ બધું કરવું પડશે. આ બંને પ્રશ્નોથી છૂટવાનો એક જ માર્ગ છે… ઘરમાં ગુડાઇ રહો.)

~ સુલતાન 

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.