Siddiq-Bharuchi-poetry-gazals-gujarati litrature
Gujarati

દોષ ખુલ્લા થૈ ગયા આચારથી

દોષ ખુલ્લા થૈ ગયા આચારથી,
આ ખબર આવી છે એક દરબારથી.

શે’રની એક ખાસીયત છે ઓ,પવન,
અર્થ સમજાશે તને વિસ્તારથી.

વ્રુક્શ થૈ એ કાલ છાયો આપશે,
બાળને સમજાવો ઘરમાં પ્યારથી.

બાગને જ્યારે સજાવ્યો વ્રુક્શથી,
પંખીઓ, લોકો, પધાર્યા ત્યારથી.

ભાઈચારો, દોસ્તી , ઈન્સાફની**,
રાખુ છું ઈચ્છા દરેક સરકારથી.

વૉટસ્એપ,ટ્વિટર,કે ફેસબુક,વેબ,પર,
હું નજરમાં માં છું,ઘણા અખબારથી.

~ સિદ્દીક ભરૂચી

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.