ડગર ડગર મચાન છે,
શિકાર પણ સભાન છે.
જીવન તો એક સીમ છે,
દરેક જણ કિસાન છે.
સડક સડક ગુનાહ છે,
તમામ બેજુબાન છે.
કુટેવ ઊંચ-નીચ,ને-
મનુષ્ય સૌ સમાન છે.
સંબંધ તોડફોડની,
ગલી ગલી દુકાન છે.
નજર નજર ધનૂષમાં,
જુદા જુદા નિશાન છે.
~ સિદ્દીક ભરૂચી
Reflection Of Creativity
ડગર ડગર મચાન છે,
શિકાર પણ સભાન છે.
જીવન તો એક સીમ છે,
દરેક જણ કિસાન છે.
સડક સડક ગુનાહ છે,
તમામ બેજુબાન છે.
કુટેવ ઊંચ-નીચ,ને-
મનુષ્ય સૌ સમાન છે.
સંબંધ તોડફોડની,
ગલી ગલી દુકાન છે.
નજર નજર ધનૂષમાં,
જુદા જુદા નિશાન છે.
~ સિદ્દીક ભરૂચી