મોબાઈલ, સીસી, ટીવી, નવા આઈના,
હું જ્યાં જ્યાં ગયો, ત્યાં ગયા આઈના.
સુધારે છે ચેહરા જ્યાં ખુદની છબી,
બતાવે છે એને ખતા, આઈના.
ખબર છે કે સંસદ સભામાં જઈ,
મળીને લડે છે બધા આઈના.
નથી જાંણતા તે દુકાને ગયા,
અને લાવ્યા બેવફા આઇના.
બતાવો મને કોઇ જગ્યા તમે,
ન તૂટી ગયા, સત્યના આઇના.
અમે જાતે ‘ સિદ્દીક’ શીખ્યા ગઝલ,
કદી માંગવા ના ગયા આઇના.
~ સિદ્દીક ભરૂચી