Gujarati Writers Space

ચશ્મેબદ્દુર: ‘દમ હૈ બોસ’, ઢીંચ્ક્યાવં ઢુમ ઢુમ ઢુમ…

‘ચશ્મે બદ્દુર’ના સ્ટાર્ટીંગના સિનમાં જ કોલેજના કોઈ કાર્યક્રમના ડાયસ પરથી ઓમીનું પાત્ર ભજવતો દિવ્યેન્દુ શર્મા જરાય શરમાયા વિના હાફ નોનવેજ શાયરીઓ ફટકારતો જોવા મળે છે. તે કહે છે કે-

વાઈફને પુછા હસબંડ સે, સચ કહો કિતનો કે સાથ સોએ હો…
હસબંડને કહા- સોયા તો સિર્ફ તુમ્હારે સાથ, બાકી શિકારો કે સાથ જાગા પૂરી રાત…

કશ્મીર ના કોઈ લે શકતા હૈ ઓર કશ્મીર ના કોઈ દે શકતા હૈ
કશ્મીર મેં બસ તીન દિન ઓર દો રાત કા હનિમૂન પેકેજ હો શકતા હૈ

ફિલ્મના બીજા એક દ્રશ્યમાં ઓમી પોતે સિમા(તાપસી પન્નુ)નાં ઘરે જઈને શું ધાડ મારી આવ્યો છે તેની બડાશ પોતાના બંને દોસ્તો સામે હાંકતા કહે છે કે-

વો મીલી મુજસે હીર કી તરાહ, ટેસ્ટ મેં ભી થી વો ખીર કી તરાહ
ઓર દિલ કે પાર હૂઈ વો તીર કી તરાહ…
ઓમીને અહીંથી જ અટકાવીને અલી ઝફર શાયરી કંઈક આ રીતે પૂરી કરે છે કે-
સચ સચ બતા કહીં તુજે ચિલ્લર દેકર ભગા તો નહીં દીયા ફકીર કી તરાહ…

ફિલ્મના એક દ્રશ્યમાં સિદ્ધાર્થનું પાત્ર ભજવતો અલી ઝફર કહે છે કે-

પ્યાર અગર પેન્ટ હૈ તો દોસ્તી ચડ્ડી હૈ…
પેન્ટ અગર ફટ ભી જાયે તો ચડ્ડી ઈજ્જત બચાતી હૈ..

સિદના ‘લફડા’ બાબતે જાણવા તલપાપડ ઓમી અને જય ઉંઘતા સિદને મોં પર પાણી છાંટીને જગાડે છે ને ઓમી પ્રશ્નાત્મક શાયરી ફટકારે છે કે-

અર્ઝ કિયા હૈ કિ ગલ હે,
લાઈફ મેં કોઈ ગર્લ હે?

કિસની બાબતમાં નવા નિશાળીયા સિદ(અલી ઝફર)ને કિસનો કરીશ્મા સમજાવતા ઓમી(દિવ્યેન્દુ શર્મા) કહે છે કે, ‘યે વો ચુંબકીય પદાર્થ હૈ, જીસકી ચીપચીપાહટ સે બકબક બંદ ઓર દિલ કી ધક ધક તેજ હો જાતી હૈ!’

‘આપ ઉનકી એટેચી બાહર કર રહી હૈ, જીનસે આપ ઈતની ‘એટેચ’ હો ગઈ હૈ.’ ઓમીનો વધુ એક શાબ્દિક શરારત ભર્યો ડાયલોગ.

આર્મી ઓફિસરનો રોલ ભજવતો અનુપમ ખેર એક દ્રશ્યમાં કહે છે કે, ‘આપ 26 જૂલાઈ કો બારાત કી બટાલિયન લેકર હમારે ઘર આયેંગે. ઓવર એન્ડ આઉટ.’

વ્હેન યુ કાન્ટ ચેન્જ ધ ગર્લ… ચેન્જ ધ ગર્લ.

આ ડાયલોગ તો જાણે ફિલ્મની ટેગલાઈન બની ગયો છે.

‘ચશ્મેબદ્દુર’ના ડાયલોગ્સમાં સાજીદ-ફરહાદે કમાલ કરી છે. ડાયલોગ્સ બહુ સરળ છે. સહેલુ લખવું અઘરૂ હોય છે. વિવેચકો આ ડાયલોગ્સને ચીપ ગણાવીને ગમે તેટલા વખોડી નાખે પણ તે યંગસ્ટર્સને ગમવાના જ. યંગીસ્તાન ઉર્દુની તેહઝીબ કે સંસ્કૃતની શાલિનતાભરી નહીં બલ્કે અંગ્રેજીના વઘાર અને હિન્દીનાં ઉભાર મિશ્રીત અનૌપચારીક ભાષા જ બોલે છે. ડેવિડ ધવનની ચશ્મેબદ્દુરના રિવ્યુ ના વાંચવાના હોય. એ ફિલ્મ જોવાની હોય. ફુલ્લી એન્ટરટેઈનર પૈસાવસુલ મુવી.

ફિલ્મનો પ્રોમો જોયો ત્યારથી તેની રિલિઝનો મને બેસબ્રીથી ઈંતજાર હતો. આ ફિલ્મ આવવાની હતી એ પહેલા પહેલા જ મેં એક પોસ્ટ મુકી હતી કે ‘ચશ્મેબદ્દુર’નો ઈંતજાર હોવાના ત્રણ મેઈન રિઝન્શ છે. એક તો ડેવિડ ધવન લાંબા સમય બાદ કોઈ ફિલ્મ લઈને આવી રહ્યા છે. (છેલ્લે તેમણે ‘ડુ નોટ ડિસ્ટર્બ’ નામનો હથોડો ઝીંક્યો હતો. એ ભુલ એમના માટે માફ છે.) બીજુ કારણ એ કે અલી ઝફર અને સિદ્ધાર્થ બંને ટેલેન્ટેડ કલાકારો છે. ત્રીજુ મોસ્ટ એટ્રેક્ટીવ રિઝન ફિલ્મની હિરોઈન તાપસી પન્નુ. વોટ અ બ્યુટી! વોટ અ ક્યુટી! જેનેલિયા ડિસુઝા જેવી સોનેરી સ્માઈલ ધરાવતી આ સાઉથ ઈન્ડિયન કૂડી ખરેખર જોવી ગમે તેવી છે. ગજબની માસુમિયત છે તેના ચહેરા પર. વેલ, તે પોસ્ટમાં ન’તુ લખ્યું પણ પાકિસ્તાની સિંગર-એક્ટર અલી ઝફર તેની પહેલી ફિલ્મ ‘તેરે બિન લાદેન’ના સમયથી પર્સનલ ફેવરિટ રહ્યો છે. તેની બીજી ફિલ્મ ‘મેરે બ્રધર કી દુલ્હન’ પરથી લાગ્યુ કે તેની પહેલી ફિલ્મની સ્ક્રિપ્ટ અને ડાયલોગ સારા હતા, તે માત્ર જોગાનુજોગ જ ન હતો. ભાઈની સ્ક્રિપ્ટસેન્શ પણ સારી લાગે છે. તેના અવાજમાં પણ એક પ્રકારની અનોખી ફ્રેશનેસ છે. યાદ છે ‘મેરે બ્રધર કી દુલ્હન’નું ગીત ‘મધુબાલા’ કે પછી ‘તેરે બિન લાદેનના ‘ઉલ્લુઉ..દા પઠ્ઠા…’ સહિતના કેટલાક ગીતો? ‘ચશ્મેબદ્દુર’ના ‘અર્લી મોર્નિંગ’, ‘ઢીંચ્ક્યાંવ ઢુમ ઢુમ ઢુમ’ અને ‘અંધા ઘોડા રેસ મેં દોડા’ જેવા ગીતોમાં અલી બરાબરનો ખીલ્યો છે. વેલ, આ તમામ ગીતોના શંકર મહાદેવન કે સોનુ નિગમ જેવા સાથી ગાયકોને અન્ડરએસ્ટિમેટ કરવાનો જરાય ઈરાદો નથી. આ ગીતો કોઈ મહાન ગીતો નથી. અને અલીના અવાજને પણ હું કંઈ મહાન ગણાવતો નથી. માત્ર તેના અવાજમાં એક અનોખી ફ્રેશનેસ છે તેમ જ કહું છું.

~ તુષાર દવે

( આર્ટીકલ લખાયા તારીખ ૦૯-૦૭-૨૦૧૬ )
વેબસાઈટ (davetushar.com)

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.