સ્પેક્ટર્નનો ખજાનો – Book Review
આઈ.કે.વીજળીવાળા અને જૂલે વર્નના ચાહકોને આ કૃતિ થનગનાવી મૂકશે. ખુદ મને જો આ કૃતિ લેખકના નામ વગર આપવામાં આવી હોત, તો હું આ બે જ મહાશયોના નામ ઉચ્ચારી શક્યો હોત!
આઈ.કે.વીજળીવાળા અને જૂલે વર્નના ચાહકોને આ કૃતિ થનગનાવી મૂકશે. ખુદ મને જો આ કૃતિ લેખકના નામ વગર આપવામાં આવી હોત, તો હું આ બે જ મહાશયોના નામ ઉચ્ચારી શક્યો હોત!
આ નવલકથા તેમણે સબમરીનની શોધ થઈ એ પહેલાં લખેલી. તાજ્જુબની વાતતો એ છે કે અત્યારે દરિયાની અંદર ચાલતી સબમરીન તેમણે કરેલી કલ્પના અનુસાર, એ જ સિધ્ધાંતો આધારે કામ કરે છે.
હસતા ચહેરાઓ અને મદદ કરવા લંબાયેલા હાથ ઈતિહાસ બની ગયા છે. આવનાર ભવિષ્ય એ પરસ્પર ચિંતા અને આદરના દિવસો છે. આપણે એ હકીકત ન ભૂલવી જોઈએ કે આધુનિક નવલકથાઓમાં દર્શાવેલ જીવન એ ફક્ત લેખકની કલ્પના કે શબ્દો સાથેની રમત માત્ર નથી. પરંતુ તે આપણા જીવનને, મનને, વિચારોને, આપણા સપનાઓને અને આપણી ઝંખનાને પ્રતિબિંબિત કરનાર અરીસો છે.
કથા, બાળપણ અને આધેડ ઉંમરની વચ્ચે હિલોળા ખાતી ખાતી આગળ વધે છે. દરેક નાના નાના રહસ્યો પોતાની પકડ મજબૂત બનાવતા રહે છે. લેખક તમને ક્યારે, ક્યાં સમયગાળામાં દોરી જશે તેનો ખ્યાલ પણ ના રહે અને તમે બસ પ્રવાહ સાથે કોઈ તણખલાની જેમ તણાતા રહો. એ જ વિશેષતા છે ‘ધ્રુવ’ ભટ્ટની!!
જેમ મનની ફળદ્રુપતા માટે વાંચન જરૂરી છે, તેમ જ વિજ્ઞાન અને એડવેન્ચરના ચાહકો માટે જૂલે વર્નનું સાહિત્ય ‘એનર્જી ડ્રિંક’ની ગરજ સારે છે.
દરેક વાર્તા અલગ અલગ વિષય પર લખાયેલી છે. તેત્રીસ માંથી TOP 10 વાર્તાઓ નક્કી કરવી અશક્ય જેવું છે. કેમકે લેખકે કોઇ મહાન મોટીવેશનલ સ્પીચ નથી આપી, પણ જમીન પર રહીને સમાજનું સાચું પ્રતિબિંબ રજુ કર્યું છે. જેમાં તમે અને હું પણ છું.
કોઇપણ જાતના વધારાના વર્ણન વગર લખાયેલી આ સસ્પેન્સ થ્રીલરમાંથી એકપણ પેરેગ્રાફ હટાવી શકાય તેમ નથી. રહસ્ય અને રોમાંચથી ભરપુર આ સફર ખાવાપીવાનું ભાન ન ભૂલાવી શકે તો જ નવાઈ! પુસ્તકનું શીર્ષક સાર્થક.
સ્પેન્સર જોહ્નનસનની આ ખાસિયત છે કે તેઓ અટપટા વિષયને પણ એકદમ સરળ ભાષામાં રજુ કરે છે. આ ઉપરાંત મિ. અલ્કેશ પટેલે પણ ખુબ જ સરસ, સરળ અને સહજ ગુજરાતી અનુવાદ કર્યો છે. એટલે જ આ વાર્તા બાળકોથી લઈને વડીલો સુધીના તમામ ઉંમરના લોકો એક સરખા રસથી માણી શકે છે.
કથામાં આવતા દરેક સ્થળની ટૂંકી પણ સચોટ અને રસપ્રદ માહિતી વાચકને મંત્રમુગ્ધ કરી મૂકે એવી છે. કથાના સૌથી વધું પ્રભાવી પાસાં કુદરતી સૌંદર્યનાં વર્ણનો, પ્રકૃતિના જડ તત્વોમાં કરેલું સજીવારોપણ અને ઇફેક્ટીવ ડાયલોગ છે. તંગ વાતાવરણમાં પણ લેખકે હાસ્યરસ રેલાવ્યો એ કાબિલે-દાદ છે.