Short Novel

એક પ્રેમ આવો પણ ( પ્રકરણ – ૧ )

એણે હજી પણ મોંઢા પર એ કપડું પહેરેલું હતું… એક્ઝેટ બુરખો તો નહોતો, પણ ચહેરો પૂરો ઢાંકી દે તેમ એણે એ કાળું કાપડ બાંધ્યું હતું… અને એની પાછળ છુપાયેલી એની માંજરી આંખો સાથે થતો અર્જુનની આંખનો અકસ્માત અર્જુનના ધબકારા વધારી દેતા હતા.

ક્ષિતિજ – એક મધ્યબિંદુ ( પ્રકરણ – ૭ )

ધરા, આપણા પ્રણય ત્રિકોણમાં કોણ સાચું હતું અને કોણ ખોટું, એ હું નક્કી કરવા અસમર્થ છું…જો હું એમ કરવા જાઉં તો કોઈ એકને અન્યાય કરી બેસું તેમ છું ! પણ હા એટલું જરૂર કહીશ…કે મારે અંબરના જીવનમાં ક્યારેય તારું સ્થાન નહોતું લેવું ! ધરા થઇ શકે તો મને માફ કરજે,

ક્ષિતિજ – એક મધ્યબિંદુ ( પ્રકરણ – ૬ )

‘સમય પહેલા જન્મેલી સ્ત્રી…એ ખરેખર હું નથી કાકા, એ ઈરા પોતે છે…! એક સ્ત્રી તરીકેનું પોતાનું અસ્તિત્વ ભૂલી જઈ એ મારા અંબર સાથે રહી છે…તેમના જીવનના જે સમયે મારે તેમની પડખે ઉભું રેહવું જોઈએ એ સમયે એ અંબર સાથે તેનો પડછાયો બની ઉભી રહી હતી…મારે એ સ્ત્રીને મળવું છે કાકા…!’, ધરા એ માનભેર તેને મળવાની વાત કરી.

ક્ષિતિજ – એક મધ્યબિંદુ ( પ્રકરણ – ૫ )

અંબરે ઈરાને તેના ભૂતકાળ વિષે વાત કરી. ઈરાને તેના માટે સહાનુભુતિ થઇ આવી કે પછી તેની મિત્રતા પાછળ છુપાયેલ પ્રેમની લાગણી નો ઉભરો હશે, જે ઈરા અંબરને ભેટી પડી…અને આ વખતે અંબરે પણ તેને ચુસ્ત રીતે પોતાના બાહુપાશમાં જકડી લીધી. મુંબઈની ફૂલગુલાબી સાંજ, અને લહેરાતો દરિયો અને ક્ષીતીજે આથમતો સૂર્ય, તેમના પ્રથમ ગાઢ આલિંગનના સાક્ષી હતા,

ક્ષિતિજ – એક મધ્યબિંદુ ( પ્રકરણ – ૪ )

‘નાઈસ મીટીંગ યુ…!’, કહી એ ગાયનેક સેક્શનમાં ચાલી ગઈ.
‘કાશ, મુ પણ આવી લાતો નો અનુભવ લઇ હકતી…’, કહી ધરાએ હળવેકથી નિસાસો નાખ્યો.
દુરથી મહેતા કાકા આવતા દેખાતા એ ઉભી થઇ તેમની તરફ ચાલવા લાગી. અને તેમની નજીક પંહોચી તેમના ચરણ સ્પર્શ કર્યા.

ક્ષિતિજ – એક મધ્યબિંદુ ( પ્રકરણ – ૩ )

જેટલું દુઃખ ધરાને હતું એટલું જ અંબરને પણ ! એ ક્યારેય પિતૃત્વ નહી પામી શકે એ વાત એના માટે આઘાતથી ઓછી નહોતી. અને અંબરના મા, તેમની તો છેલ્લી ઈચ્છા જ એ હતી કે તેમના પૌત્રનું મોઢું જોવે ! પણ કદાચ હવે એ શક્ય જ નહોતું. ધરા માટે તો જાણે એની દુનિયા જ ઉજળી ચુકી હતી. પોતાનું અસ્તિત્વ એને વ્યર્થ લાગતું હતું.

ક્ષિતિજ – એક મધ્યબિંદુ ( પ્રકરણ – ૨ )

‘મુ તમાર હારુ ચા-નાસ્તો લી આવુ…’, કહી ધરા નાસ્તાની વ્યવસ્થામાં પડી.
‘ભાભી આ લ્યો, મો મીઠું કરો…અંબર તું પણ લે, અને ધરા દીકરીને પણ આપ…’, સાથે લાવેલ મીઠાઈને ડબ્બો સામે ધરતા તેમણે કહ્યું….