Gujarati

ભીંત ફાડીને, આ શું બહાર

ભીંત ફાડીને, આ શું બહાર નીકળ્યું?
શેરી, ફળિયું, ગામ આખાને અચરજ થયુ.
જેટલા મ્હો એટલી વાતોનું તારણ વધ્યું.
કોઈ ફણગો અંદર પડ્યો હશે,
કોઈએ જઈ તિરાડમાં પૂર્યું હશે.
ના ના! અંદરની હિલચાલ લાગે છે.
એમ કઈ ના ભીંતની છાતી ફાટે.
સળવળતો કોઈ કીડો હશે,
જેણે કોતરી હશે એને વરસોના વરસ.
બાકી આતો ઘરની ભીંત,
ઘર બચાવે, શણગારે,
લગાવી બારણું પુરાય પણ જાતે.
જે ખીલ હથોડા બધુજ સહેતી
ના એમ કઈ ફાટી પડે.
એની હસ્તીના પોલાણો મહી
નક્કી કોઈએ પ્રપંચ ભર્યા..
એમ ના ભીંત ફાટે, ના કઈ ઉગી નીકળે.

~ રેખા પટેલ ‘વિનોદિની’

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.