Education Gujarati Writers Space

ઉત્તમ શિક્ષક અને વિદ્યાર્થીની સજ્જતા

મારાં પિતાજી એક ઉત્તમ, પ્રાધ્યાપક અને પ્રિન્સીપાલ. પણ કદાચ કોઈને એ ખબર નથી કે મારી માતા પણ અમદાવાદમાં ન્યુ એજ્યુકેશન હાઈસ્કુલમાં શિક્ષિકા હતી. અંગ્રેજીમાં તેમના ૧૯૬૨-૬૩ના વિદ્યાર્થીઓ એમને આજે પણ યાદ કરી પોરસાય છે, ગૌરવ લે છે, કે અમે શ્રીમતી સુરંગીબેન અધ્વાર્યુંના વિદ્યાર્થી હતાં. મારો જન્મ થયો એટલે મમ્મીએ નોકરી છોડી દીધી. પપ્પાને બાલાસિનોરમાં આચાર્ય પદની ઓફર મળી એટલે અમે સૌ ૧૯૬૯માં બાલાસિનોર આવ્યાં. સ્કુલમાં મુરબ્બી ગોરધન કાકા જેવા સિંહ જેવાં એક આદર્શ પ્રિન્સીપાલ અને શિક્ષક હતાં એટલે મમ્મી પપ્પાએ કશું કરવાનું નહોતું એટલે ભણાવવાનું નહોતું. પણ પપ્પા મને તો ભણાવતા જ હતાં. ગોરધનકાકાએ મને એક આદર્શ વિદ્યાર્થી બનાવ્યો સાથોસાથ મને આજન્મ મિત્રો પણ આપ્યા. ગોરધનકાકા માત્ર મારાં એકલાં પર જ નહીં પણ બધાં વિદ્યાર્થીઓને સરખું ધ્યાન આપતાં. ભણવાનું મને બહુ ગમતું નહીં પણ ગોરધનકાકાએ જ મારાં ભણતરનું સ્તર ઊંચું આણ્યું એમાં કોઈ જ શંકાને સ્થાન નથી. એમ કરતાં કરતાં હું મોટો થતો ગયો અને મારો સ્કુલકાળ પણ પૂરો થયો. સ્કુલ પૂરી તહી ગયા પછી મારા જીવનમાં એક મોટો વળાંક આવ્યો. હું ૧૨મુ પણ પાસ થઇ શકે એમ નહોતો, ઘણી સ્કૂલો બદલી પછી આખરે હું ૧૨મા કોમર્સમાં પાસ થયો મૂળે આર્ટસનો વિદ્યાર્થી હોવાથી આખરે મારાં મનગમતા વિષય અને ઘરેલું વિષય ગુજરાતીમાં કોલેજમાં જોડાયો. મિત્રોએ સાથ નહોતો છોડયો જે આજે પણ અમારાં સ્કુલગ્રુપમાં છે. સાથોસાથ મુરબ્બી ગોરધન કાકાનાં અપાર પ્રેમને લીધે જ હું કોલેજના પગથીયા ચડી શક્યો એ માટે હું એમનો ઋણી છું. ગોરધનકાકા એમની પ્રખ્યાત લાકડી લઇ અમારે ઘરે આવતાં અને મને પ્રોત્સાહિત કરતાં… એમનું પ્રોત્સાહન જ મને કોલેજના દ્વાર સુધી લઇ ગયું !!!

હવે જે વાત કરવાની છે એ મેં કહ્યું તેમ ઉત્તમ શિશક,પ્રાધ્યાપક અને પ્રિન્સીપાલ અને અનેક ભાષાઓ અને ઈતિહાસ-ભૂગોળના જ્ઞાતા મારાં પિતાજી પાસે ભણવાનું હતું. તો આવા સર્વજ્ઞ -સર્વગુણ સંપન્ન પિતાજી પાસે તથા સંગીત અને નાટકમાં માતાજી પાસે મારે રીતસરના પાઠ ભણવાના હતાં. જ્યાં પિતાજી જેવા ખેરખાં હોય તો વિદ્યાર્થીએ કેટલું બધું સજ્જ થવું પડતું હોય છે એનું જીવતું જાગતું દ્રષ્ટાંત હું છું. પિતાજીની આબરુને લાંછન લાગે અને વધારે સારાં ગુણાંકે પાસ થવું એજ મારું અંતિમ લક્ષ્ય હતું. બોલવામાં બધું સહેલું જ લાગતું હોય છે પણ જયારે એને અમલમાં મુકવાનું આવે છે ત્યારે નવના તેર થઇ જતાં હોય છે. નિશ્ચય તો કર્યો હતો કે મારો પ્રિય વિષય છે ગુજરાતી -ઈતિહાસ -સંસ્કૃત જેમાં મારાં પિતાજીની હથોટી હતી. તેમાં કેવી રીતે સફળ થવું ? માતાના વલોપાત અને પિતાજીની અપાર સ્વસ્થતા મને સાતમો કોઠો જીતાડી જ ગઈ… પણ મારે તૈયારી કરવાં માટે શું શું છોડવું પડયુ હતું એનો કોઈને ખ્યાલ નથી. બાલાસિનોરમાં જે ઉર્સમાં હું દર વખતે જતો હતો તે આ એક વરસે મારે છોડવો પડયો હતો. કારણકે એજ વરસે મેં ઓસ્ટ્રેલએશિયા કપમાં રવી શાસ્ત્રીણે આ કપ જીતાડતો અન ઓડી કાર જીતતો હતો. રવી શાસ્ત્રીનું અર્જુનલક્ષી ધ્યેય હતું ઓડી કર જીતવાનું જેમાં એ સફળ રહ્યો તો મારું લક્ષ્ય હતું કોલેજ ફર્સ્ટ આવીને માતા- પિતાનું નામ રોશન કરવાનું. જે કામ મારી બહેન નંદિતા નહોતી કરી શકી એ મારે કરી બતાવવું હતું, મારા ગુમાવેલા વર્ષોનું મારે સાટું વાળવું હતું. કોલેજ હોય એટલે ઘણા ઉત્તમ અને હોંશિયાર વિદ્યાર્થીઓ- વિદ્યાર્થીનીઓ હોય જ… એ બધાની આગળ આવવું એ નાની સુની વાત તો નહોતી જ, પણ હું કરી શક્યો એમાં માતાપિતાની પ્રેરણા અને મારો આત્મવિશ્વાસ અને મારી સજ્જતા કામ કરી ગઈ. હું આખરે કોલેજ ફર્સ્ટ આવ્યો, મારું સપનું પૂરું થયું.

હવે વાત મારાં પિતાજીની હું હંમેશા સ્કુલકાળથી જ પ્રથમ પાટલીએ બેસતો “પાટલી બદલુ” થવું એ મારાં સ્વભાવમાં જ નથી. કલાસ ૧૩૦નો વિદ્યાર્થીઓ આવે ૧૫૦ અલબત્ત મારા પિતાજીના જ કલાસમાં. તેઓ હંમેશા ભણાવતી મને ટકોર કરે કે તારે તો વધારે સજ્જતા કેળવવી પડશે, પણ એ દ્રોણાચાર્ય નહોતાં કે મારે ખાત્ર કોઈ એકલવ્યનો અંગુઠો કાપી લે. એમને મન તો બધાં જ વિદ્યાર્થીઓ સરખાં પછી એ હું હોઉં કે મારી બહેન નંદિતા હોય. મારા પિતાજી જે ભણાવતા એ બધું ક્લાસમાં જ ભણાવતા. હું એમનો પુત્ર હોવા છતાં મને ક્યારેય કોઈ દિવસ ઘરે ભણાવતાં નહોતાં. અન્ય વિદ્યાર્થીઓની જેમ કોઈ મુશ્કેલી કે પ્રશ્નો હોય તો તે અવશ્ય મદદ કરતાં, આવું તો એ દરેક વિદ્યાર્થીઓ માટે કરતાં હું કોઈ વિશેષ વિદ્યાર્થી નહોતો એમને મન કોલેજની આન્રિક પરીક્ષામાં મારું પેપર એ કાઢી લઇ એ મુરબ્બી શ્રી ચંદનશિંહ ઘેલોત સાહેબને તપાસવા આવતાં. રખેને એમનાથી પુત્રપ્રેમ ખાતર વધારે માર્ક અપાઈ જાય. આંતરિક પરિણામ જાહેર થાય પછી જ એ મારું પેપર મંગાવીને વાંચતા અને એમની છાતી ફૂલી નહોતી સમાતી મુરબ્બી ગહેલોત સાહેબ સુરતથી જયારે ઘરે આવતાં ત્યારે આ વાત કરતાં. આવું આજના જમાનામાં કોઈ ના કરી શકે ?

તેઓએ આ વાત દક્ષિણ ગુજરાતનાં એમનાં વિદ્યાર્થીઓને કરી હતી – ગર્વથી. હિયર ઇસ અ આદર્શ શિક્ષક. મારાં પિતાજી છે એટલે વધુ નથી લખતો, પણ એમની ખોટ બહુ સાલે છે. જે ખોટ મારાં સ્કુલકાળના મિત્રો, કોલેજના તમામમ વર્ષના વિદ્યાર્થીઓ અને બાલાસિનોરના મિત્રોએ પૂરી કરી એનો મને આનંદ છે.

આ લખવાનો સાર એટલો જ છે કે – ઉત્મ્મ શિક્ષક પાસે ભણવું હોય તો વિદ્યાર્થીએ પણ સજ્જતા કેળવવી પડતી હોય છે…

અસ્તુ…

~ જનમેજય અધ્વર્યુ

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.