મુગલ બાદશાહ શાહજહાંનાં દરબારમાં રાઠૌર વીર અમરસિંહ એક ઊંચા પદ પર હતાં. એક દિવસ શહજહાના સાળા સલાબતખાને ભર્યા દરબારમાં અમરસિંહને એક હિંદુ હોવાને કારણે ગાળો બોલી અને બહુજ અપમાન કર્યું. અમરસિંહ રાઠૌરની અંદર હિંદુ વીરોનું ખૂન હતું. સેંકડો સૈનિકો અને શાહજહાંની સામે ત્યાં દરબારમાં અમરસિંહ રાઠૌરે સ્લાબતખાનનું માથું કાપી નાંખ્યું. આ કૈંક એવું જ હતું જેવું “ગદર” ફિલ્મમાં સની દેઓલ હેન્ડપંપ ઉખાડીને હજારોની સંખ્યાની સામે મુસ્લિમનાં શરીરમાં ઠોકી દે છે. શાહજહાંનો શ્વાસ જ થંભી ગયો, અને આ સિંહનાં કારનામા જોઇને મૌજૂદ સૈનિક ત્યાંથી ભાગવાં માંડ્યા. અફડાતફડી મચી ગઈ…
કોઈની પણ હિંમત ના થઇ કે અમરસિંહને રોકે કે એને કંઈ કહી શકે. મુગલ દરબારીઓ જાન બચાવીને અહીં-તહીં ભાગવાં માંડયા. અમરસિંહ પોતાને ઘરે પાછાં આવ્યાં. અમરસિંહનાં સાલનું નામ હતું અર્જુન ગૌડ, એ બહુજ લોભી અને નીચ સ્વભાવનો હતો. બાદશાહે એને લાલચ આપી, આ અર્જુને વીર અમરસિંહને બહુજ સમજાવ્યો-ફોસલાવ્યો અને એને ધોખાથી બાદશાહ પાસે લઇ આવ્યો.
અહીં જ્યારે અમરસિંહ એક નાના દરવાજામાંથી થઈને અંદર જઈ રહ્યાં હતાં. ત્યારે અર્જુનસિંહ ગૌડે પાચળથી પીઠ પર વાર કરીને એમને મારી નાંખ્યા. વીર અમરસિંહને સામી છાતીએ મારી નાંખવું તો અશક્ય જ હતું. એટલે આવી કાયરતાભરી બહાદુરીથી એને મારીને શાહજહાં બહુજ ખુશ થયો અને વીર અમરસિંહની લાશને કિલ્લાનાં બુર્જ પર નાંખી દીધી. એક વિખ્યાત અને અતિ પરાક્રમીની લાશને ચીલ -કૌવાને ખાવાં માટે નાંખી દીધી.
અમરસિંહની રાણીએ આ સમાચાર સાંભળ્યા તો એમને સતી થવાનો નિશ્ચય કર્યો. પરંતુ પતિની લાશ વગર એ કેવી રીતે સતી થાય. રાણીએ બચેલાં થોડાં રાજપૂતો અને ત્યાર બાદ સરદારો પાસે પોતાના પતિની લાશ લાવવાની પ્રાર્થના કરી. પણ કોઈએ હિંમત નાં કરી, અંતે રાણીએ પોતેજ એક તલવાર મંગાવી. અને પોતેજ જાતે પોતાના પતિની લાશ લાવવાં તૈયાર થઇ ગઈ મારવાનું તો છે જ ને તો પછી એક રાજપુતાણીની જેમ લડીને કેમ ના મરવું ?
બરાબર આજ સમયે અમરસિંહનો ભત્રીજો રામસિંહ પોતાની તલવાર લઈને ત્યાં આવ્યો. એણે કહ્યું – “કાકી તમે હજી થોડી વાર રાહ જુઓ. હું જાઉ છું લાશ લેવાં માટે. હું મારા વીર કાકાની લાશ લઈને પાછો આવીશ અથવા મારી પણ લાશ ત્યાંજ પડશે. આ એક રાજપુતનું વચન છે કાકી”
પંદર વર્ષનો આ એક રાજપૂત મને તો મહાવીર અભિમન્યુની યાદ અપાવી ગયો, કે જેને ભીષ્મ પીતામાહનો પણ રસ્તો રોક્યો હતો. અને માંતીરથી કારણ અને ગુરુ દ્રોણના પણ છક્કા છોડાવી દીધાં હતાં. આ છોકરામાં મને તો અભિમન્યુના જ દર્શન થયાં મિત્રો. હવે આ પંદર આ પંદર વર્ષનો રાજપૂત પોતાની કોમ કાજે એક ઘોડા પર સવાર થયો અને શાહજહાંનાં મહેલમાં પહોંચ્યો. મહેલનાં દરવાજા ખુલ્લા હતાં દ્વારપાલ રામસિંહને ઓળખી પણ ના શક્યાં અને એ અંદર પહોંચી પણ ગયો વીજળીવેગે.
પરંતુ બુર્જની નીચે પહોંચતા -પહોંચતા સેંકડો મુગલ સૈનિકોએ એને ઘેરી લીધો. રામસિંહને પોતાને જીવવા -મરવાંની ચિંતા હતી જ નહીં, એને ઘોડાની લગામ પોતાનાં મોંમાં પકડી રાખી હતી. બંને હાથોએ તલવાર પકડી હતી, એનું આખું શરીર ખૂનથી લથપથ થઇ ગયું હતું. સેંકડો નહીં હજારો મુગલ સૈનિકો હતાં. એમની લાશો પડતી રહી અને એ લાશો પરથી રામસિંહ વિદ્યુતવેગે આગળ વધતો રહ્યો. એ લાશોના ઢગલા પર ચડીને બુર્જ પર ચડી ગયો.
વીર અમરસિંહની લાશ લઈને એને પોતાના ખભા પર નાખીને એક હાથથી તલવારના ઘ કરતો કરતો નીચે ઉતરી આવ્યો. ઘોડા પર લાશ રાખીને એ બેસી ગયો. બુર્જની નીચે મુગ્લોની સેના આવતાં પહેલા જ રામસિંહનો ઘોડો કિલ્લાના ફાટકની બહાર પહોંચી ગયો.
રાણી પોતાન પ્રિય ભત્રીજાનો રસ્તો જોતી ઉભી હતી. પાટીની લાશ પામીને એમને પોતાની ચિતા બાનવી. એ ચિતા પર બેસી ગઈ. સતીએ રામસિંહને આશીર્વાદ આપ્યાં – ” બેટા ….. ગાય, બ્રહ્મણ, ધર્મ અને સતીની રક્ષા માટે જે સંકટ ઉઠાવે છે. ભગવાન એના પર જ પ્રસન્ન થાય છે. તેન આજે મારી પરીત્ષ્ઠા રાખી છે. તો તારો યશ આ સંસારમાં સદાય અમર રહેશે.”
ભારતીય ઈતિહાસમાંથી આ કથાઓ ગાયબ થઇ ગઈ છે એને ફરીથી લોકો સમક્ષ લાવવી અને પુસ્તકાકારે પ્રગટ કરવી આવશ્યક છે.
( નોંધ – આ વાતમાં એક પ્રથા અને રિવાજનો ઉલ્લેખ છે. જેણે મારાં મનમાં અનેક પ્રશ્નો ઉભા કર્યા છે, કોઈ કહી શકશો કે હું શેની વાત કરું છું એ…)
સંકલન – જનમેજય અધ્વર્યુ
Leave a Reply