Geet Gujarati Poet's Corner

ચોકલેટ દિવસ | તમે કહું કે તું…?

Happy chocolate day….

❤🍫🍫🍫🍫🍫🍫🍫❤

તમે કહું કે તું.?
રોજ વિચારુ હું,
એ જ મીઠી મુઝવણમાં મારો દિવસ ગુજારુ હું,

ઘડિક તમે બહું વહાલા લાગો,
લાગો અનહદ પ્યારા,
ઘડિક તમે બહું મીઠ્ઠા લાગો ઘડિક સાવ જ ખારા
ખબર નહિ આ હૈયુ મારુ તમને સમજે શું…
તમે કહું કે તું ?

તુ કહું તો બહું નાના લાગો તમે કહુ તો મોટા
સંબોધનના શબ્દોમાં છે બે જ શબ્દનો કોટા
ક્યાંક એ બન્ને કાંટા જેવા,ક્યાક એ બન્ને રૂ
તમે કહું કે તુ.?

સંબોધનમા શુ રાખ્યુ છે જ્યા હો સાચો પ્રેમ
છતાં તમોને સારુ લાગે
કહેજો અમને એમ,
તમે કરો સંબોધન ગમતુ
સહમત હું તો છું
તમે કહો કે તું?

-અંજના ગોસ્વામી અંજુમ આનંદ

❤🍫🍫🍫🍫🍫🍫🍫❤

માણો રચના એમના જ સ્વરમાં….

Advertisements

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.