Gazal Gujarati Poet's Corner Poetry

તારા વિના હું

તારા વિના હું ક્યાંય નથી.
મારા વિના તું, તું નથી.
બે અલગ દ્રશ્યો થી શરૂ થયેલું
આ રંગમંચ ઉપર
હસતા રમતા ભજવાતું
એકાંકી,
આપણ બંનેને કોણ જાણે
ક્યાં અને કેવી રીતે એકત્વ દઈ ગયું.
હવે સપનાં પણ એક
રાહ પણ એક.
માંગ પણ એક ચાહ પણ એક.

~ રેખા પટેલ ‘વિનોદિની’

Advertisements

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.