Gazal Gujarati Poet's Corner

કાં અધૂરી છોડ, અથવા. . .

કાં અધૂરી છોડ, અથવા. . .
વાત પૂરી જોડ, અથવા. . .

ત્યાંથી સમજણ થાય પગભર,
જ્યાંથી આવે મોડ, અથવા. . .

રીત ને રિવાજમાંથી,
કાઢ નોખા તોડ, અથવા. . .

નામ કે ઉપનામ માટે,
જિંદગીભર દોડ, અથવા. . .

છે સખત એ તારવી લૈ,
પળના મોતી તોડ, અથવા. . .

હા, લગાવી લે હવે તું,
શૂન્ય માટે હોડ, અથવા. . .

જે નિયમ નો ભાર લાગે,
બે-ધડક એ તોડ, અથવા. . .

~ લક્ષ્મી ડોબરિયા

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.