Gazal Gujarati Poet's Corner

તારી સાથે વૃદ્ધ થવું ગમશે

તારી સાથે વૃદ્ધ થવું ગમશે
પુણ્યસંચયે સમૃદ્ધ થવું ગમશે

વાસણ ખખડશે તારી સાથ
ને મૈત્રીપૂર્ણ યુદ્ધ કરવું ગમશે

સતત હસવા થી દુઃખશે પેટ
વારતહેવારે ક્રુધ થવું ગમશે

તારો હાથ સાથ પહેરાવી હૈયે
કાલાંતરે યુગ્મ લુપ્ત થવું ગમશે

હવે ક્યાં ને શું કામ શોધ કોઈની
જન્મોજન્મ ઉપલબ્ધ થવું ગમશે

સોંપશુ પૂર્ણ દીપશિખા આગામીને
પ્રભુ ચરણે સૃશ્રુપ્ત થવું ગમશે

લાલ ચૂંદડી અંતે મનોરથ તારો
તુજ ગંગાજળથી તૃપ્ત થવું ગમશે

~ મિતલ ખેતાણી

Advertisements

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.