Gazal Gujarati Poet's Corner

તારી અધિરાઇ

તારી અધિરાઇ મીઠી લાગે મને,
તારી વાતો માં ખોવાવુ ગમે મને.

તકદીર સામે લડવા નીકળી છુ.
તારી જ, ઓળખ થી ઓળખુ મને.

કહેવુ અને કરવુ સરળ લાગે ત્યાં,
તારા જ સાથ ની ઝંખના જાગે મને.

જીવન ના પ્રખર તાપ મા હવે
સુર્ય સામે તારા નામ રુપી છાંવ મને.

આદિ થી રાજ કરે આદિત્ય જયાં
“કાજલ”ના મન પર રાજ તારુ ગમે મને.

~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.