Gujarati Poet's Corner Poetry

કાચની બારી

કાચની બારી
તડકો ઝીલી સોનુ વેરતી
આમ કરીને બહુ લલચાવતી.

આ જોઈ મારું મન ભરમાયું,
સોનું ઝીલવા એ લલચાયું.
જરાક અમથી બારી ખોલી
ત્યાં,
ઠંડીએ તન થથરાવ્યું.

અરે!
આ કોણ આભાસી ?
તડકો કે કાચ
આજ લાગી ના સમજાયું 🤔

~ રેખા પટેલ ‘વિનોદિની’

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.