Gujarati Poet's Corner Poetry

આજે થાય છે

આજે થાય છે
પુરા થતા વરસને
થોડી વાર પકડી રાખું .
પરંતુ તેને
કેમ કરી પકડવો ?

ચડ ઉતર કરતા સમયને.
હાથ પગ કે પાંખો પણ નથી.
એ આપણાં કર્મોની ગતિ
નિહાળતો રહે છે.
છતાં તેને
આંખો કે કાન પણ ક્યાં છે?
કેવી રીતે રોકુ કે ટોકું ?

ઓ સમય જરા થંભી જા!
વિતેલા દિવસો ઉપર
જરા નજર માંડવા દે,
ભૂલચૂક સમજી લેવા દે !!!

~ રેખા પટેલ ‘વિનોદિની’

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.