Gazal Gujarati Poet's Corner

રાત-દિવસ જાગી આંખે

રાત-દિવસ જાગી આંખે સોજા રાખ્યા છે
એક ચ્હેરો એ જોવા, મેં રોઝા રાખ્યા છે.

નમવું એને ગમતું નથી એ જાણું છું હું,
દરવાજા દિલના તેથી મોટા રાખ્યા છે.

તારે દૂર જવું છે ને મુજ થી તો જા તું
દિલમાં તુજ યાદોના મેં થોથા રાખ્યા છે.

સમજણ જો આવે તો ઝગડો કરશે બંને,
આ દિલ-દીમાગને તેથી ડોબા રાખ્યા છે.

બોલાવે ના કોઈ, તો પણ દુઃખ ના એનું
સંબંધો પહેલે થી મેં ઓછા રાખ્યા છે.

જીવ્યો ત્યાં લગ હસતા રહયાં સહુ મારા પર,
છેલ્લે મેં મરી જઈ સૌને રોતા રાખ્યા છે.

~ ડૉ. કૃણાલ પટેલ

Advertisements

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.