Geet Gujarati Poet's Corner

મીઠી મીઠી કેરી…

મીઠી મીઠી કેરી…

આ મીઠી મીઠી કેરી…

ધોમ તાપમાં આવી છે
કેસરિયા વાવા પ્હેરી !
મીઠી મીઠી કેરી…

વ્હાલા દાદા ભરી ટોપલો
કેરી ઝાઝી લાવે !
દાદીમા ખવડાવે કેરી
ભોલુને બહુ ભાવે !

આપે કીડીબેનને ભોલુ
કટકીઓ નાનેરી !
મીઠી મીઠી કેરી…

લંચબૉક્સમાં બેસી
કેરી સ્કૂલે પ્હોંચી જાય !
સૌનાં મોંમાં પાણી લાવે
સૌની વ્હાલી થાય !

ભરી વાટકા રસ પીતાં
દુનિયા લાગે મીઠેરી !
મીઠી મીઠી કેરી…

~ કિરીટ ગોસ્વામી

Advertisements

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.