Gujarati Poet's Corner Poetry

આપ્યુ વચન નિભાવીશ

આપ્યુ વચન નિભાવીશ, શ્ર્વાસો ની આવાગમન સુધી,
પ્રતિક્ષા કરીશ, આ નયનદીપ બુઝાય ત્યાં સુધી.

તન મન ની સરગમ વિલિન, થાય કાળ ની ગર્તા માં,
આશા ના તાર છેડયા કરીશ, મધુર મિલન ની આશ સુધી.

નિયતિ ના ખેલ નિરાળા, ખેલ્યા કરે નિયતિ હંમેશા,
મિલન ની ઝંખના સાથે,શ્રધ્ધા ની વાત કર્યાં કરીશ ત્યાં સુધી.

વચન પુર્ણ કરો કે ના કરો, વચનબધ્ધ રહીશ સદા..
સાત પગલા ના સાથ ની સાથે જીવ્યા કરીશ ત્યાં સુધી.

‘કાજલ’ કર્યો પ્રેમ તો જીવી લઈશ,દર્દ ને સ્મિત છુપાવી,
નાટક માં કિરદાર નિભાવી, દાદ વન્સમોર ની અંતિમ શ્ર્વાસ સુધી.

~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.