Gazal Gujarati Poet's Corner

આણું વાળે ત્યાં નાણાં

આણું વાળે ત્યાં નાણાં છે,
જોણુ થૈ, જોવા માણા છે.

લાગે ભોળા,સાથી એવા
એતો કૈ મારા રાણા છે.

ભોગી,રોગી, જોગી,ત્યાગી
સૌના પોતાનાં થાણાં છે.

જનની આપે,વિદા જેને
એવા નોખા,જગ ટાણા છે.

રાખો બાંધી,સાથે રાખી
કાજલ કેવા આ શાણા છે.

~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’

Advertisements

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.