તમે નાગરિક ધર્મ નિભાવોને

Mittal Khetani - Poet's Corner - Gujarati & Hindi - Sarjak.org

દેશ દેશ ખાલી શું કરો છો, તમારો દ્વેષ ઉતારોને
દેશ આગળ લઈ જવાં, સૌને ભાઈ-બહેન માનોને

370 370 શું કરો છો, કાશ્મીર તો ભળી ગ્યું હાલો
મા ને રાજી કરવાં , નાત-ધર્મ-પ્રાંત-પક્ષ ફગાવોને

વિશ્વગુરુ માત્ર સ્વપ્નવાથી થવાશે શું વિશ્વગુરુ?
ચા વેચતાં ઓલાં છોટુને, તમેય થોડું ભણાવોને

ગંદકી ગંદકી શું કરો છો, એમ થાશે ભારત સ્વચ્છ?
તમારા મન અંદરની ગંદકીને , તમેય ઝાડું મારોને

સરકાર કરે સરકાર કરે, અસરકારક બોલ્યાં કરો
દેશ સોના નગરી બનાવવાં , તમે ય કામ આવોને

ભ્રષ્ટાચાર-કામચોરી કરવાંથી સુધરશે શું સ્થિતિ?
હું સુધરીશ દેશ સુધરશે, દાખલો બની બતાવોને

ગૌહત્યા અટકાવવાં ઘરેઘરે તમે ય ગાય વસાવોને
રામમંદિર બને એ સાથેસાથે, હૈયે ય રામ વસાવો ને

મારે શું?, મારું શું?, હુ શું કરી શકું? એ વિચાર્યા કર્યું
યથા પ્રજા તથા રાજા, તમે નાગરિક ધર્મ …

~ મિત્તલ ખેતાણી

One thought on “તમે નાગરિક ધર્મ નિભાવોને”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.