Sun-Temple-Baanner

વઢવાણનો ચાપવંશ | ગુજરાતનો ભવ્ય ઈતિહાસ


Post Published by


Post Published on


Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


વઢવાણનો ચાપવંશ | ગુજરાતનો ભવ્ય ઈતિહાસ


⚔ ગુજરાતનો ભવ્ય ઈતિહાસ ⚔
ஜ۩۞۩ஜ વઢવાણનો ચાપવંશ ஜ۩۞۩ஜ
(ઇસવીસનની છઠ્ઠી સદીથી ઇસવીસનની દસમી સુધી )

➡ સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છ પણ એમાં આવી જ જાય એ બધાં રાજ્યો, રજવાડાં અને પરગણાના રાજાઓ એટલે કે રાજવંશો એ બહરથી આવેલાં અને ગુજરાતના દરેકના પ્રાંતમાં સ્થાયી થયાં હતાં અને તેમણે અહીં વસવાટ શરુ કર્યો હતો. એવું નથી કે માત્ર ક્ષત્રિયો જ સ્થળાંતર કરી ગુજરાતની સમૃદ્ધિ જોઈ આકર્ષાયા હતાં અને અહી જ કાયમી વસવાટ શરુ કર્યો હતો. એવું કહેવાય છે કે ભગવાન શ્રીકૃષ્ણની પાટનગરી દ્વારિકામાં જ જે પૌરાણિક સમયમાં યાદવો રાજ્ય કરતાં હતાં તેમના જ આ બધાં ફાંટા છે જે દેશના અન્ય સ્થળેથી અહી ગુજરાતમાં આવીને વસ્યા હતાં. જો કે આ એ એક મત છે બાકી આ વિષયમાં પણ ઘણાં મતમતાંતરો અને લોકવાયકાઓ પ્રચલિત તો છે જ પણ એનો સાર જો કાઢીએ તો આ બધાં પાકા ગુજરાતી તો નહોતાં જ. આમેય અનુ મૈત્રકકાલમાં બધાં વંશો એ બહરથી જ આવેલાં હતાં કે બહરથી અહી રાજ્ય કરતાં હતાં. તે સમય પહેલાં એટલે કે ભારતનો ઈતિહાસ જ્યારથી શરુ થયો છે એ મૌર્યકાલથી ગુજરાત તેમનાં જ શાસનનું એક અંગ હતું. પૌરાણિકકાલમાં ભગવાન શ્રીકૃષની રાજધાની દ્વારિકા હતી પણ એ વિષે કોઈ જ સાક્ષ્ય પ્રમાણો પ્રાપ્ત થતાં નથી. કહેવા માટે તો ઘણું બધું હોય છે પણ એ જ સાચું છે એવું તો માની ને ન જ ચલાયને વળી ! પૌરાણિકકાલ કથાઓ પર આધારિત છે ….. ઈતિહાસ પર નહીં. પ્રાગઐતિહાસિક કાલમાં પણ ગુજરાત ઘણું જ સમૃદ્ધ હતું પણ એ પણ ગુજરાતનો ઈતિહાસ તો નહોતો જ. એ આખી સિંધુ સંસ્કૃતિનો એક ભાગ જ હતો. સિંધુ સંસ્કૃતિનાં અવશેષો ઘણાં મળ્યાં છે ગુજરાતમાંથી પણ તે વખતે ગુજરાત એ ગુજરાત નહોતું પણ સમગ્ર આર્યાવર્તનું એક ભાગ જ હતું. સિંધુ સંસ્કૃતિનાં રાજાઓ વિષે કોઈ માહિતી ઉપલબ્ધ થતી જ નથી.જો કે ગુજરાતના ઇતિહાસમાં આ બધું આવરી લેવામાં આવે છે ખરું.

➡ ગુજરાતનો ખરો ઈતિહાસ તો મૌર્યકાળથી જ શરુ થયેલો ગણાય. ગુજરાતનો પોતીકો ઈતિહાસ તો ગુપ્ત્રસામ્રાજ્યના પતન પછી જ શરુ થયો છે. આપણે જે વાત કરવાની છે તે તો અનુ મૈત્રકકાલનાં રાજવંશોની જ છે. એ બધાં બહારથી આવેલાં કે ભરતના અન્યરાજવંશોના ભાગ હતાં પણ તેમાં ઘણાં રાજપૂતોએ પોતાના રજવાડાઓમાં પોતની સત્તાની જમાવટનાં પગરણ પાડયા હતાં. ગુજરાતનો ઈતિહાસ પંચાસરથી પાટણ આવ્યાં ચાવડાઓ ત્યારે જ શરુ થયો એ વાત ભૂલભરેલી છે. ગુજરાતમાં સૌરાષ્ટમાં અનેકો રાજવંશોએ પોતાની સત્તાનો પાયો નાંખ્યો હતો અને દીર્ઘકાલ સુધી રાજ્ય પણ કર્યું હતું . આ બધાં રાજપૂત રાજ્યોમાં બે રાજ્યો ઉડીને આંખે વળગે તેવાં છે તેમાં પ્રથમ છે વઢવાણનો ચાપ વંશ અને બીજો છે અતિપ્રખ્યાત સૈન્ધવ વંશ ! એમાં પહેલાં વાત વઢવાણનાં ચાપ વંશ વિષે કરીએ.

✔ વઢવાણનો ચાપ વંશ :-

➡ અનુ મૈત્રકકાલનાં અને પછી રાષ્ટ્રકૂટ વંશથી અલગ થયેલાં રાજપૂત રાજ્યોનાં વૃત્તાંતો કેવળ અનુશ્રુતિ રૂપે જ ઉપલબ્ધ છે. તે રાજ્યોના કોઈ સમકાલીન અભિલેખોની સબળ સામગ્રી પરથી આ કાલનનાં ચાર રાજ્યોની પ્રમાણિત માહિતી મળે છે જેમાંનાં ત્રણ રાજ્યો સૌરાષ્ટ્રમાં થયાં હતાં અને એક રાજ્ય તળ ગુજરાતમાં થયું હતું.

➡ ચાપવંશના ધરણીવરાહ નામે રાજાએ વઢવાણમાંથી ઇસવીસન ૯૧૪માં આપેલ એક દાનપત્ર પરથી ત્યાં ચાપ કુલનો એક રાજવંશ થયો હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે ખરી. જ કે એ રાજવંશ એ એક જ અભિલેખ પ્રાપ્ત થયો છે.

✔ ચાપ વંશની ઉત્પત્તિ :-

➡ વઢવાણથી માલેલ દાન્પ્ત્રમાં ચાપવંશની ઉત્પત્તિ પૌરાણિક રીતે સમજાવવામાં આવી છે. તેમાં જણાવ્યા પ્રમાણે પૃથ્વીએ ભગવાન શંકર તપસ્યામાં લીન થાય તે પહેલાં તેમને પ્રાર્થના કરીને કહ્યું કે — હું અસુરોથી ઉદ્ભવેલી વિપત્તિ સહેવા અશક્તિમાન છું. તેથી પૃથ્વીના કલ્યાણઅર્થે તેમનાં ચાપમાંથી ધનુષ્યમાંથી વિપુલ અને કદાવર હોવાથી તેનું રક્ષણ કરવા સમર્થ એવો ચાપનામનો નૃપ સર્જ્યો.

➡ ત્યાર પછી તામ્રપત્રમાં ચાપવંશની પ્રશસ્તિ આ પ્રમાણે આપી છે —
“આ ચાપવંશ પ્રતાપી, દોષરહિત અને પક્ષમાં કંટક વિનાના અક્ષત તનુવાળો, અતિ ઉજ્જવળ ઉત્તમ અરિ ધારવાં છતાં નિત્ય સત્પત્ર, વિપત્તિમાંથી રક્ષણ કરી અન્યણે સદા સુખનું ફળ આપે છે. છતાં તેની ઉન્નતિમાં વૃધ્ડી આપે છે, જે અન્ય નૃપના શિર પર સ્થાન પસંદ કરે છે છતાં દેવો અને ગુરુઓ પાસે નમ્ર છે તેથી વિપત્રની સ્થિતિ પ્રાપ્ત કરનાર ગર્વથી ઉત્તમ ચાપવંશ સેવા કરવા યોગ્ય છે અને તેનાં શત્રુઓ અજેય છે.”

➡ આમ “ચાપ”એ આ વંશના મૂળપુરુષનું નામ હોવાનું મનાતું પરંતુ એ ક્યરે અને ક્યાં થયો તે વિષે કંઈ જાણવા મળતું નથી.

➡ વસ્તુત: “ચાપ એ એક મોટાં કુલનું નામ છે જેની અનેક શાખાઓ થઇ. વઢવાણમાં આ કુલનો જે રાજવંશ થયો તેનાં રાજાઓ વિશે આ તામ્રપત્રમાં જે માહિતી આપી છે તેમાં આ રાજવંશના રાજાઓમાં સૌથી પહેલો ઉલ્લેખ વિક્રમાર્ક નામે રાજાનોકરવામાં આવ્યો છે. માત્ર એટલા પરથી વઢવાણમાં એ રાજવંશ એના જ સમયમાં સ્થપાયો હશે કે એની પહેલાં બીજા કોઈ રાજાઓ થયા હશે એ નક્કી કરવું મુશ્કેલ છે. વર્તમાન પ્રાપ્ય માહિતીમાં વઢવાણના ચાપ વંશનો એ પહેલો રાજા હોવાનું જરૂર કહી શકાય એમ જ છે.

➡ આગળ બીજી વાત કરીએ તે પહેલાં વઢવાણના ચાપ વંશની વંશાવલી જોઈ લેવી જરૂરી છે —-

✔ વઢવાણનો ચાપ વંશ :-

✅ (૧) વિક્રમાર્ક – આશરે ઇસવીસન ૮૦૫થી ઇસવીસન ૮૩૦
✅ (૨) અડડક – આશરે ઇસવીસન ૮૩૦થી ઇસવીસન ૮૫૫
✅ (૩) પુલકેશી – આશરે ઇસવીસન ૮૫૫થી ઇસવીસન ૮૮૦
✅ (૪) ધ્રુવભટ – આશરે ઇસવીસન ૮૮૦થી ઇસવીસન ૮૯૫
✅ (૫) ધરણીવરાહ – આશરે ઇસવીસન ૮૯૫થી ઇસવીસન ૯૧૪

➡ આ કોકે આપેલી યાદી છે આકી આ જ પરમ સત્ય છે એવું તો હું પણ ઈલ્કુલ માનતો જ નથી !

➡ ધરણીવરાહના જ્ઞાત સમય પરથી વિક્રમાર્કનાં રાજ્યના આરંભનું સમાયાંકન થઈ શકે છે. બ્યુલરે પેઢીદીઠ ૨૬ વર્ષ ગણી આ સમય ઇસવીસન ૮૦૦ના સુમારમાં મુકેલો છે.. મુનશીએ પેઢી દીઠ વીસ વર્ષ ગણી એનો સમય ઇસવીસન ૮૩૨ પહેલાં ન હોવાનું જણાવ્યું છે.

➡ ધરણીવરાહ ઇસવીસન ૯૦૦ સુધીમાં રાજા થયો હોઈ અને એની પહેલાં એનો મોટો ભાઈ ધ્રુવભટ રાજા હોઈ એ પેઢીનું રાજ્ય ઇસવીસન ૮૮૦ન અરસામાં શરુ થયું ગણીએ ણે એની પહેલાંની ત્રણ પેઢીમાં ૨૫ x૩ = ૭૫ વર્ષ ગણીએ તો વિક્રમાર્કનું રાજ્ય ઇસવીસન ૮૦૫ના અરસામાં શરુ થયું ગણાય. ૨૫ વર્ષની ગણતરીએ એણે લગભગ ઇસવીસન ૮૦૫થી ઇસવીસન ૮૩૦ સુધી રાજ્ય કર્યું ગણાય. તે સમયે ક્નોજમાં નાગભટ બીજો (આશરે ઇસવીસન ૭૯૨ – ઇસવીસન ૮૩૪ )થયો હતો.

➡ તામ્રપત્રમાં જણાવેલ પ્રશસ્તિમાં ચાપ વંશના પહેલા જ્ઞાત રાજા વિક્રમાર્કના જે ગુનો જણાવ્યા છે તે પ્રમાણે તે રાજા ચાપવંશમાં સૂર્ય સમાન હતો અને તે રાજ્યશ્રી અને નૃપના છ ગુણોથી સંપન્ન હતો.

➡ વિક્રમાર્ક પછીએનો પુત્ર અડડક ગાદીએ આવ્યો. સૂચિત સ્મ્યાંકન અનુસાર તેનો રાજ્યકાલ ઇસવીસન ૮૩૦થી ઇસવીસન ૮૫૫નો ગણાય. આ દાનપત્ર પરથી વઢવાણ પાસેના પ્રદેશનું નામ અડડણક દેશ પડયું હતું. ત્યાર પછી તેનો પુત્ર પુલકેશી ગાદીએ આવ્યો. દાનપત્રના આધારે તેનો સમય ઇસવીસન ૮૫૫થી ઇસવીસન ૮૮૦નો આંકવામાં આવે છે. અગાઉ તે નામ દક્ષિણના ચાલુક્યોમાં પ્રચલિત હતું. દાનપત્રમાં તેના ગુણ ગાતાં કહ્યું છે કે તે સમગ્ર ભુમીપાલોમાં મણિ સમાન હતો. તેના પછી તેનો પુત્ર ધ્રુવભટ ગાદીએ આવ્યી . “ધ્રુવભટ”નામ ઘણી જગ્યાએ તે સમયમાં મળે છે. તેની પ્રશસ્તિમાં જણાવ્યા પ્રમાણે તે ધર્મની મૂર્તિ હતો.

➡ મૈત્રકકાલથી ગુજરાતના રાજવંશોમાં આ ધ્રુવભટ નામ પ્રચલિત હતું. જેમ કે — મૈત્રકવંશમાં “ધ્રુવસેન” નામ પ્રચલિત હતું, હ્યુ એન સંગ રાજા ધ્રુવસેન માટે “ધ્રુવભટ નામનો પ્રોગ કરે છે.વાસ્તવમાં “ધ્રુવ” અને “ધ્રૂ” એક જ અર્થ ધરાવે છે. ચાહમાન રાજા ભર્તુંવઢ (ઇસવીસન ૭૫૬)રાજાના પિતાનું નામ ધ્રૂભટ હતું. મૈત્રકવંશનાં છેલ્લા રાજા શિલાદિત્ય ૭મા (ઇસવીસન ૭૬૬)નું બીજું નામ ધ્રૂભટ હતું

➡ ધ્રુવભટ પછી તેમો અનુજ ધરણીવરાહ ગાદીએ આવ્યો જેનું પોતાનું એક અંગત દાનપત્ર મળી આવ્યું છે. આ દાનપાત્ર ધરણીવરાહે વઢવાણમાંથી શક સંવત ૮૩૬ પોષ સુદિ ચોથને આપ્યાનું જાણવા મળે છે. પરંતુ આ દાનપત્રમાં વર્ષની અસંગતતા જોવાં મળે છે. બ્યુલરે સંસ્કૃત પાઠમાં વર્ષની સંખ્યા ૮૩૯ આપેલી છે. જ્યારે ભાષાંતરમાં ૮૩૬ વર્ષસંખ્યા આપેલી છે. પ્રસ્તાવનામાં વર્ષ ૮૩૯ ગણી શક્વર્ષ ૮૩૯ – ઇસવીસન ૯૧૭-૧૮ જણાવેલ છે. પરંતુ તામ્રપત્રમાં તે વર્ષના પોષ સુદ ચોથને દિવસે ઉતરાયણ હતી એમ જણાવેલું છે. તે સમયના ગણિતની ગણતરીમાં એવું માલૂમ પડયું છે કે ઉત્તરાયણ તો ૨૨મી ડિસેમ્બરે હતી એટલે કે સન ૮૩૯માં.

➡ આ રાજાને લગતો એક બીજો ઉલ્લેખ ચાલુક્ય વંશના રાજા અવનિવર્મા બીજાના વિક્રમસંવત ૯૫ ૬ (ઇસવીસન ૯૦૦)ના ઉના વાળા દાનપત્રમાં આવે છે. એમાં રાજા અવનિવર્માનાં પરાક્રમોનાં સંદર્ભમાં ધરણીવરાહણે તગેડી એટલેકે નસાડી દીધો એનો ઉલ્લેખ આવે છે. અવનિવર્મા પ્રતિહારવંશના મહારાજા મહેન્દ્રપાલદેવ (આશરે ઇસવીસન ૮૮૫થી ઇસવીસન ૯૦૭-૦૮ નો સામંત હતો.

➡ આં પરથી એવું ફલિત થાય છેકે ધરણીવરાહનું રાજ્ય લગભગ ઇસવીસન ૯૦૦ સુધીમાં શરુ થઇ ચુક્યું હશે વું માનવામાં આવે છે. પ્રતિહાર મહેન્દ્રપાલ દેવનો સામંત હશે ધરણીવારાહે તે ઇસવીસન ૯૧૪માં દાનમાં આપી દીધું ત્યારે તે રાજાધિરાજ મહીપાલદેવ તે પ્રતિહાર વંશના મહેન્દ્રપાલનો ઉત્તરા ધિકારી મહીપાલ પહેલો (લગભગ ઇસવીસન ૯૧૪-૯૧૭-૯૩૧) છે.

➡ ધરણીવરાહે વર્ધમાન (વઢવાણ)માંથી શક વર્ષ ૮૩૬મા ઉત્તરાયણને દિવસે આમર્દક પરંપરાના મહેશ્વરાચાર્યને કંથિકાસ્થલીમાં આવેલું વિકલ નામે ગ્રામ દાનમાં આપી દીધું હતું.
દાનપત્રની વિગતો પરથી ધરણીવરહ ની રાજધાની વર્ધમાનપુર (વઢવાણ)માં હોવાનું અને એને મહિન્દક નામે સંધિવિગ્રહક હોવાનું સ્પષ્ટ જણાઈ આવે છે. અડ્ડાણક પ્રદેશના ઉલ્લેખ પરથી આ રાજાનું રાજ્ય પૂર્વ દિશામાં લગભગ ધોળકા સુધી હોવાનું માલૂમ પડે છે. વળી આ જ રાજ્યમાં કંથિકાસ્થલી નામે વહીવટી વિભાગ પણ હતો એવું પણ જણાવવામાં આવ્યું જ છે તે કદાચિત અડ્ડાણક દેશમાં હોવાં સંભવે છે.

➡ આ દાન શૈવ આચાર્યને આપવામાં આવેલું હોઈ આ રાજા માહેશ્વર હોવાનું પણ સંભવિત છે. દાનપત્રનાં મંગલાચરણમાં શ્રી ધંધેશ્વર મહાદેવની સ્તુતિ કરવામાં આવી છે. આ મહાદેવનું મંદિર વર્ધમાનપુર કે ધંધુકામાં સ્થિત હોય એવું લાગે છે.

➡ આ રાજાની પ્રશસ્તિ આ પ્રમાણે વર્ણવાયેલી છે :-

➡ ધરણીવરાહ – જેનાં ચરણકમળણે સર્વ નૃપો નમન કરે છે, જે રાજ્યશ્રીને ભેટી સુખ પ્રાપ્ત કરે છે, જે સર્વમિત્રોને કલ્પતરુ સમાન છે, જે મહાત્મા છે અને તેના અંત:પૂરમાં સુંદરીઓના મુખકમલમાં રાજહંસ છે. તેનાં શૌર્ય,પ્રભુતા, નગરોનો નાશ, ગાંભીર્ય, સત્યતા, મહાન ઉત્સાહ કે અતુલ મહિમાનું વર્ણન શા માટે કરવું ? ઉદારતા અને ઉચ્ચજન્મના નૃપોના પુત્રો માટે અતિમાન અને પરાભવ વર્તે છે. દાન, શૌર્ય અને સૌંદર્યનાં માળવાળા આ નૃપે કર્ણ, પાર્ત્ગ અને કુસુમશરદેવ (કામદેવ)ને તેમના કરતાં અધિક વિકર્મથી સહેલાઇથી શરમાવ્યા. તેમણે અચલશ્રી પ્રાપ્ત કરી હતી છતાં તેઓ વિવેકી રહ્યાં હતાં. ધરણીવરહ મહાસામંતાધિપતિ કહેવાતાં હતાં અને તેઓ મહાશાબ્દ પ્રાપ્ત કરનાર હતાં.

➡ આ ચાપવંશનો ઇસવીસન ૯૧૪ પછીનો કશોજ વૃત્તાંત કોઈપણ જગ્યાએથી ઉપલબ્ધ થતો નથી.

➡ ચાપવંશનું માત્ર એક જ દાનશાશન ઉપલબ્ધ છે. આ પરથી ચાપવંશની રાજધાની અને એ રાજ્યના વહીવટી વિભાગ વિષે થોડીઘણી માહિતી અવશ્ય પ્રાપ્ત થાય છે. જેનાં પરથી જ આ વંશ વિશેની જાણકારી આપણણે પ્રાપ્ત થાય છે.આમાં ઘણી બધી વિગતો ખૂટે છે અવશ્ય પણ આ સીવાય બીજી કશી માહિતી કોઈપણ જગ્યાએથી પ્રાપ્ત પણ થઇ શકે એમ નથી એટલે આટલાંને જ સત્ય માનીને ચાલવું હિતાવહ ગણાય.

➡ આ દાનશાસનનો દાતા – કર્તાહર્તા ચાપવંશનો મહાન રાજા ધરણીવરાહ છે કે જે વર્ધમાનપૂરમાં નિવાસ કરતો હોવાનું દાનપત્રમાં સ્પષ્ટરૂપે જણાવવામાં આવ્યું છે. જો કે તેસમયે તે વર્ધમાનપુર તરીકે જાણીતું નહોતું પણ વર્ધમાન તરીકે જાણીતું હતું. સામાન્ય રીતે જે રાજા જે રાજધાનીમાં રહેતો હોય ત્યાંથી જ તે શાસન -અનુશાસન કરતો હોય છે . એટલે વર્ધમાન – વર્ધમાનપુર એની રાજધાની હશે એમ માની લેવામાં કશું ખોટું નથી ! ડૉ. આલ્તેકરનાં સૂચવ્યાં પ્રમાણે આ વર્ધમાનપુર તે હાલનું વઢવાણ છે. ભૌગોલિક દ્રષ્ટિએ વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લાનાં વઢવાણ તાલુકામાં સ્થિત છે. અને તે સુરેન્દ્રનગર શહેરથીનાત્ર ૩.૫ કિલોમીટર જ દૂર છે. વર્ધમાનમાંથી વઢવાણ દ્ર્વારા વ્યુત્પન્ન થયેલું છે. વઢવાણનાં વિક્રમ સંવત ૧૩૦૧નાં શિલાલેખમાં આવતાં વર્ધમાન શબ્દ પરથી આ આ સ્થળનિર્ણયને પ્રબળ સમર્થન મળે છે. આ શબ્દ અને આ નગરનો ક્યાં ક્યાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે આ લેખમાં અપ્રસ્તુત હોવાથી હું એ વાત અહીં કરવા માંગતો નથી. બાકી બધું નામની જ લીલા છે પણ જે મહત્વનું છે તે તે આ નગર અને તેનું દાનશાસન ! આમે દાન્શાસ્નોમાં નામનું જ મહાત્મ્ય વધારે છે તે પરથી તેમનાં કાર્યો અને પ્રજા વિષે જાણવું એ દુષ્કર કાર્ય છે.

➡ રાષ્ટ્રકૂટોના પતન પછી ગુજરાતમાં રાજપૂતયુગનો સામુહિક ઉદય થયો હતો. બીજાં ઘણાં રાજ્યો અલબત્ત ગુજરાતનાં જેઓએ ગુજરાતમાં ઠેરઠેર ઠેકાણે સ્વતંત્ર રાજ્યો સ્થાપ્યા હતાં કેટલાંક લાંબા ચાલ્યાં તો કેટલાંકનો અકાળે અસ્ત થઇ ગયો. તો કેટલાંક રાજવંશોની માહિતી ઈસ્વીસન ૯૦૦ પછી મળતી જ નથી . આનુ એક સબળ કારણ એ પણ છે કે ઇસવીસન ૯૪૩માં ગુજરાતને એક સુવર્ણયુગ – સોલંકીયુગ મળ્યો હતો એ ગાની શકાય . ગુજરાતનો સાચો ઈતિહાસ તો સોલંકીયુગનો જ ગણાય —– અણહિલવાડ પાટણ નો . હા … એ જુદી વાત છે કે એની સ્થાપના કરી હતી વનરાજ ચાવડાએ અને ચાવડાવંશની સ્થાપના કરી હતી પણ એનું ક્ષેત્ર માર્યાદિત હતું કારણકે એ સમયે ગુજરાતમાં ૮ થી ૧૨ રાજવંશો રાજ્ય કરતાં હતાં . આ રાજ્યો તાજેતરમાં સ્થપાયેલા હતાં અને એક બીજાસાથે મૈત્રીભાવે બંધાયેલા હતાં અને એમની વચ્ચે કોઈપણ પ્રકારનું વૈમનસ્ય નહોતું અને વિસ્તારવાદની કોઈ જ ખેવના ન હોવાથી યુદ્ધની નોબત નહોતી આવી પણ ગુજરાત તો એક થયું હોય તો તે સોલંકીઓના સમયમાં જ એ પહેલાં નહીં જ ! આ વખતે ઉનાનાં ચાલુક્યો અને પોરબંદરનો જેઠવા વંશ અત્યંત પ્રતાપી અને જાણીતો હતો પણ એનાં નામની ઉત્પત્તિ અને દાનશાસન સિવાય એમાં બીજી કી નવીનતા પ્રાપ્ત નથી થઇ એટલે હું ખાલી એમના નામનો જ ઉલ્લેખ માત્ર જ કારું છું અલગ લેખ કરવાનું ટાળું છું. સૈન્ધવ વંશ જરૂર પ્રતાપી અને પુરાણો હતો, હું એને વિષે લખું કે ન લખું એ વિષે અસમંજસમાં જ છું કારણકે એ ગુજરાતના વંશો નથી એટલે અને હું ગુજરાતનો ઈતિહાસ લખું છું માટે !

➡ ટૂંકમાં એટલું જરૂર કહી શકાય તેમ છે કે વઢવાણના ચાપવંશ પછી આવેલાં વઢવાણના વંશોએ જુનાગઢના ચુડાસમા વંશની સત્તા માર્યાદિત રાખી હતી એના કરતાં સવાયો હતો એવું તો હું નહીં જ કહું ! પણ આવનારા સમયમાં ચુડાસમાવંશનો વિસ્તાર માર્યાદિત બની ગયો હતો એ નક્કર હકીકત છે આ માટે ચાપવંશને અવશ્ય ધન્યવાદ આપવાં ઘટે !

ગુજરાતનો ઈતિહાસ
(ક્રમશ :}

!! જય જય ગરવી ગુજરાત !!
!! જય સોમનાથ !!
!! જય મહાકાલ !!
!! હર હર મહાદેવ !!

~ જનમેજય અધ્વર્યુ

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.