Sun-Temple-Baanner

સિકંદરનું કથિત આક્રમણ | ભાગ -૨


Post Published by


Post Published on


Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


સિકંદરનું કથિત આક્રમણ | ભાગ -૨


⚔ ભારત પર થયેલું યુનાની આક્રમણ ⚔
ஜ۩۞۩ஜ સિકંદરનું કથિત આક્રમણ ۞۩ஜ
ஜ۩۞۩ஜ સિકંદર મહાન નહોતો ! ۞۩ஜ
(ઈસવીસન પૂર્વે ૩૨૭થી ઇસવીસન પૂર્વે ૩૨૫ )
——– ભાગ -૨ ———

“સિકંદરના આક્રમણે “ભારત”ને March Divided અને Fight Unitedનો સિધાંત શીખવ્યો.” – ડો. ટાર્ન

➡ ઈતિહાસકારો પણ અજબ હોય છે હોં જે હોય નહીં અને જે ક્યારેય થયું જ ના હોય એને જ પ્રસ્થાપિત કરતાં મથ્યાં રહેતાં હોય છે. સિકંદરનો ઉલ્લેખ તો ઘણી બધી જગ્યાએ થયેલો જોવાં મળે છે પણ એમાં તથ્ય કેટલું છે એ તો જગત આખું જાણે છે. સદીઓ વીત્યાં પછી પણ એ લોકો પોતાનો કક્કો ખરો કરાવવા જ સદા મથ્યાં રહેતાં હોય છે. ઈતિહાસ એટલે તારવણી અને મુલવણી જે આપણે કરવાની હોય છે.તેમાં ખરાં ઉતરવું જ પડે છે દરેકે. કોઇપણ વ્યક્તિ એટલે કે રાજા કે સુલતાન એ બીજાં દેશ પર કે બીજાં પ્રાંતો -ક્ષેત્રો – રાજ્યો – પ્રદેશો પર આક્રમણ કરે તેની મહત્વાકાંક્ષાની સાથે તે સમયના સંજોગો જોવાં પણ આવશ્યક હોય છે. મોટે ભાગે સામ્રાજ્ય વિસ્તાર કે ધર્મ પ્રચાર કે સંસ્કૃતિ પ્રચાર જ એનાં મૂળભૂત કારણો તરીકે જોવાતાં હોય છે. ક્યારેક આંતરિક કલહ કે રાજાની નબળાઈ પણ કારણભૂત હોય છે આને માટે. એકે આક્રમણ કર્યું તો હું કેમનો રહી ગયો ? એવું માનીને પણ ઘણાં આક્રમણ કરતાં હોય છે. અતિ મહત્વનું કારણ છે સમૃદ્ધિ જેને લીધે એમણે કરવેરા પ્રાપ્ત થાય છે અને એક બીજા વચ્ચે વ્યાપાર સંબંધ બંધાય એ પણ હોય છે.

➡ આક્રમણનાં કારણો શોધવાં એ ઇતિહાસમાં ભૂલભરેલું છે ! કારણ ગમે તે હોય એ આક્રમણ એટલે આક્રમણ જ રહે છે પણ સવાલ એ છે કે જો એ થયું હોય તો ? આક્રમણ થયું છે કે નહી એ કાં તો પુરાવાઓને આધારે નક્કી થતું હોય છે કાં તો સાક્ષ્ય પ્રમાણો દ્વારા. એ સમયમાં જો કોઈ ઈતિહાસકારો, સાહિત્યકારો કે વિદ્વાનો થયાં હોય તો એમનું લખાણ ધ્યાનમાં જરૂર લેવાય છે પણ એ જ સત્ય છે એવું માનીને ચાલી પણ નથી જ શકાતું ને ! ખેર આવી બધી વાતો તો હજી આપને બીજાં આક્રમણો વખતે કરવાનાં જ છીએ.
સીધાં મુદા પર આવી જઈએ —– સિકંદરના કથિત ભારત આક્રમણ પર !

➡ પણ સીધી એની વાત એની મુનાસીબ પણ નથી. કારણકે આ કોઈ પડોશી દેશનું આક્રમણ નથી. આ આક્રમણ છેક મેસીડોનિયાથી ભારત પર થયેલું આક્રમણ છે. છેક મેસીડોનીયાથી ભારત આવવું હોય તો ઘણા બધાં દેશો પસાર કરવા પડે ! કોઈ દેશ -પ્રદેશ તેમનો રસ્તો રોકે પણ ખરાં જ ને ! એ વચ્ચે આવતાં પ્રદેશો જ અતિમહત્વના હોય છે. આ પ્રદેશમાં તે સમયે કોનો અધિકાર હતો તે જાણ્યા વગરતો ક્યરેય કોઈ આંધળુકિયું પગલું ભારે જ નહીં ! મેસેડોનિયા થી ભારતની સીમા સુધી આવવું હોય કે ભારતમાં ઘૂસવું હોય તો બે જ રસ્તા છે એક જમીન માર્ગે અને બીજો દરિયાઈ માર્ગે ! હવાઈ માર્ગ તો તે સમયે હતો જ નહીં એટલે એની તો વાત કરાય જ નહીં ! દરિયાઈ માર્ગની સુવિધા તે વખતે એટલી સુગમ નહોતી પણ ઉપલબ્ધ તો હતી જ ! એ માર્ગે ક્યાં જવું એ પણ નિશ્ચિત હોવું જોઇને અને ભારતની ભૂગોળથી પ્રરિચિત પણ હોવું જ જોઈએ.

➡ તે સમયે ભારત ઉત્તરભારતમાં જ વિકસિત હતું પણ સાવ એવું નહોતું ભારત તો બધે જ હતું પણ તે સમયે ઓછું જાણીતું એના રાજવંશોને કારણે !
સિકંદર પહેલાં ભારત પર આક્રમણ થયું હતું તેનાથી સિકંદર વાકેફ જ હતો ! ક્યાં સુધી ઈરાનીઓ – પારસીઓ આવી ચુક્યા હતાં તે બધાથી જ સિકંદર વાકેફ જ હતો. કારણકે ઈરાન એટલે કે પર્શિયાથી ભારતની ઉતરે છેક અફઘાનિસ્તાન એટલે કે તે સમયના ગાંધાર સુધી આ પારસીઓનું જ રાજ હતું. ગાંધાર તે વખતે ઈરાનીઓના કબજામાં હતું એવું કહેવાય છે ! મેસેડોનિયા અને સ્પાર્ટા અને પર્શિયાના અમુક્ભાગ સુધી તો સિકંદરના પિતા ફિલિપ દ્વિતીયનું રાજ હતું. પણ તે સમયે વિશ્વનો ઘણો ભાગ એ ઈરાનીઓના કબજામાં હતો. આ ઈરાનીઓનો પ્રદેશ જીતવો એ જ સિકંદરનું પરમ અને ચરમ લક્ષ્ય હતું !

➡ સિકંદર રાજગાદી પર આવે છે ઇસવીસન પૂર્વે ૩૩૬માં તે આઠ વર્ષ સુધી તો યુરોપીય દેશોને પોતાને હસ્તગત કરવામાં અને આ પર્શિયાનને હરાવીને ઈરાની-પારસીઓનું સમ્રાજ્ય હડપવામાં જ ગાળ્યાં. ભારત પર આક્રમણ કરવાનો વિચાર એને ઇસવીસન પૂર્વે ૩૨૮માં કે ઇસવીસન પૂર્વે ૩૨૭માં આવેલો એ હકીકત છે. એટલે સિકંદરે આવતાંની સાથે સીધું જ ભારત પર આક્રમણ નહોતું કર્યું ! આ બધાં પ્રદેશો જે ઈરાનીઓને હસ્તક હતાં તેને જીતવા કે હડપવા એ સિકંદર માટે અતિ મહત્વનું બની ગયું હતું. સિકંદરનું આ જ ધ્યેય હતું ! તે વખતે છેક ભારતીય સીમના પંજાબ -સિંધ સુધી ઈરાનના પારસી રાજા ડેરિયસ ત્રીજાનું રાજ પ્રવર્તમાન હતું. પણ તે નબળો રાજા હતો જે સિકંદર માટે અતિગમતી વાત હતી .

➡ મેસેડોનિયા એ નાનકડો દેશ છે. ગ્રીક તેમને જંગલી કહેતાં હતાં. આ દેશ પાસે સૈન્યબળ હતું જ નહીં જે રાજા ફિલિપ દ્વિતીયનાં પ્રતાપે એક સુવ્યવસ્થિત પાયદળ ઘોડેસવાર ટુકડીઓ , ભાલા ફેંક અને તીરંદાજીમાં નિષ્ણાત લોકોને લઈને એક લશ્કર બનાવ્યું પણ પ્રમાણમાં ઘણું નાનું હતું જે પર્શિયનોનોનાં અતિવિશાળ સૈન્યબળનો મુકાબલો ન જ કરી શકે એ સ્વાભિક જ લેખાય ! સિકંદરને તો પિતા અને પર્શિયનોની જેમ વિશ્વવિજેતા બનવું હતું બલકે એ બધાથી સવાયા સાબિત થવું હતું. એ ક્રૂર હોવાની સાથે મહાકુટિલ પણ હતો. તેણે એક ચાલ અજમાવી.

➡ આમ તો સિકંદર એકેય યુદ્ધ જીત્યો જ નથી એ ખાલી અગાઉ થયેલા ગ્રીક – ઈરાની યુદ્ધોમાં મેળવેલા કથિત વિજય પર ચરી જ ખાય છે. પણ ઇતિહાસમાં ક્યાંક આવું પણ નોંધાયેલું નજરે પડે છે કે સિકંદરે મેસેડોનિયા જીત્યાં પછી એશિયા માઈનોર (આધુનિક તુર્કી)તરફ કુચ કરી. તુર્કી બે નાના રાજ્યો જીતીને પર્શિયન વિશાલ સામ્રાજ્ય હતું તેનાં તરફ નજર દોડાવી. આ પારસી સમ્રાજ્ય મિસ્ર, ઈરાનથી લઈને ભારત સુધી ફેલાયેલું હતું. એ વાત ખાસ નોંધવા જેવી છે કે એ અમ્યે પર્શિયન સામ્રાજ્ય એ સિકંદર કરતાં ૪૦ ગણું વધારે હતું.

➡ પારસી રાજા ડેરિયસ ત્રીજો નબળો રાજા હતો. એટલે સિકંદરને એમ કે તેને હરાવવો સહેલો પડશ . પછી સિકંદરને ખ્યાલ આવ્યો કે પોતાનું સૈન્ય તો નાનકડું છે તે અતિવિશાળ પારસીઓના સૈન્યને કેવી રીતે હરાવી શકે ? એટલે એ કોઈક રીતે ડેરિયસ ત્રીજાને નમાવવામાં કામિયાબ નીવડયો. કદાચ ધાકધમકીથી કે રાજનીતિક ષડયંત્ર દ્વારા. એને નામ આપ્યું ત્રણ યુદ્ધનું કે જેમાં તેણે શાહ દારા ત્રીજાને હરાવ્યો છે અને દારા ત્રીજાએ ડરી જઈને સિકંદર સાથે સંધી કરી લીધી અને પોતાની પુત્રી રુખસાના સાથે સિકંદરનાં વિવાહ કરી આપ્યાં.

➡ સિકંદરે આ રાજા શાહ દારાને યુધમાં હરાવ્યો નથી એ વાત તો ઘણાં બધાં ઈતિહાસકારો પણ નોંધે છે પણ કોઈ રીતે એ એમનાં પ્રદેશો પડાવી ગયો હતો એમ પણ કહે છે. આ દારા ત્રીજાનું સામ્રાજ્ય ભારતની અડીને હતું. આ બધી ભાંજગડ અને માથાકુટમાં સિકંદરના ૮-૯ વર્ષ નીકળી ગયાં. હવે જ તેને જે કરવું હતું તેનાં પર ધ્યાન કેન્દ્રિત કરવું હતું ——- ભારત વિજય અને સાથે સાથે પૂર્વના દેશોમાં વિજય !
આ માટે તેણે સૈન્યકુચ કરી ઈસ્વીસન પૂર્વે ૩૨૭માં !

✔ ઈતિહાસકારો અને વિદ્વાનોએ સિકંદરે ભારત પર આક્રમણ શા માટે કર્યું હતું તેના કારણો પણ આપ્યાં છે ——

✅ [૧] તેની વિશ્વવિજેતા બનવાની મહેચ્છાના એક ભાગરૂપે.

✅ [૨] ભારતની સમૃદ્ધિ પ્રાચીનકાળમાં બધાં માટે જ આકર્ષણરૂપ હતી. તે વખતે એમ કહેવાતું કે — “india Is A Land Of Bottomless Treasure.” ભારતનો એક પ્રાંત જે ઈરાની સામ્રાજ્યનો એક સત્રપી હતો તે ઈરાનને વાર્ષિક ૩૬૦ કરોડ સુવર્ણ ટેલેન્ટ કરરૂપે આપતો હતો. તે સિવાય ભારતમાંથી પાયદળમાં ભરતી કરવાં માટે મોટા પ્રમાણમાં સૈનિકો મળી રહેતા. માટે ભારતની સમૃદ્ધિ જ તેનાં ઉપરના વિદેશી આક્રમણોનું કારણ બની હતી !

✅ [૩} ૧૯મી સદીનો ફ્રાન્સનો સમ્રાટ મહાન નેપોલિયન એમ કહેતો હતો કે —
“કીર્તિ હંમેશા પૂર્વમાંથી જ આવે છે.”
શું સિકંદર પણ આમ માનતો ન હતો? તે પણ એમ જ માનતો હશે કે તેણે કરેલા વિજયો મોટાભાગના એશિયાના દેશોના (પૂર્વના દેશો) જ છે.

✅ [૪] ગ્રીક ઇતિહાસકારોનું એમ પણ કહેવું છે કે પૂર્વના દેશો ઉપરના સિકંદરના આક્રમણનો એક હેતુ —“હેલાસ (ગ્રીસ)ની સંસ્કૃતિના પ્રસારનો પણ હતો.”

✅ [૫} Alexander’s Spirit Of Geographical Equiry & His Passion For Natural History Influenced His Decision To Invade India.

✅ [૬] ઉપરોક્ત કારણો સિવાય વાયવ્ય ભારતની રાજકીય એકતાના અભાવની પરિસ્થિતિએ સિકંદરના વિજયને સરળ કરી દીધો. ડૉ. રાયચૌધરી ભારપૂર્વક જણાવે છે કે —ભારતની વાયવ્ય સરહદનાં નાનાં રાજ્યોના કુસંપે સિકંદરના આક્રમણને સુગમ બનાવ્યું.

➡ ટૂંકમાં…. એમ કહી શકાય કે —વિશ્વવિજયની લાલસા, ભારતની સમૃદ્ધિને પોતાને હસ્તક કરવી, કીર્તિની ઝંખના, ગ્રીક સંસ્કૃતિનો બહોળો પ્રચાર અને સિંધુ સિંધુ સંકૃતિને પણ પોતાની ગણી લેવી, વાયવ્ય સરહદની અસંતોષકારક રાજકીય પરિસ્થિતિ જેવાં કાર્નોએ ભારત ઉપર આક્રમણ કરવાં તેને પ્રોત્સાહિત કાર્યો.

➡ પહેલી વાત તો એ કે એનો ભારત આવવાનો રૂટ જ ખોટો હતો. તેણે પહાડી દુર્ગમ રસ્તો લીધો હતો. તેની ઈચ્છા ખૈબરઘાટમાંથી ભારતમાં દાખલ થવાની હતી. કારણકે તે આટલું જ જાણતો હતો અને એણે આ વિષે આટલું જ વાંચ્યું હતું અને સાંભળ્યું હતું. આર્યોનાં ગ્રંથિત રસ્તાને જ તે અનુસર્યો છે. વળી… તે સમયમાં આર્યોનો વસવાટ પણ આટલી જ જગ્યાએ હતો એવું ઋગ્વેદમાં કહ્યું છે જ ! તાત્પર્ય કે એને ભારત વિષે કે ભારતની ભૂગોળ વિષે ખ્યાલ ધૂંધળો હતો એનાં મનમાં . તેની ઈચ્છા કાશ્મીર – તિબેટમાંથી ભારતમાં ઘૂસવાની હતી. જો એ રસ્તે એ આગળ ગયો હોત તો નેપાળ થઈને એણે બિહાર એટલે કે મગધ પર આવવું પડત. જે રસ્તો તો એના બસની વાત જ નહોતી કારણકે એ રસ્તો તો બરફઆચ્છાદિત ઉત્તુંગ હિમાલય શિખરોનો હતો જ્યાં આજે અણ જવું દુષ્કર છે તો જરા વિચારો કે એ સમયમાં લશ્કર લઈને આક્રમણ કરવું કેટલું દુષ્કર કાર્ય થઇ પડત ! જો કે સિકંદરને મગધ વિષે કે ભારતીય જનપદો વિષે કશી ખબર જ નહોતી !

➡ એને તો એટલી જ ખબર હતી કે જે પ્રદેશો એણે બરોબર પોતાને નામે કરી લીધાં છે તે બેબિલોન, સિરિયા, એસીરીયા, કમ્બોજ,ગાંધાર, પંજાબ, સિંધ, બેકટ્રિયા અને પાર્થિયા સુધી તો પોતાનું જ રાજ છે પણ ભારતની સીમમાં કેવી રીતે ઘૂસવું તે તો તેને ખબર જ નહોતી. તેણે રસ્તો જ એવો ઊંધો અને વિચિત્ર પકડયો હતો તે પહેલાં હિદુકુશની તળેટીમાં થઈને એટલે આખું ગોળ ફરીને બેકટ્રિયાની પણ ઉતરે ફરતો સોગોડીના પર્ઘાના થઈને પામીરમાં થઈને ગાંધાર એટલે કે તક્ષશિલા આવ્યો અને એવું કહેવાય છે કે તેને જીત્યાં પછી તે એનાં પડોશી દેશો-રાજ્યો જે ભારતમાં સ્થિત હતાં તેમાં દાખલ થયો.

➡ આ રસ્તો એનાં ઈતિહાસકારોએ દર્શાવેલો છે જે ભૌગોલિક રીતે ખોટો ઠરે છે. રસ્તો તો હતો પણ ત્યાં કોઈની પણ આવન-જાવન નહોતી મહત્વ ખૈબરઘાટનું હતું એટલે એ ત્યાંથી સીધો દાખલ થવાને બદલે ઉતર -પશ્ચિમે ફરીને પામીર એટલેકે તિબેટમાં થઈને ગાંધારમાંથી ભારતમાં દાખલ થયો. મળતિયા ઈતિહાસકારો અને વિદ્વાનોએ આ રસ્તો એટલાં માટે દર્શાવ્યો છે કે ત્યાં પોતાના નામે નગરો વસાવી શકે અને પોતાનાં માણસો એટલે કે યવનને ત્યાં વસાવી શકે.

➡ જયારે યવનો જે પારસીઓના સૈન્યમાં હતાં તે બધાં તો પહેલેથી જ આ બધાં પ્રદેશોમાં વસતાં હતાં શું ઉત્તરે અફધાનિસ્તાન કે પામીરમાં કે શું એરિઆસ્પી કે ગાંધાર કે કે ગેડ્રોસિયામાં. યવનો છેક કરાંચી સુધી વસતાં થઇ ગયેલાં જ્યાં ઈરાનીઓ પણ વસતાં હતાં. આ પ્રદેશ એ સિંધુ નદીની સંસ્કૃતિનો હતો. એ સંસ્કૃતિ સિકંદરને કોઈ પણ ભોગે પોતાને નામે કરવી હતી.

➡ અહીં તેને ભારતમાં ઘુસણખોરી કરીને તેનાં પ્રદેશો જીતવાનો કુવિચાર આવ્યો. કારણકે સમગ્ર ભારતનું વર્ણન વેદોમાં અને મહાભારત – રામાયણમાં થયેલું છે અને પછી પુરાણોમાં. આ બધું જ ગ્રીકોને ખબર જ હતી . એટલે ભારતની સમૃદ્ધિ સિકંદરની આંખમાં ખૂંચતી હતી કાંટાની જેમ ! તે વિશ્વવિજેતા બનવા માંગતો હતો ભારત જીતીને ત્યાંથી પૂર્વના દેશો જીતીને અને ભારતમાંથી અઢળક દ્રવ્ય પણ પ્રાપ્ત કરવાં માંગતો હતો. આ માટે ભારત જીતવું તેને મન અત્યંત જરૂરી થઇ ગયું હતું. પણ જરૂરી થઇ ગયું હતું એનો મતલબ એ નથી કે એ બધું એનું જ થઇ જાય ! જે બન્યું અહીં ….. શું બન્યું હતું તો! એની જ તો વાત કરવાની છે હવે !

➡ એ વખતે ગાંધાર અને કમ્બોજ તો મહાજનપદ હતાં જ હતાં સાથે એને અડીને બીજાં મહાજનપદો અને નાનાં નાનાં ગણરાજ્યો – રાજ્યો પણ હતાં જ જેનો ઉલ્લેખ આદિગ્રંથોમાં થયેલો જ છે. પણ ત્યાં કોનું રાજ હતું અને એની પ્રજા કેટલી હતી અને ત્યાં પહોંચવું કેવી રીતે તેની સિકંદરને ખબર નહોતી.

➡ સૌ પ્રથમ તો જેનાં પર કથિત આક્રમણ થવાનું હતું તે રાજ્યો વિષે પણ જાણી લેવું અત્યંત આવશ્યક છે. સિકંદર કેમ મુસ્તાક હતો પોતાની જાત ઉપર અને પોતાનાં નાનકડાં સૈન્ય પર. આમ તો સિકંદરનું સૈન્ય બહુ વિશાળ તો ન હતું પણ પ્રશિયન સામ્રાજ્યને ધોખાથી પોતાનામાં ભેળવીને તેનાં મળતિયા મિત્ર ઈતિહાસકારોએ એનાં સૈન્યને વિશાળ બનાવી દીધું હતું જેથી કરીને એમનો પરમ મિત્ર એ વિશ્વવિજેતા બની શકે !

➡ સિકંદરના કથિત આક્રમણકાળમાં ભારતના વિભિન્ન રાજ્યોની રાજનીતિક દશા અત્યંત દયનીય હતી. આ વાત સાથે તો સહમત થઇ શકાય તેવું જ છે. કારણકે બધાં પરસ્પર અંદરોઅંદર લડતાં હતાં અને એકબીજાથી ઈર્ષ્યાથી બળતાં હતાં. ભારતનું વાયવ્ય સરહદે ઉત્તર-પશ્ચિમનું સંપૂર્ણ ક્ષેત્ર અનેક નાનાં નાનાં રાજ્યોમાં વિભક્ત હતું.

✔ યુનાની ઈતિહાસકારો અનુસાર સિકંદરના આક્રમણ દરમિયાન નિમ્નઅંકિત રાજ્યો હતાં.

✅ (૧) અસ્પેશિયન (Aspasian)- આ નામકરણ ઈરાની શબ્દ “અસ્પ તથા સંસ્કૃત શબ્દ અશ્વ”કે અશ્વકનાં આધાર પર કરવામાં આવ્યું હતું. આ કાબુલ નદીના ઉત્તરના પહાડી ક્ષેત્રોમાં અવસ્થિત હતું. આ રાજ્યનો રાજા યુઅસ્પલા હતો. અન્દક અને એરિજિયમ આ રાજ્યના પ્રમુખ નાગર હતાં.

✅ (૨) ગોર કે ગુરેઅન્સ (Guraeans) – અસ્પેશિયન અને અસ્સકેનિયાનની મધ્યમાં આ ગુરેઅન્સ કે ગૌર સ્થિત હતું. આ પરિક્ષેત્રમાં પંચકૌર, ગૌરી કે ગુરેઅન્સ નામની નદી પ્રવાહિત થતી હતી !

✅ (૩) અશ્કક કે અશ્મક કે અસ્સકેનસ (Assakenos) – અશ્કક કે અશ્મક કે અસ્સકેનસ સિંધુ નદી સુધી ફેલાયેલું રાજ્ય હતું. માલકંદ દર્રાની પાસે ઉત્તર તરફ અને “મસગ”નામની અશ્મકની રાજધાની હતી. અસ્સેકેનોસ અહીંનો રાજા હતો. જે અત્યંત પ્રભાવશાળી એવં સૈન્ય શક્તિવાળો શાસક હતો.

✅ (૪) આર્સકેસ કે ઉરસા (Arasakes) – આ કમ્બોજ રાજ્યનો એક ભાગ હતું એવં હાજરા જીલ્લમાં સ્થિત હતું. આર્સેક્સને સંસ્કૃત ભાષામાં ઉરસા કહેવાય છે. આનો ખરોશ્ઠી અભિલેખોમાં ઘણી બધી વખત ઉલ્લેખ થયેલો છે.

✅ (૫) નીસા (Nysa) – નીસા કબુલ અને સિંધુ નદીની મધ્યમાં મેરોસ પર્વતની તળેટીમાં સ્થિત હતું. અહીનું શાસન ગણતંત્રિક હતું. નીસની સ્થાપના યુનાની ઉપનિવેશવાદીઓએ કરી હતી. સિકંદરના આક્રમણ સમયે નિસાનો શાસક આકૂફિસ હતો. અહીંનો નિવાસી ડાયોનિસસની સાથે આવેલી જાતિઓનાં વંશજ હતાં.

✅ (૬) તક્ષશિલા (Takshshila) – તક્ષશિલા સિંધુ એવં ઝેલમ એ બે નદીની વચમાં આવેલું રાજ્ય હતું. એની પૂર્વે એ એ ગાંધાર પ્રદેશની રાજધાની હતું. વર્તમાનમાં આ સ્થળ રાવલપિંડી ક્ષેત્રમાં આવે છે. તક્ષશિલામાં વંશાનુગત રાજતંત્રાત્મક પ્રણાલીના પ્રચલિત હોવાનું પ્રમાણ મળે છે. સિકંદરના આક્રમણ સમયે ટૈક્સાઈલ્સ કે બેસિલિયસ એ તક્ષશિલાનાં શાસક હતાં. બેસિલિયસનાં મૃત્યુ પશ્ચાત ઓમ્ફિસ અથવા આમ્ભિ અહીંનો રાજા બન્યો.

✅ (૭) પ્યુકેલાઓટિસ (Peukelations) – પ્યુકેલાઓટિસ રાજ્ય કાબુલથી સિંધ જવાનો જે પાકો રસ્તો છે અત્યારે એની પાસેનાં જ એક ક્ષેત્રમાં આ સ્થિત હતું. જે પાકિસ્તાનના વર્તમાન પેશાવર અંતર્ગત આવતું હતું. આ રાજ્યની તુલના સંસ્કૃત ગ્રંથોમાં પુષ્કરાવતી (પુષ્કલાવતી) સાથે કરવામાં આવી છે. અહીંનો શાસક આસ્ટેસ હતો. જેને હસતી અથવા અષ્ટક પણ કહી શકાય તેમ જ છે.એમ કહેવાય છે કે સિકંદરના સેનાપતિ હેફિસનીને અષ્ટકની હત્યા કરી દીધી હતી.

✅ (૮) ગાન્દારિસ (Gandaris) – આ રાજ્ય ચિનાબ અને રાવીની મધ્યમાં અવસ્થિત એક નાનકડું રાજ્ય હતું. આના વિષયમાં અધિક ઉલ્લેખ પ્રાપ્ત નથી થતો તથાપિ અહીંનો શાસક પૂરુ હતો એ ચોક્કસ પણે કહી શકાય તેમ નથી. જે સંભવત: જ્યેષ્ઠ પુરુ સાથે કોઈ ને કોઈ રીતે સંબંધિત હતો. તો પણ કેટલાંક વિદેશી અને ભારતીય વિદ્વાનો એને જ્યેષ્ઠ પુરુનો ભત્રીજો માનતાં હતાં.

✅ (૯) અભિસાર (Ahisara) – અભિસાર ઝેલમ અને ચિનાબ નદીની મધ્યમાં સ્થિત હતું. એવું માનવામાં આવે છે કે અભિસાર એ પ્રાચીન કમ્બોજનું એક અંગ હતું. અહીંનો શાસક અવિસેર્યસ હતો જે શક્તિશાળી અને મહા કૂટનીતિજ્ઞ હતો. તક્ષશિલાનાં ઉત્તરીય પર્વતીય ક્ષેત્રોનાં મધ્ય ભાગને પણ સ્ટ્રેબોએ અભિસાર કહ્યું છે.

✅ (૧૦) આદ્રેસાઈ (Adraistai) – આદ્રેસાઈ રાવી નદીના તટ પર વસેલું એક રાજ્ય હતું. એને મહાભારતમાં આદ્વિજનાં રૂપમાં વર્ણિત કરવામાં આવ્યું છે. આદ્રેસાઈ રાજ્યનું મુખ્ય શહેર પિમ્પ્રમા હતું.

✅ (૧૧) જ્યેષ્ઠ પુરુ (પોરસ)નું રાજ્ય – (Kingdom Of The Elder Porus) – વર્તમાન ગુજરાત એવં શાહપુરમાં અવસ્થિત આ રાજ્ય ઝેલમ અને ચિનાબ નદીઓની વચ્ચોવચ સ્થિત હતું. આ એક અત્યધીક સંપન્ન, શક્તિશાળી અને સૈનિકોથી સમૃદ્ધ રાજ્ય હતું. પોરસને વૈદિકકાલીન આર્યોની શાખાનાં રૂપમાં માનવામાં આવે છે. સ્ટ્રેબો અને ડાયોડોરસ અહીના સંબંધમાં અનેક ઉલ્લેખો કરે છે.

✅ (૧૨) સોફાઈટસ અથવા સૌભુતિ (Sophytes)- સોફાઈટસ નામનું એક સાધનસંપન્ન રાજ્ય હતું જે ઝેલમ નદીની પૂર્વમાં સ્થિત હતું. અહીં સ્વતંત્ર રાજ્ય હોવાનાં કોઈ સાક્ષ્ય પ્રમાણ નથી પ્રાપ્ત થતાં.

✅ (૧૩) કટ અથવા કથૈઓઈ (Kathaioi) – આ રાજ્ય ચિનાબ અને ઝેલમ નદીની મધ્યમાં સ્થિત હતું. આની રાજધાની સાગલ (ગુરુદાસપુર જીલ્લા અંતર્ગત) હતી. આ રાજ્યની એક વિશેષતા એ હતી કે અહીં સૌથી સુંદર પુરુષને જ રાજા બનાવવામાં આવતો હતો.

✅ (૧૪) ગ્લૌગનિકાઈ પ્રદેશ (Glauganikai) – ગ્લૌગનિકાઈ પ્રદેશ એક નાનકડું રાજ્ય હતું. જેની જન સંખ્યા માત્ર અને માત્ર ૫૦૦૦ જ હતી. એની સીમા પુરુ રાજ્યને અડીને જ હતી. આ રાજ્ય ચિનાબ નદીના પશ્ચિમમાં સ્થિત હતું.

✅ (૧૫) પટલેન કે પટલ (Patalene) – સિંધુ ડેલ્ટામાં આ રાજ્ય ફેલાયેલું હતું. આ ક્ષેત્રની રાજધાની પાટલ નગર હતી. સિકંદરકાલીન મોરેસ અહીંનો શાસક હતો. અહીંની શાસન વ્યવસ્થા સ્પાર્ટા સાથે મળતી હતી.

✅ (૧૬) ફેગલ કે ફેગેલાસ (Phegelas)- ફેગેલસ રાવી અને બિયાસ નદીની વચ્ચે વસેલું રાજ્ય હતું. શાસન પ્રણાલી ગણતંત્રાત્મક હતી. ફેગેલાસનો તત્કાલીન શાસક (ભાગલ) હતો.

➡ આ બધાં રાજ્યો-પ્રદેશો -ક્ષેત્રો – વિસ્તારોનું વર્ણન ગ્રીક ઈતિહાસકારોએ અને વિદ્વાનોએ કર્યું છે. બાકી હતું તે તેમાં યુરોપીય ઈતિહાસકારો અને વિદ્વાનો પણ ભળ્યાં છે. આ તેમણે નજરે જોયેલું વર્ણન નથી કહેલું – સાંભળેલું અને વાંચેલું છે જેને એમણે પોતાનાં પક્ષમાં લાવવા માટે પુરતો પ્રયત્ન કર્યો છે. આનું પરિણામ શું આવ્યું અને આની અસર શું પડી એ પછી જોઈશું !

➡ પણ તે સમયે ભારતીય સંસ્કૃતિના ગૌરવશાળી ઈતિહાસના સાક્ષી સમા પૌરાણિક અને તત્કાલીન ગ્રંથોમાં પણ થયેલાં છે જે નો ઉપયોગ ગ્રીક સાહિત્યકારોએ પોતાનાં નિહિત સ્વાર્થ સાધવા માટે કર્યો છે. એ વિષે પણ જોઈ લેવું જરૂરી છે જ !
જેને આ ઈતિહાસકારોએ અને વિદ્વાનોએ એને સિકંદરકાલીન રાજ્યો એવું નામ પણ આપતાં અચકાયા નથી.
જેને આપણે એક અનુસંધાન તરીકે જ જોઈશું !

✔ સિકંદરકાલીન અન્ય રાજ્યો ———–

✅ (૧૭) સિબોઈ (Siboi)રાજ્ય ——
આ રાજ્ય ક્ષંગ જીલ્લાના શેરકોટ ક્ષેત્રમાં સ્થિત હતું. આની રાજધાની શિવિપુર કે શિવિનગર હતી. ઋગ્વેદમાં વર્ણિત શિવ જાતિ અહીંના નિવાસીઓની હતી. જાતક કથાઓમાં અને અષ્ટાધ્યાયીમાં આનો ઉલ્લેખ થયેલો છે.

✅ (૧૮) શામ્બ, સમ્વસ કે સમ્બોસ (Sambos) ——
આ રાજ્ય મુપિક રાજ્યની સીમાપરસ્ત પહાડી સ્થળોમાં સ્થિત હતું.એની રાજધાની સેહવાન કે સિંધિમન હતી. મૂપિકો સાથે એને કોઇપણ પ્રકારનો સારો કહી શકાય એવો સંબંધ હતો નહીં.

✅ (૧૯) આગલસ્સોઈ (Agalassoi)
આ રાજ્ય શિવિઓનું પાડોશી રાજ્ય આ રાજ્ય પાસે એક મોટી વિશાળ સેના હતી. એમની સેનામાં ૪૦ હજાર પાયદળ અને ૩ હજાર ઘોડેસવાર હતાં

✅ (૨૦) ઓક્સીક્નોસ કે પ્રોસ્થસ (Oxykanos) – આ રાજય સિંધની પશ્ચિમમાં લરકાનમાં સ્થિત હતું. અહીંની પ્રજા પ્રાસ્તી કે પ્રોસ્થસ કહેવાતી હતી.

✅ (૨૧) માલવ કે મલ્લોઈ (Malloi) – રાવી નદીની જમણી બાજુએ આ રાજ્ય સ્થિત હતું. પાણિની એને “શાસ્ત્રીય જીવી” કહે છે. આ એક ગણરાજ્ય હતું જેમાં ક્ષુદ્રક અને માલવોનો સંઘ હતો. આ રાજ્ય ક્ષુદ્રક અને માલવોનું સંયુક્ત રાજ્ય હતું. ચિનાબ અને સિંધુનદીનો સંગમ આ જ સ્થળ પર છે.

✅ (૨૨) ક્ષુદ્રક અથવા આકસીડ્રકાઈ (Oxydrakai – Kshudrak) – ઝેલમ અને ચિનાબ નદીની પાસે સ્થિત હતું. આ એક ગણરાજય હતું. એ એની વીરતા માટે અતિપ્રસિદ્ધ હતું. શિવિઓનું પાડોશી રાજ્ય હતું.

✅ (૨૩) મૌપિકનોય અથવા મૂપિક (Mousikanos) – આ રાજ્ય સિંધના વિસ્તૃત ક્ષેત્રમાં સ્થિત હતું. એની રાજધાની સક્ખર જિલ્લાના એલોર સ્થળ પર હતી. અહીંયા બ્રાહ્મણોની સંખ્યા અત્યધિક હતી જેઓ ખુબ જ પ્રભાવશાળી હતાં.

✅ (૨૪) અવષ્ટ કે આવષ્ટનોઈ (Abastanoi) – આ રાજ્ય માલવ દેશની નીચે અને ચિનાબ – સિંધુ સંગના ઉપરી પ્રદેશમાં સ્થિત હતું. સિકંદરના કાલમાં આ રાજ્યની શાસન પદ્ધતિ ગણતંત્રાત્મક હતી. અહીં ચારે વર્ણના લોકો વસવાટ કરતાં હતા.

✅ (૨૫) મસ્સનોઈ અને સોદ્રઈ (Sodrai Massanoi) – આ રાજ્ય ઉત્તરી સિંધ, ભાવલપુર અને સિંધની સહાયક નદીઓના સંગમ પાસે સ્થિત હતું. વળી આ રાજ્ય સિંધુ નદીની બંને તરફ સ્થિત હતું.

✅ (૨૬) ઓસોડિયોઈ (Ossadioi) – આ રાજ્ય ચિનાબના તટવર્તી ક્ષેત્રોમાં સ્થિત હતું. આનું વિવરણ ઓસોડિયોઈ મહાભારતમાં થયેલું છે.

➡ ખ્યાલ રહે કે આ બધાં નામો અને આનાં ઉલ્લેખો કે આનાં વર્ણનો એ સિકંદરના પીઠ્ઠુ ઈતિહાસકારોએ કરેલો છે. તેમનાં નામો કદાચ મૂળમાં જુદાં હશે પણ ગ્રંથોમાં તો સિકંદરીકરણ એમણે કરી નાંખ્યું છે. આમાંના ઘણાં રાજ્યો ભારતમાં હતાં જેનો ઉલ્લેખ છેક ઋગવેદથી તે મહાભારત -રામાયણમાં થયેલો જોવાં મળે છે. આ લુચ્ચા અને ખંધા ગ્રીકોની એક જ નેમ હતી સિંધુ સંસ્કૃતિને નામે ભારતીય સંસ્કૃતિને પોતાને નામે કરવાની.
સિકંદરકાલીન શાસકો કહેવાથી એ રાજ્યો કંઈ એનાં નથી થઇ જતાં. સિકંદર એ યુગ નહોતો એ માત્ર મહત્વાકાંક્ષી રાજા જ હતો એ વાત ઈતિહાસ ભૂલી જ ગયો લાગે છે સદંતર ! સિકંદર અહીં સુધી આવ્યો એ એક પણ યુદ્ધ કર્યા વગર જ આવ્યો છે. મારી દ્રષ્ટિએ એ આવ્યો જ નથી. પણ હવે જ તેનો સામનો થવાનો હતો. શું ખરેખર સિકંદર આવ્યો હતો ? શું એનો સામનો થયો હતો? શું એ હાર્યો હતો કે જીત્યો હતો ? શું થયું હતું એ વખતે ખરેખર એ ભાગ -૩ માં આવશે ત્યાં સુધીરાહ જુહો સૌ કે સિકંદરના કથિત આક્રમણનું ખરેખર શું થયું હતું તે !

(ક્રમશઃ)

** ખાસ નોધ – આ લેખના સમ્પૂર્ણ કોપીરાઈટ મારાં જ છે જો કોઈ મને પૂછ્યા વગર કોપી કરશે તો એના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેની નોંધ લેવી.અને અમલ કરવો. લખાણનો ઉપયોગ કરતાં પહેલાં લેખકની પરવાનગી લેવી આવશ્યક છે **

~ જનમેજય અધ્વર્યુ

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.