Sun-Temple-Baanner

લવણપ્રસાદ અને વીરધવલ | ભાગ – ૩


Post Published by


Post Published on


Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


લવણપ્રસાદ અને વીરધવલ | ભાગ – ૩


⚔ વાઘેલાયુગ કીર્તિકથા ⚔

ஜ۩۞۩ஜ લવણપ્રસાદ અને વીરધવલ ஜ۩۞۩ஜ

(ઇસવીસન ૧૨૪૪થી ઇસવીસન ૧૩૦૪)

—– ભાગ – ૩—–


➡ ઈતિહાસ લેખ લખવાની ત્યારે મજા આવે જયારે એમાં વિગતો ભરપુર હોય અને એ રસપ્રદ હોય જે લોકો જાણે તો એમને પણ વાંચવાની મજા પડે .એજ ઇતિહાસનું મહત્વ છે અને એનું અંતિમ લક્ષ્ય પણ. ઇતિહાસમાં રાજાની જન્મકુંડલીનું કોઈ જ મહત્વ નથી .તેના જન્મ પછી તેણે કેવી કેવી મુશ્કેલીઓ વેથી છે કેટલાં અવરોધો પાર કર્યા પછી તે રાજા બન્યો છે તે જાણવું વધારે અગત્યનું છે. રાજા જન્મે અને મોટો થાય એટલે લગન તો કરે જ અને લગ્ન કરે એટલે પુત્ર-પુત્રીનો પિતાતો બને જ ને ! પણ તે રાજાએ મોટાં થઈને રાજય માટે શું કર્યું પોતાનાં કુટુંબને કેવી રીતે સાચવ્યું અને તેણે કેટલાં યુદ્ધો કર્યાં તે જાણવું બહુજ મહત્વનું છે. યુદ્ધમાં દરેક રાજા વિજયી નથી નીવડતો એ ગમે તેટલો શુરવીર હોય પણ કેટલાંક સંજોગો અને કેટલીક પરિસ્થિતિ એવી પણ હોય છે કે જે રાજાને વિપરીત પરિસ્થિતિમાં મૂકી દેતાં હોય છે. આ સંજોગો અને આ પરિસ્થિતિનો સામનો એટલે જ ઈતિહાસ .જેમાં હાર પણ એનાં માનસિક વિજય બરોબર જ હોય છે.

➡ હારનું પિષ્ટપેષણ કરવાને બદલે એ હારને જીતમાં કેવી રીતે ફેરવવી તેજ તેમનું લક્ષ્ય હોય છે પણ એ સમયની પરિસ્થિતિને સમજ્યા કર્યા વગર જ એનું અલોચન કરવાં બેસી જઈએ છીએ જે બિલકુલ યોગ્ય નથી. ઈતિહાસ આપણને હંમેશા શિલાલેખો કે પુરાતત્વીય પ્રમાણો અને વધારે તો સાહિત્યકૃતિઓમાંથી જાણવા મળતો હોય છે. એવું નથી કે દરેક કાળમાં એ સાહિત્ય રચાતું હોય. ઘણી વખત એ ૩૦૦-૪૦૦ વરસ પછી પણ રચાતું હોય છે ભારતના ઇતિહાસમાં આનાં ઘણાં દ્રષ્ટાંત મળી રહે છે. ધર્મનો પ્રભાવ તો દરેક રાજવંશના યુગમાં વર્તવાનો જ પણ એ ધર્મને બાજુએ મૂકી તે સમયના રાજાનું યોગ્ય આલેખન – અવલોકન જો થયું હોય તો તે વ્યાજબી ગણાત. ગુજરાતના ઇતિહાસમાં આમ નથી થયું પણ તત્કાલીન સાહિત્યકારોએ તે આપવાંનો પ્રયાસ જરૂર કર્યો છે પણ એ જ સાચો ઈતિહાસ નથી જેનાં નામ આજે કેટલાંક ચરી ખાય છે તે. એમાં જ ઇતિહાસનું અધપતન થઇ ગયું છે. સાલવારીઓ અને વિગતો એટલી બધી ખોટી છે કે કોઈએ એ વિષે લખવાં પ્રયત્નસુધ્ધાં નથી કર્યો.

➡ એ વિધિની વક્રતા છે કે આજે બધે આ જ વાર્તાઓ અને અનુશ્રુતિઓનો જ ઈતિહાસ બધે ભણાવાય છે જે માત્ર પરીક્ષાલક્ષી જ હોય છે ઇતિહાસની સાચી જાણકારી તો નહીં જ. અરે GPSCની પરીક્ષમાં પણ આવી વાર્તાઓ અને ખોટીમાહિતીઓ પર આધારિત ઈતિહાસ ભણવવામાં આવે છે જે સરસર ખોટું છે. આ લોકો તો એક જ વાત પર અડી રહ્યાં છે આવો ઉલ્લેખ છે એટલે કદાચ આવું બન્યું હશે પણ શું બન્યું હશે તેનો કોઈ જ નિષ્કર્ષ કાઢી શકતું નથી. સાચો ઈતિહાસ બની શકે એટલો બહાર કાઢવાનો આ મારો એક નાનકડો પ્રયાસમાત્ર છે. આ પરીક્ષાલક્ષી ઈતિહાસમાં પણ આપણા સિદ્ધહસ્ત સાહીત્યકારોની નવલકથાઓને જ સાચું માની લેવામાં આવે છે આજ તો આપણી શિક્ષણપ્રથાની ખામી છે ને !

➡ એતો સનાતન સત્ય છે કે સોલંકીયુગમાં અને પછી વાઘેલા યુગમાં પણ જૈનધર્મ ગુજરાતમાં વધુ ફૂલ્યોફળ્યો હતો પણ કોઈને ખબર નથી કે મૈત્રકકાળમાં અને તે પહેલાં પણ મૌર્યકાળથી ગુજરાતમાં બૌદ્ધ ધર્મ પણ ફૂલ્યોફાલ્યો હતો પણ તે મૈત્રકકાળમાં જ અસ્ત પામ્યો કારણકે મૈત્રકકાળના પાછલાં સમયમાં શૈવધધર્મ, જૈનધર્મ અને શાક્ત સંપ્રદાયનું મહત્વ વધ્યું હતું.શૈવ ધર્મ તો પુરાતનકાળથી જ અસ્તિત્વમાં હતો .પણ શૈવોની એ ખાસિયત છે કે એ લોકો પરાણે કોઈને પોતાનાં ધર્મમાં માનવાનું કે અપનાવવાનું નહોતાં કહેતાં. જે અન્યધર્મીઓ કરતાં હતાં. જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ બંને સમકાલીન છે. એ બંને ઈસ્વીસનની પૂર્વે છઠ્ઠી સદીમાં અસ્તિત્વમાં આવ્યાં છે અને ભારતનો ઈતિહાસ જ્યારથી શરુ થયો છે ત્યારથી આ બંન્ને ધર્મના લોકોએ એ સમયનાં રાજાઓને પોતાનો ધર્મ અપનાવવા પ્રેર્યા હતાં. ચંદ્રગુપ્ત મૌર્ય પાછળથી જૈન ધર્મ અંગીકાર કરે છે. જેનાં નામ માત્રથી દુશ્મનો થરથર કાંપતા હતાં તે સમ્રાટ અશોક બૌદ્ધ ધર્મ અંગીકાર કરે છે અને એ એમનાં પાછલાં વર્ષો બૌદ્ધ ધર્મના પ્રચાર અને વિસ્તાર માટે જ ૨૦ વરસ કાર્યો કરે છે.

➡ ગુજરાતમાં તે સમયથી જ બૌદ્ધ ધર્મનો બહોળો પ્રચાર થયો હતો જે તમને ગિરનારના અશોકના શિલાલેખમાં જોવાં મળે છે. આ સિવાય પણ સૌરાષ્ટ્રમાં અનેક ઠેકાણે બૌદ્ધ ગુફાઓ જોવાં પણ મળે છે એ સમયમાં બૌદ્ધ ધર્મ ઘણો જ વિકસિત હતો ગુજરાતમાં તેનું આ જીવતું જાગતું ઉદાહરણ છે. પણ આજ કાળનો અસ્ત પણ આ બૌદ્ધ ધર્મને કારણે જ બ્રાહ્મણ સેનાપતિ પુષ્યમિત્ર શૃંગના હાથે થઇ ભારતમાં આક્રમણો કરતાં યવનોને હરાવ્યાં હતાં.

➡ ત્યાર પછીસમ્રાટ હર્ષવર્ધનના સમયમાં પણ હુણોએ બહુ આક્રમણ કર્યાં પણ રાજા મિહિરકુલ હુણે જૈનો અને બૌદ્ધોને શાંત કરી ભારતમાં સનાતન ધર્મની સ્થાપના કરી હતી જો કે એવું કાર્ય સૌ પ્રથમ કરનાર તો હતાં પુષ્યમિત્ર શૃંગ. મૌર્યો પછી આવનાર ગુપ્તોના સમયમાં ભારતે ઘણી સિદ્ધિઓ હાંસલ કરી અને વૈષ્ણવ ધર્મને પ્રાધાન્ય આપ્યું.જો કે એ સમયમાં પણ શૈવધર્મ પણ ખુબ જ પ્રચલિત હતો અને ગુપ્તકાલીન રાજાઓએ ઘણાં શિવ મંદિરો બાંધ્યા છે. હુણોના સમયમાં જ કાશ્મીરમાં શૈવધર્મ અને કાશ્મીરી શૈવ વિચારધારા અસ્તિત્વમાં આવી જેનો ઉલ્લેખ કાશ્મીરના ઇતિહાસમાં થયો જ નથી. આજ સમય દરમિયાન ભારતીય તત્વજ્ઞાનના પિતા આદિ શંકરાચાર્ય થયાં હતાં જોકે મેનો સમય ઇસવીસન ૭૫૦ની આસપાસનો ગણાય છે તેમનું મહાન કાર્ય માત્ર શૈવધર્મ પુરતું માર્યાદિત ના રહેતાં તેમને વૈષ્ણવધર્મને પ્રાધાન્ય આપ્યું અને એક હિન્દુત્વવાદી વિચારધારાને એક અલગ મુકામ પર પહોંચાડયુ. ખ્યાલ રહે કે જૈનધર્મ એ અલગ છે એ હિંદુધર્મ નથી ગણાતો જેવી રીતે શીખ ધર્મ છે એવો જ. પણ છે તો એ બધાં ભારતીય જ અને ઇસ્લામના વિરોધી એટલે જૈનો અને શીખોને કોઈએ અલગ ના કર્યા.

➡ જૈનધર્મના ઘણા સિદ્ધાંતો હિંદુધર્મને મળતાં આવે છે એટલે એણે ભારતીયોએ રાજીખુશીથી અપનાવ્યા હતાં એમ તો બૌદ્ધધર્મ પણ અહિંસાવાદી હતો પણ વૈશ્વિક સ્તરે એ વધારે પ્રસર્યો હતો અને આમેય બૌદ્ધોની મથરાવટી બહુ સારી નહીં એટલે એમનું નિકંદન ઘણા બધાં વંશોએ કાઢ્યું તોય આજે પણ આ બૌદ્ધ ધર્મ ટકી રહ્યો છે એ બૌદ્ધધર્મની એક આગવી વિશેષતા જ ગણાય. સમ્રાટ હર્ષવર્ધન પછી જ જયારે ૩૦૦-૪૦૦ વરસ પછી મુસીલીમ ધર્મે ભારતમાં પગપેસારો કર્યો હતો જોકે મુસ્લિમ ધર્મ ઇસવીસનની આઠમી સદીમાં જ અસ્તિત્વમાં આવ્યો હતો. ભારતમાં મુસ્લિમ ધર્મનો પગપેસારો એ આમ તો ગઝનીના આક્રમણથી થયેલો ગણાય આ અગાઉ એ ખાલી કાશ્મીર પુરતો જ માર્યાદિત હતો. કારણકે ગઝની ગુજરાત સાથે સંકળાયેલો છે અને સોલંકીયુગ પણ. પણ ભારતમાં મુસ્લિમોનું જોર વધ્યું એ મહંમદ ઘોરીથી.

➡ આ જ ઘોરીએ કુત્બુદ્દીન ઐબકને એટલો બધો છુટો દોર આપ્યો હતો કે ઐબકે ભારતને મુસ્લિમ રાષ્ટ્ર બનવવામાં કોઈ જ કસર નહોતી રાખી અને આખરે ભારતમાં અને ગુજરાતમાં એકતા ન હોવાથી એણે દિલ્હી સલ્તનત સ્થાપી અને ગુલામ વંશની સ્થાપના કરી જે પછી આવનારા ૮૦૦ વરસ સુધી આપણને નડવાનું હતું.

➡ ગુજરાતમાં તે વખતે સોલંકીઓનો અંતિમ સમય ચાલતો હતો અને વાઘેલાઓનો ઉદય થવાનો હતો જો કે આ જ સમયમાં વાઘેલાઓએ ધોળકામાં રહી પોતાનું અલગ શાસન શરુ જરૂર કર્યું હતું. હવે આજ સમય દરમિયાન આમ તો રાજા કુમારપાળના સમયથી જૈનોનું પ્રમાણ વધ્યું હતું પણ તેઓ સુખેથી શાંતિથી હળીમળીને રહેતાં હતાં. અજ સમય ખરેખર તો જૈન સ્થાપ્ત્યોનો સુવર્ણકાળ છે વાઘેલા યુગમાં થયેલાં વસ્તુપાળ – તેજપાળે બેનમુન જૈન સ્થાપત્યો દેલવાડા , ગિરનાર , શેત્રુંજય, તારંગા અને એવાં અસંખ્ય મંદિરો બાંધ્યા છે જે ખરેખર અતિસુંદર અને ભવ્ય છે.એટલે એમ ચોક્કસ પણે કહી શકાય છે કે વસ્તુપાળ – તેજપાળના સમયમાં જૈનોની સ્થાપત્યકળા સોળે કળાએ ખીલી ઉઠી હતી. એવું નથી કે માત્ર ગુજરાતમાં પણ ભારતમાં પણ આ જૈન સ્થાપત્ય ઠેર ઠેર ઠેકાણે વિકસિત થયું હતું. આ સાથે અનેક શિવમંદિરો અને વિષ્ણુ મંદિરો પણ બંધાયા હતાં અને શ્રીકૃષ્ણ મંદિરો પણ બંધાયા હતાં . કૃષ્ણ મંદિર પરથી એક વાત યાદ આવી કે આ સમયમાં સમગ્ર ભારતમાં ભક્તિ સંપ્રદાયે સારું એવું કદ કાઢ્યું હતું જેમાં કૃષ્ણ ભક્તિ , રામ ભક્તિ , માતાજીની ભક્તિ અને હનુમાન ભક્તિ શિરમોર છે, શિવભક્તિ તો અનાદીકાળથી જ ચાલી આવી છે તે પણ આ સમયમાં ખુબજ વિકસિત થઇ હતી.

➡ હવે જેનાં તરફ કોઈનું ધ્યાન ગયું નથી એ વાત કરું છું વાઘેલાયુગ જયારે પાટણની રાજગાદીએ આવ્યો ત્યારે સંસ્કૃતિના ઘણાં આયામો ભારતમાં સિદ્ધ થયાં હતાં જેમાં સર્વ પ્રથમ આવે છે કોણાર્કનું સૂર્ય મંદિર જે ઇસવીસન ૧૨૫૦માં પૂર્ણ થયું હતું . સૂર્યવંશીઓની સૂર્ય ભક્તિનું આ એક ઉત્તમ ઉદાહરણ છે જે મોઢેરા પછી ગુજરાતમાં નહોતાં બંધાયા તે અહીં બંધાયું. આ એક અગત્યની સમકાલીન ઘટના છે.

➡ તો મહારાજ કુમારપાળના સમયમાં જગવિખ્યાત જગન્નાથનું મંદિર પર બંધાયું હતું ઇસવીસન ૧૧૬૧માં. આજ સોલંકીઓના યુગમાં ભુવનેશ્વરમાં પ્રખ્યાત લિંગરાજ મંદિર પણ બંધાયું હતું.જેનો સમય કદાચ રાજા ભીમદેવ સોલંકી પ્રથમનો છે.

➡ તો ભારતનું અતિ પ્રખ્યાત મંદિર સંકુલ ખજૂરાહો પણ ઈસ્વીસન ૯૫૦ થી ઇસવીસન ૧૦૫૦ દરમિયાન બંધાયું હતું. ઈતિહાસ આ બધી વાતો તો કહેવાનો નથી એને તો કુતુબમીનાર ક્યારે બંધાયો હતો અને તાજ મહેલ ક્યારે બંધાયો હતો અને ભારત પર અને ગુજરાત પર ક્યારે ક્યારે આક્રમણો થયાં હતાં તેમાં જ રસ છે. ધન્ય હો ભારતના વામપંથી ઇતિહાસકારોનું કે જે લોકો આને જ મહત્વ આપે છે ભારતના અને ગુજરાતના ગૌરવશાળી ઈતિહાસને નહીં જ.

➡ મારું ધ્યાન દોરવામાં આવ્યું હતું કે ભારતની અને વિશ્વની સાંપ્રત ઘટનાઓ પણ આમાં સાંકળી લેવી જોઈએ એ વાત મને ગમી ગઈ એટલે આ લખું છું જેને ધ્યાનમાં અવશ્ય લેવી જોઈએ કોઈએ પણ !

➡ વાઘેલાયુગની જયારે મેં લખવાની શરૂઆત કરી તો મને ઉડીને આંખે વળગે એવી એક વાત એ નજરે પડી કે —-
સમકાલીન સાહિત્યમાં વાઘેલાઓના પૂર્વવૃત્તાન્તની જ વાત વધારે છે અને છેક છેલ્લે તેઓ સોલંકીયુગના ૨ અંતિમ રાજાઓ રાજા ભીમદેવ બીજાં અને ત્રિભુવનપાળનો જ ઉલ્લેખ કરે છે એ પણ બહુ જ ટૂંકાણમાં અને આગળના સોલંકીયુગના સુવર્ણકાળની તેઓ વાત જ કરતાં નથી એક તુલનાત્મક સાહિત્યને નાતે તેમણે એ ઉલ્લેખ કરવો જોઈતો હતો જેમાં તેઓ પાછાં પડયાં છે. અનુશ્રુતિઓનું વિપુલ પ્રમાણ એ મૂળવાતને ઉઠાવ આપવાને બદલે એમાં બાધારૂપ બને છે. જે ચાર-પાંચ સમકાલીન ગ્રંથો છે બધામાં કોઇપણ પ્રકારની એકરૂપતા નથી એથી જ સાલવારી અને નામોમાં ગોટાળા થયાં છે અને એમાં જ આપણે થાપ ખાઈએ છીએ.

➡ આ સાહિત્ય એ વાઘેલાયુગની વાત કરતું હોય તો હરામ બરોબર છે કોઈએ પણ કર્ણદેવ વાઘેલા વિષે લખ્યું હોય તો બસ તેઓએ ખિલજીનાં આક્રમણ પછી ચુપકીદી જ સેવી છે. ઘણા સમકાલીન સાહિત્યમાં તો સારંગદેવના સમયમાં ખિલજીનું આક્રમણ થયું હતું એવું આવે છે. માન્યું કે દરેક યુગમાં જુદા જુદા સાહિત્યકાર થયાં હતાં પણ તોય આ વાત સોલંકીયુગના અંત પછીની વાત છે તો આવો વેરોવંચો અને ચુપકીદી કેમ ? આમાં તો ઈતિહાસ આઘો જતો રહેતો જ જણાય છે ! અમ તો એમાંથી ઈતિહાસ જુદો તારવવાની ગુસ્તાખી પણ આપણે જ કરી છે ને ! એ તો માત્ર સાહિત્યિક કૃતિઓ જ છે તે સમયમાં બીજી માહિતી મળતી ન હોવાથી આપણે જ સાચું માની બેઠાં છીએ તેમાં એમનો તો કોઈ વાંક જ નથી વાંક આપણા ૧૯મી સદીથી ૨૧મી સદીના સાહિત્યકારોનો જ ગણાય જેમને મારી મચડીને એણે જ ઈતિહાસ ગણ્યો તે ! આવું જ અત્યારે ભણાવાય છે જે સદંતર ખોટું હોવાથી મેં આ લેખમાળા શરુ કરી છે જેમાં આ સાહિત્યમાં ઘણી એવી વાતો આવશે જે સ્વીકારવા આપણું મન રાજી નહીં જ થાય. એ વાત બહાર કાઢવામાં કેટલાંક પાત્રો આડખીલી રૂપ છે પણ તેઓ ઇતિહાસમાં થયાં તો હતાં જ અને આજે પણ આપણે એમને એટલાં જ યાદ કરીએ છીએ જેટલા તેઓ તે સમયમાં પ્રખ્યાત હતાં.

➡ વાત બીજે પાટે ન ચઢી જાય માટે જ મેં અમુક-તમુક પાત્રો પર નહીં લખવાનો નિર્ણય લીધો છે. ગુજરાતના ઇતિહાસમાં રાજાઓ અને રાણીઓ જ આવરવામાં આવશે વારતા જેવાં લાગતાં મંત્રીઓ નહીં .
આ લવણપ્રસાદ અને વિરધવલને કારણે જ ઇતિહાસમાં એક નવો મોડ આવે છે અને તેઓની વીરતાનો પરચો એ રાજા ભીમદેવ વખતે આપણને મળી જ ગયો છે એ માટે એમનો પૂર્વવૃત્તાંત ખુબ જ જરૂરી છેં ને વીરરસથી ભરેલો પણ .
એ કેટલું સાચું કે કેટલું ખોટું તે અલગ પ્રશ્ન છે જો કે એની પણ હું વિગતે છણાવટ જરૂર કરું છું
માટે હવે જ્યાં અટક્યા હતાં ત્યાંથી આપણે એ વાત શરુ કરીએ !

➡ એ પહેલાં થોડીક વાત જે વીરધવલના યુદ્ધોમાં કરવાની રહી ગઈ હતી તે અહીં કરી લઉં. વાત મુસ્લિમોના આક્રમણની જ છે પાછી. જે નામ મોઇજુદ્દિન વાપવામાં આવ્યું હતું સાહિત્યકારો દ્વારા તેમ સુલતાનનું નામ મીલચ્છીકાર આપ્યું છે. ઈતિહાસ તજજ્ઞોએ આ “મિલચ્છીકાર” એ એ અમીર શિકારનું સંસ્કૃત રૂપાંતર લાગે છે એમ કહી દીધું.
સ્પષ્ટતા અને આ ઇતિહાસકારોનેતો બારમો ચંદ્રમા છે એટલે જ તો તેઓ એમ લાગે છે એમ કહીને છૂટી જવાનું મુનાસીબ સમજે છે. કોઈ ચોક્ક્સ તારણ આપી શકતાં જ નથી. એટલે જ તેઓ અનુમાન પર જીવે છે તારણો કોઈ જ આપી શકતાં નથી.જે ખરેખર તો કોઇપણ ઈતિહાસ તજજ્ઞનું પરમ અને ચરમ કર્તવ્ય છે પણ એમાં તેઓ નિષ્ફળ નિવડયાં છે.
તેઓ એમ કહેછે કે “અમીર શિકાર”નો ખિતાબ કુત્બુદ્દીન ઐબકે અલ્તમશને આપ્યો હતો.

➡ એ વાત તો જો કે સાચી છે પણ અલ્તમશ જે ચંગેઝ ખાં અમે સ્વૈચ્છિક હાર માનીને યુદ્ધ નીવારતો હોય એ ભારતના બીજાં રાજ્યો સાથે પણ સંધિ કરતો હોય એ કુત્બુદ્દીનના કહેવાથી ગુજરાત અપર આક્રમણ કરે એ વાત મારાં મગજમાં તો ફીટ બેસતી નથી .

➡ બાય ધ વે આ નાટકમાં જ આનો ઉલ્લેખ છે બીજે કશે નહીં અને નાટકને આટલું બધું પ્રાધાન્ય શા માટે ?

➡ હમીર મદ મર્દન એ કુત્બુદ્દીનના પાટણને ઘમરોળ્યા પછી લખાયું છે કારણકે કુત્બુદ્દીને ઇસવીસન ૧૧૯૭માં ઉત્તર ગુજરાત અને સોમનાથને તોડયાના ઐતિહાસિક પુરાવાઓ છે. મુસ્લિમ ઈતિહાસકારોએ તો એની તવારીખ પણ આપી છે જેને લીધે જ આ પુરાતત્વ ખાતું એ મહંમદ ઘોરી – કુત્બુદ્દીન ઐબકે આ સ્મારકો તોડયા છે એમ બેહિજક લખે છે અને તેના પાટીયા પણ મુક્યા છે. આને ખોટું તો ઠેરવી શકાય એમ નથી. આ અગાઉના બે હુમલાઓ એ ઉપજાઉ જ છે જેસાહિત્યની જ દેન છે.

➡ પણ એક વાત જે સામે આવી તે એ છે કે આ મિલચ્છકાર શબ્દ એ શબ્દને આજે આપણે સૌએ સમગ્ર મુસ્લિમ આક્રમણકારો અને શાસકો માટે વાપરીએ છીએ તે “મલેચ્છો” શબ્દ એ હમીર મદ મર્દનની જ દેન છે. તે સમયનો મિલચ્છી શબ્દ આજે અપભ્રંશ થઈને મલેચ્છ થઇ ગયો જેને આપણે બહુવચનમાં મલેચ્છો વાપરીએ છીએ તે એક જાતિવાચક શબ્દ બની ગયો છે ! ઈતિહાસ હજી પણ દૂરનો દૂર જ છે જે છે તેને આપણે સ્વીકારવા તૈયાર નથી !

➡ આ હમ્મીર – મદ – મર્દન નાટક એ વિક્રમ સંવત ૧૨૮૬ એટલે કે ઇસચીસ્ન ૧૨૩૦માં લખાયું છે. એ સમયગાળો એ ગુલામ વંશના શાસક ઈલ્તુમીશનો જરૂર છે. જે તે સમયે ગુલામવંશનો શાસક હતો અને એ પોતે પણ ઈલ્તુમીશનો ગુલામ હતો હવે એ તો કોઈનેય ખબર નથી કે ઈલ્તુમીશને ક્યારે ઐબ્કે ગુલામ તરીકે ખરીદયો હતો તે!

➡ એક વાત જો તમે ગુલામ વંશનો નકશો જોશોને તો એમાં રાજસ્થાનના રણપ્રદેશથી માંડીને છેક પૂર્વમાં બાંગ્લાદેશ સુધીનો પ્રદેશ એ ગુલામવંશના તાબા હેઠળ હતો. એમાં કાશ્મીર પણ નહોતું કે ગુજરાત અને માળવા પણ નહોતું.
જે સરખું છે એ ખાલી એ સાલવારી અને આ સમયગાળા દરમિયાન કોઈ જ મુસ્લિમ આક્રમણ ગુજરાત પર થયું જ નથી.
ઇસવીસન ૧૧૯૭ થી માંડીને ઇસવીસન ૧૨૩૦ એટલે કે છેક ૩૩ વરસ પછી આ નાટક લખાય એ માન્યામાં આવતું નથી.
આ સમય દરમિયાન તો રાજા ભીમદેવની સત્તા જોરમાં હતી અને એમણેજ આ સમય દરમિયાન ઘણા શિલ્પ – સ્તાપત્યો બાંધ્યા હતાં.
તાજેતરની ઘટના છેક ૩૩ વરસ પછી એટલે કે માણસની પાછલી અવસ્થામાં યાદ રહે ખરી કે અને એનું ઐતિહાસિક મુલ્ય શું !
આ વાત ખાલી સાલ યાદ અપાવવામાં ઈતિહાસકારો ભૂલી જ ગયાં લાગે છે.
તેઓ એમ કહે છે કે આ નાટક રાજા જયંતસિંહની અગનથીખ્મ્ભાતમાં માં ભજવાયું હતુંએ જોતાં આ બનાવ સંવત ૧૨૭૯ અને સંવત ૧૨૮૬ પહેલાં બનેલો હોવો જોઈએ જે તદ્દન ખટી જ વાત છે.
આ વાત મારે કરવાની રહી ગઈ હતી. આ મુસ્લિમ આક્રમણની વાત એક સાહિત્યિક કૃતિ “જગડુ ચરિત”માં પણ જોવાં મળે છે.જેમાં કચ્છ ઉપર મુસ્લિમ આક્રમણ થયાનો ઉલ્લેખ છે જેનું ઇતિહાસમાં કોઈ જ મહત્વ નથી !
હવે આગળ વાત વધારીએ…..
હવે વાત વીરધવલની …..

✔ વીરધવલની ઉદારતા ——-

➡ વીરધવલ પોતાનાં સમગ્ર જીવનકાળ દરમિયાન ઘણાં યુદ્ધો પોતાનાં પિતા લવણપ્રસાદ સાથે રહીનેને લડયો હતો. આથી એની કીર્તિ ચેદિ, કુંત, કામરૂપ, દશાર્ણ, કામ્બોજ અને કેરળ વગેરે પ્રદેશોમાં ફેલાઈ હશે. એમ ઉત્કીર્ણ લેખો પરથી જણાય છે. આ યુદ્ધોમાં વીરધવલને તેનાં મંત્રી વસ્તુપાળે ઘણી મદદ કરી હતી. પ્રાપ્ત સાધન સામગ્રી પરથી જણાય છે કે લવણપ્રસાદ પાટણમાં રહી મંડલેશ્વર તરીકે અને વીરધવલ ધોળકાના રાણા તરીકે ધોળકામાં રહી રાજ વહીવટ ચલાવતો હશે. આ હશે અને છે અને હતોનો તફાવત જ ઇતિહાસે સમજવાની જરૂર છે.

➡ વીરધવલ પોતે શૈવ ધર્મનો અનુયાયી હતો. તેમણે માંસ, મધ્ય અને મૃગયાનો ત્યાગ કર્યો હતો. તે પોતાની જાતને રાણો જ કહેવાડતો. જયારે વસ્તુપાળે તેણે કહ્યું કે —
“આપે ગુર્જરભૂમિ વશ કરી છે અને બીજાં રાષ્ટ્રોને પણ ખંડણી આપતાં કર્યાં છે તો હવે આજ્ઞા હોય તો રાજ્યાભિષેક કરીએ.”
ત્યારે વીરધવલે જણાવ્યું કે —
” હું રાજા કેવી રીતે બનું? મેં સમુદ્રપર્યંત પૃથ્વી જીતી નથી, યજ્ઞો કર્યા નથી, તેમજ અર્થીઓને દ્રવ્ય આપ્યું નથી પછી હું કેવી રીતે રાજા બનું માટે મને રાણો જ રહેવા દો!”
આ વાત સમજદારે અને ખોટો વિરોધ કરનારે સમજવા જેવી છે.
આમાં પણ પાછી અનુશ્રુતિઓ તો ભાગ ભજવે જ છે જે અહી અપ્રસ્તુત હોવાથી હું મુકતો નથી.

✔ લવણપ્રસાદનું મૃત્યુ ——

➡ લવણપ્રસાદનું મૃત્યુ ક્યાં અને ક્યારે થયું તેની માહિતી મળતી નથી. ખંભાતના કુંતનાથ મંદિરમાંથી મળી આવેલ લેખમાં જણાવ્યું છે કે લવણપ્રસાદ એક દારુણ યુદ્ધમાં દૈત્યોને હણીને મૃત્યુ પામ્યો ત્યારે તેમનાં પુત્ર વીરધવલે રાજ્યનો ભાર ધારણ કર્યો. આ પરથી લવણપ્રસાદ પહેલાં મૃત્યુ પામ્યા અને વીરધવલ તે પછી મૃત્યુ પામ્યો એવું જણાય છે. રાજાવલી કોષ્ટક પ્રમાણે વીરધવલે વિક્રમ સંવત ૧૨૮૨થી ૧૨૯૪ સુધી રાજ્ય કર્યું હતું. લવણપ્રસદના મૃત્યુ અંગે અને વિરમ્દેવ – વિસલદેવ અંગે પણ આનેક અનુશ્રુતિઓ પ્રચલિત થઇ હતી. પુરાતન પ્રબંધ સંગ્રહમાં અને ચતુર્વીશતિ પ્રબંધમાં આપેલ અનુશ્રુતિ પરથી એટલું જણાય છે કે વીરધવલ લવણપ્રસાદની હયાતીમાં દેવલોક પામતા લવણપ્રસાદનો રાજ્ય વરસો વીસલદેવને મળ્યો પરંતુ આ સંભવને બીજા કોઈ ગ્રંથનું સમર્થન મળતું નથી.

✔ વીરધવલનું મૃત્યુ ——–

➡ વીરધવલના મૃત્યુ વિષે પુરાતન પ્રબંધ સંગ્રહમાં જણાવ્યું છે કે —
વીરધવલે મટોડા તીર્થમાં બ્રાહ્મણોને દાન આપી જળસમાધિ લેવા કુંડામાં પ્રવેશ કર્યો પણ તે ન ડૂબતાં તેજપાલે પૂછ્યું કે —
“તમારાં હૃદયમાં શું ચિંતા છે. ત્યારે વીરધવલે જણાવ્યું કે “તું મને વચન આપ કે રાજ્ય વીસલદેવને અપાવીશ.”
આ પ્રમાણેનું તેજપાલે વચન આપતાં વિરધવલે પ્રાણ ત્યાગ કર્યો.

➡ પ્રબંધ ચિંતામણિમાં પણ વીરધવલના મૃત્યુ વિશેની હકીકત મળી આવે છે પણ તેમાં વીરધવલે જળસમાધિ લીધી તેવો ઉલ્લેખ નથી. તેમાં લખ્યું છે કે — વીરધવલનું મૃત્યુ થતાં તેની સાથે ૧૨૦ સેવકો બળી મર્યા. બીજાં અનેકને બળી મારતાં અટકાવવા માટે મંત્રી તેજપાલને સૈન્ય ગોઠવવું પડયું. ચતુર્વીશતિ પ્રબંધમાં જણાવ્યું છે કે જેની ચિકિત્સા ણ થઇ શકે તેવો રોગ વીરધવલને થયો અને ધોળકામાં સ્વર્ગે ગયો. આમ અમુક જગ્યાએ વીરધવલે જળસમાધિ લીધી તેનો ઉલ્લેખ નથી.પણ અમુક જગ્યાએ લખાયેલા પ્રસંગો પરથી એમ લાગે છે કે એનું મૃત્યુ કુદરતી રીતે થયું હશે. પણ ક્યાંક વીરધવલનું મૃત્યુ સંવત ૧૨૯૪ એટલે કે ઇસવીસન ૧૨૩૮માં નોંધ મળે છે તો કોક જગ્યાએ ઇસવીસન ૧૨૩૯ની .

✔ વીરધવલનાં પુત્રો ——–

➡ કોઈકે એમ લખ્યું છે કે વીરધવલને ત્રણ પુત્રો હતાં પ્રતાપમલ્લ,વિરમદેવ ને વીસલદેવ.
પ્રતાપમલ્લનો દેહાંત વીરધવલની હયાતીમાં થયો ત્યાર પછી જાજગીરનો હકદાર વીરમદેવ હતો પણ તે ઉદ્ધત હોવાથી વસ્તુપાળે વીસલદેવનો પક્ષ લીધો તેને ધોળકાનો સ્વામી બનાવ્યો.
વીરમદેવને ઝાલોરના ઉદયસિંહ જે વીરમદેવનો સસરો થતો હતો તેની મારફતે વસ્તુપાળે તેને મારી નંખાવ્યો.
વીરધવલના પુત્રો વિષે કેટલાંક ગોટાળાઓ પ્રવર્તે છે.
ઇડરની મુરલીધરના મંદિરવાળી પ્રશસ્તિમાં વીરધવલના પુત્રોનું નામ પ્રતાપમલ્લ અને વીસલદેવ (વિશ્વલ) આપેલું છે.
સિદ્રામાં રાખેલ દેવપટ્ટન પ્રશસ્તિમાં જે “વિશ્વમલ્લ”નો ઉલ્લેખ છે તેણે ઇડરની પ્રશસ્તિમાં “વિશ્વલ”કહ્યોછે.
ખંભાતના ચિંતામણિ પાર્શ્વનાથના શિલાલેખમાં પ્રતાપમલ્લનો ઉલ્લેખ છે પણ અર્જુનદેવના પિતા તરીકે વીરધવલ અને અને અર્જુન્દેવની વચ્ચેના ખૂટતા અંકોડા તરીકે.
એથી સ્પષ્ટ થાય છે કે “વિશ્વમલ” એ વીસલદેવનું નામ છે.
દેવ પટ્ટન પ્રશસ્તિમાં “વિશ્વમલ્લ” ને “પ્રતાપમલ્લાવરજ” કહ્યો છે.
આ સમાસનો વિગ્રહ બહુવ્રિહિ સમાસની રીતે પ્રતાપલ્લ જેનો નાનો ભાઈ છે “તેવો અર્થ અગાઉ ઘટાવવામાં આવેલો પરંતુ ઇડરનો લેખ પ્રસીસ્ધ્ધ થતાં આ સ્માસનો જુદો અર્થ નક્કી થયો છે. કેમ કે એમાં સ્પષ્ટતા છે કે પ્રતાપમલ્લને વીરધવલનો પુત્ર અને “વિશ્વલ”ને પ્રતાપમલ્લનો અનુજ કહ્યો છે.
આથી “પ્રતાપમલ્લાવરજ” એ સમાંસનો અર્થ પ્રતાપમલ્લનો નાનો ભાઈ એવો જ કરવો જોઈએ જેથી પ્રતાપમલ્લ વીસલદેવનો મોટો ભાઈ હોવાની સાથે એ અર્થ સુસંગત થાય.
ચતુર્વીશટી પ્રબંધમાં વીરધવલના પુત્રોનું નામ વીરમદેવ અને વીસલદેવ આપેલું જ છે.
એમાં સ્પષ્ટત: પ્રતાપમલ્લની જગ્યાએ વીરમદેવનો ગોટાળો થયેલો છે.
વસ્તુત: વીરમદેવ તો પુરાતન પ્રબંધ સંગ્રહમાં જણાવ્યા મુજબ લવણપ્રસાદનો પુત્ર થતો હતો.
પછી અનેક કથાઓ પ્રચલિત થઇ અને કોણ કોણો પુત્ર છે તે પણ આખરે વીરમદેવ પાસેથી વિરમગામની સત્તા લઇ વીસલદેવને તેની સત્તા સોંપી મહામાત્ય વાતુપાળના કહેવાથી એને જ સાચું મનાય અને આમ વીસલદેવ તે વખતે તો ધોળકાની રાજગાદી પર બેઠાં.

➡ તેમણે કેવી રીતે પાટણની ગાદી મેળવી તે હવે પછીના ભાગમાં
હવે જ આવશે ગુજરાતનો ખરો ઈતિહાસ !
પણ તે હવે પછીના ભાગમાં.
પૂર્વ વૃત્તાંત અહીં પૂરું !!
વાઘેલાયુગના પાટણના પ્રથમ રાજા વીસલદેવની વાત હવે પછીના ભાગમાં !

!! જય જય ગરવી ગુજરાત !!
!! જય સોમનાથ !!
!! જય મહાકાલ !!
!! હર હર મહાદેવ !!

——- જનમેજય અધ્વર્યુ

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.