Sun-Temple-Baanner

રા’ ખેંગાર- સતી રાણકદેવી પુરક માહિતી અને મારાં મનમાં ઉદભવેલા કેટલાંક પ્રશ્નો


Post Published by


Post Published on


Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


રા’ ખેંગાર- સતી રાણકદેવી પુરક માહિતી અને મારાં મનમાં ઉદભવેલા કેટલાંક પ્રશ્નો


⚔ રા’ ખેંગાર- સતી રાણકદેવી પુરક માહિતી અને મારાં મનમાં ઉદભવેલા કેટલાંક પ્રશ્નો ———- ⚔
⚔ થોડુંક ચુડાસમા રાજવંશ વિષે —— ⚔

✔ રા’ ખેંગાર દ્વિતીય જેઓ રા’ નવઘણના પુત્ર થાય
રા’ ખેંગારની સાલવારી અમુક લોકોના જણાવ્યા પ્રમાણે ઇસવીસન ૧૦૯૮થી ઇસવીસન ૧૧૧૪ છે
જેને ૧૨મી સદીની શરૂઆત અવશ્ય કહી શકાય
પણ આ જ વરસ છે કે કેમ તે હજી મનમાં પ્રશ્ન જરૂર થાય છે પણ ચેલેન્જ નથી કરતો સાલવારીને !!!
કારણકે ચુડાસમા વંશની સાલવારી વિગતે પ્રાપ્ત થઇ છે
એટલે એ સત્ય છે એમ માનીને જ ચાલવું જોઈએ દરેકે !!!

✔ રા’ નવઘણના પુત્રો

• સત્રમાલજી – (ચુડાસમા શાખા )
• ભીમજી – (સરવૈયા શાખા )
• દેવધણજી – (બારૈયા ચુડાસમા શાખા )
• સાવધણજી – (લાઠીયા ચુડાસમા શાખા)
• રા’ ખેંગાર – (જૂનાગઢની ગાદી)

✔ આમાં રા’ ખેંગાર સૌથી નાના પુત્ર હતાં
દેખીતી રીતે એ રાજા સિદ્ધરાજ જયસિંહના સમકાલીન હતાં
અને લોકશ્રુતિ પ્રમાણે એ સિદ્ધરાજ જયસિંહના કટ્ટર દુશ્મન હતાં
ઈતિહાસ આની કેટલી સાક્ષી પુરાવે છે એ તો ઈતિહાસ જાણે !!!
તેમણે જુનાગઢના ઉપરકોટમાં નવઘણ કુવો અને અડીકડી વાવનું નિર્માણ કરાવ્યું હતું
જે આજે પણ ઉપરકોટ કે જૂનાગઢની જ નહિ પણ સમગ્ર સૌરાષ્ટ્રની શાન છે
સતી રાણકદેવી એ રા’ખેંગારની પત્ની હતાં
ઉપરકોટમાં રાણી રાણકદેવી મહેલ છે
એ કોણે બંધાવ્યો તો !!!

✔ રાણકદેવીની આખી વાત આ મહેલની આસપાસ જ ઘૂમે છે અને સિદ્ધરાજ જયસિંહની અને આ મહેલ એ કોઈ પણ કોઈ કિલ્લામાં હોય એવો મહેલ છે એમાં ખોઈ ખાસ વિશેષતા નથી
એક વિવાદ પુરાતત્વ ખાતાએ જરૂર ઉભો કર્યો છે
આ રાણી રાણકદેવી મહેલને એમણે જુમ્મા મસ્જીદ તરીકે ગણાવ્યો છે અને એની વિશેષતાઓના ગુણગાન ગાયા કર્યા છે અને એને ઇસવીસનની ૧૫મી સદીમાં બની હોય એવું જણાય છે એવું કહ્યું છે
આમેય ઈતિહાસ એમ કહેવાય છે અને એમ જણાય છે એવું કહીને છટકી જતો જ હોય છે
જેથી કોઈ એના પર આક્ષેપ ના મૂકી ના શકે
પણ જે મૂળમાં છે એને કેમ ઉવેખતાં હોય છે આ પુરાતત્વ ખાતાં વાળા ?
દેખી રીતે પુરાતત્વ ખાતાંને જ અનુમોદન મળતું હોય એમ લાગે છે
કારણકે એ રાણકદેવી નામધારી મહેલ પહેલાં હશે પછી ૪૦૦- ૫૦૦ વરસ પછી એમાં મસ્જીદ બની હોય એવું બની શકે !
ચુડાસમા વંશનો રાજ્ય શાસનકાળ દીર્ઘ હતો અને એ માત્ર જૂનાગઢમાં જ નહીં પણ સમગ્ર સૌરાષ્ટ્રના ખૂણે ખૂણે સુધી ફેલાયેલો હતો
આ ચુડાસમા વંશ એ આમ જોઈએ તો મેવાડના સિસોદિયા વંશ પછી બીજા નંબરે આવતો સુદીર્ઘ અવધિ ધરાવતો રાજવંશ છે આશરે ૫૩૨ વર્ષ …. લખાયું છે ખરું પણ યોગ્યરીતે એને હાઈલાઈટ નથી જ કર્યું !
રા’ખેંગારે બનાવેલા ઐતિહાસિક સ્મારકોના જો પુરાવાઓ મળી શકતાં હોય તો એ ઈમારતો જો આજે પણ અડીખમ ઉભી રહીને લોહચુંબકની જેમ આકર્ષી શકતી હોય તો આ રાણી રાણકદેવીનો આ કથિત મહેલ કેમ નહીં ?
ચુડાસમા વંશની એક ખાસિયત એ પણ રહી છે કે એમાં જુનાગઢ કેન્દ્રસ્થાને રહ્યું છે પણ એ રા’ નવઘણના પુત્રો જે જુદી જગ્યાએ રાજય કરતા હતાં કહો કે વહેંચણી કરી દીધી હતી
” બેટા તારે આ રાજગાદી સંભાળવાની છે અને તારે આ પરગણા પર રાજ્ય કરવાનું છે…..”
એમાં રા’ નવઘણ બીજો જે જૂનાગઢનો રાજા હતો તેના સૌથી નાનાં પુત્ર રા’ ખેંગાર પાસે જૂનાગઢની ગાદી સંભાળવાની જવાબદારી આવી
પિતાને જે વચન આપ્યું હતું એવી વાત જે કહેવાય છે
બસ ત્યારથી જ રાજા સિદ્ધરાજ જયસિંહ સાથેની દુશ્મનાવટના બીજ રોપાયાં હતાં એનો જ લાભ લોકશ્રુતિઓએ લીધો છે એવું સ્પષ્ટપણે જણાય છે
આમાં કરવામાં તેઓએ આ ત્રણે પાત્રો રા’ખેંગાર -રાણી રાણકદેવી અને રાજા સિદ્ધરાજ જયસિંહને પુરતો ન્યાય આપી શક્યાં નથી
કારણકે આ આખી વાત એ ઇતિહાસના પાયા વગરની જ છે
ક્યાંક ક્યાંક ઇતિહાસની અલપઝલપ માહિતી અવશ્ય પ્રાપ્ત છે પણ એ જ સત્ય છે એમ માની તો ન જ લેવાયને !
અમદાવાદનું નામ કર્ણાવતી રાખવું એ જે વિવાદ છે એવો જ આ વિવાદ છે
કારણકે અમદાવાદ તો લગભગ લગભગ ૬૫૦-૬૭૫ વર્ષ જુનું છે જયારે કર્ણાવતી તો ૧૦૦૦ -૧૧૦૦ વર્ષ પુરાણું
એવી જરીતે આ રાણકદેવી મહેલ એ ૯૦૦ વર્ષ પુરાણો છે અને મસ્જીદ ૬૦૦ વર્ષ પુરાણી
જો એ મસ્જીદ હોય અને જો એ મહેલ હોય તો
પણ ઇતિહાસમાં જે પહેલું હોય એનું જ નામકરણ અપાય બીજાનું નહીં !!!
આ વિવાદમાં સરકારે રાજપૂતોને જ સાથ આપવો જોઈએ
ભલે નામ તો નામ પણ એ બહાને રાણી રાણકદેવી આપણીસ્મૃતિઓમાં જળવાઈ તો રહેશે ને !!!
રાજપૂત સમાજની માંગણી એ છે કે –
રાણી રાણકદેવી મહેલ પણ લખ્યું છે અને જુમ્મા મસ્જીદ પણ લખ્યું છે તો એમાંથી જુમ્મા મસ્જીદ હટાવો
આમાં જુનાગઢની બાજુમાં આવેલા અને સૌરાષ્ટ્રના રાજપૂતોની શાન સમા કેશોદના રાજપૂતોએ રીતસરનો વિરોધ શરુ કરી દીધો છે
અને સરકારને એમ પણ કહ્યું છે કે અહીં જે પુરાતત્વ ખાતાનું પાટિયું છે એમાંથી જુમ્મા મસ્જીદનું નામ હટાવો અને રાણી રાણકદેવીનું નામ એકલું રાખો

✔ આમ તમે સમજી ગાયને હું શું કહેવા માંગું છું તે !!!
જી ……. હા ……. હું સુરંગની જ વાત કરું છું
જેને કેન્દ્રમાં રાખીને આખી વાર્તા રચવામાં આવી છે
હવે પ્રશ્ન એ મનમાં ઉદભવે કે જો રા’ ખેંગારની સાલવારી ૧૦૯૮ થી ૧૧૧૪ હોય તો
સિદ્ધરાજ જયસિંહે ૧૨ વર્ષનો ઘેરો નાંખ્યો હોય તો
રા’ખેંગારે આ મહેલ અને આ કહેવાતી સુરંગ બનાવી કઈ સાલમાં ?
કોઈ પણ રાજા રાજગાદીએ આવે એટલે પ્રથમ જ વર્ષમાં કઈ લગન નથી કરી લેતો
લગન પછી પ્રથમ બાળક એક વરસ પછી થાય અને બીજું એનાં એક વરસ પછી
હવે આપણે માની લઈએ કે રા’ખેંગાર ગાદીએ આવ્યો સન ૧૦૯૮માં
લગ્ન કર્યું ૧૦૯૯ માં
પ્રથમ પુત્ર થયો ૧૧૦૦ માં
બીજો પુત્ર થયો ૧૧૦૧માં
તો પછી મહેલ કઈ સાલમાં બંધાવ્યો ?
આ સાલવારી શક્ય તો છે જ
કારણકે જો આપણે એવું માનીને ચાલીએ સન ૧૧૦૨થી સન ૧૧૧૪ એ બાર વરસ તો થાય જ છે
જે તર્કસંગત તો છે જ તો પછી વઢવાણમાં રાણી રાણકદેવી સતી થયાં હોય ઇસવીસન ૧૧૧૪માં
એની કેમ કોઈ ચોક્કસ સાલવારી પ્રાપ્ત નથી થતી કે વઢવાણમાં કે ત્યાં જ સ્થિત અતિપ્રખ્યાત રાણકદેવીના મંદિરમાં !!!!
રાણકદેવીએ પોતે મંદિર બંધાવ્યું જ નથી કારણકે એ મંદિરની શૈલી એ વિજયનગર પોળો ફોરેસ્ટ અને વિરમગામના મીનળસર સરોવરમાં જે ૧૦૦૦ દેરાં છે તેની સાથે મેળ ખાય છે
આ બાબતમાં કોઈનું ધ્યાન કેમ નથી ગયું હજી સુધી ?
એનો અર્થ એ થાય કે અ મંદિર રાણકદેવીએ નથી બંધાવ્યું
કદાચ સતી થઇ ગયાં પછી રાણકદેવીની યાદમાં રાજા સિદ્ધરાજ જયસિંહે બંધાવ્યું હોય !!!
ગુજરાતની અતિપ્ર્ખ્યાત વાવો સાથે આ વાત સંકળાયેલી છે જેમાં ઉડીને આંખે વળગે એવું નામ હોય તો એ મહમૂદ બેગડાનું છે (અડાલજની વાવ )
નિષ્કર્ષ એ કે સાલવારી શક્ય છે પણ ૧૨ વરસનો ઘેરો નહીં
કારણકે જૂનાગઢનો ઈતિહાસ આવા ઘેરાની સાક્ષી નથી પુરતો
એનું પ્રમાણ એ કે —– રા ખેંગારે ઉપરકોટમાં જ રાનવઘણ કુવો અને અડીકડીની વાવ બંધાવી કઈ સાલમાં ?
રાણી રાણકદેવી નો મહેલ જુદો અને દૂર છે
અરે ભાઈ ……. દરેક કિલ્લામાં રાણી મહેલો – રાણી આવાસો જુદા જ હોય છે
જે અહીં પણ એવું જ છે !!!!
સવાલ માત્ર સુરંગમાં કરાતી આવ -જા નો છે
જે વાત જ આ રાણકદેવીની વાતમાં કેન્દ્રસ્થાને છે
એમાં આવતાં દેવલ અને વિશલ નામનાં પાત્રો આ કથાના ખલનાયકો છે- વિશ્વાસઘાતી છે – દગાબાજ છે
આને મહત્વ આપવામાં રાજા સિદ્ધરાજ જયસિંહને અન્યાય કરવાની ભૂલ સૌ કરી બેઠાં છે !!!

✔ એક પ્રશ્ન મનમાં એ ઉદભવે છે કે રા’ ખેંગારે રા, નવઘણ કુવો અને અડીકડીની વાવ બંધાવી બરાબર
એનો અર્થ એ થાય કે રા’ ખેંગાર પણ ઉપરકોટમાં જ રહેતો હતો
એ જૂનાગઢમાં નહોતો રહેતો અને ત્યાંથી અહીં આવજા નહોતો કરતો
ઉપરકોટમાં ક્યાંય પણ ખેંગાર મહેલ નથી
જો એ સુરંગ વાટે રાણી રાણકદેવીને મળવા જતો હતો તો એ જતો હતો ક્યાંથી ?
કોઈને જો ખબર હોય તો કહેજો જરા મને !!!
ઉપરકોટમાં કે જૂનાગઢમાં ક્યાંય પણ રા’ખેંગારનો મહેલ નથી, નથી અને નથી જ !!!
જો યુદ્ધ થયું હોય તો કિલ્લાને નુકસાન થયું હોય
આ ઉપરકોટનો કિલ્લો કિલ્લો સુરક્ષિત છે
દગાથી બધું શક્ય છે
આવી ઘટના ત્યાર પછીના ૨૦૦ – ૨૫૦ વરસમાં આવી રીતે જ બની છે
બની શકે કે મલિક મહંમદ જાયસીના પદમાવતથી પ્રેરાઈને કોઈએ આવી લોકશ્રુતિ અહી પણ ઉભી કરી હોય
“પદ્માવત” ઇસવીસનની ૧૬મી સદીમાં રચાયું છે
અલ્લાઉદ્દીન ખીલજીએ ગુજરાતમાં મહાવિનાશ કર્યો ત્યારે ગુજરાતે પોતાની રહીસહી આબરૂ બચાવવા આવું ફળદ્રુપ ભેજું દોડાવ્યું હોય
કારણકે આ જ અરસામાં થયેલા “અસાઈત”ની વાત પણ ખીલજી સાથે સંકળાયેલી છે
એક ભવાઈ વેશ પણ સધરા જેસંગનો વેશ પણ ભજવાતો હતો
કદાચ એ પહેલાં લોકશ્રુતિ અસ્તિત્વમાં આવી હોય એવું પણ બને !!!

✔ અતિ મહત્વનો પ્રશ્ન – શું રા ખેંગાર એ સહદેવ જ્યોતિષી હતો તે એને પહેલાં ખબર પડી ગઈ હતી કે
યુદ્ધ થવાનું છે અને પોતે મરાવાનો છે અને રાણીને બચાવવાની છે
આવું કૈંક બનવાનું છે એનો અણસાર શું ખેંગારને પહેલેથી હતો કે શું ?
જે બન્યું એનો ઇતિહાસમાં ઉલ્લેખ તો છે જ નહીં
નથી કોઈ રા ખેંગાર કે રાણકદેવીના ફોટા
રાણક દેવી નામની રાણી હતી અને જે સતી થઇ હતી
આંની સત્યતા તો ઇતિહાસકાર અને સાહિત્યકારોને જ ખબર પડે !!!!
અતિ મહત્વની વાત ખેંગારના મૃત્યુપછી રાજા સિદ્ધરાજ જયસિંહે ૨૮ વરસ જેટલાં દીર્ઘકાલ સુધી રાજ્ય કર્યું છે એટલે કે સન ૧૧૪૨ સુધી !!!

✔ આ દરમિયાન એટલે કે રા’ખેંગારના મૃત્યુ પછી જુનાગઢ સન ૧૧૧૪થી ૧૧૨૫ સુધી જુનાગઢ રાજ્ય એ સોલંકીયુગના તાબામાં હતું
પણ પછી રા’ નવઘણ ત્રીજો રાજગાદીએ આવ્યો જેને જુનાગઢ જીતીને પાટણને ખંડણી ભરીને રાજ્ય કર્યું
જુનાગઢ જીતવામાં રા’નવઘણ ત્રીજાને સાથ આપ્યો હતો મામા જેઠવા નાગજી અને મંત્રી સોમરાજની મદદથી ફરી પાછું જુનાગઢ જે સોલંકી યુગ એટલે કે રાજા સિદ્ધરાજ જયસિંહના તાબા હેઠળ જતું રહ્યું હતું તેને જીતી લીધું
પણ તોય એ પાટણ એટલે કે રાજા સિદ્ધરાજ જયસિંહને ખંડણી ભરતાં હતાં
આનો શું અર્થ કાઢવાનો આપણે ?
એક મહત્વની જાણકારી આપી દઉં કે રા’ નવઘણ અને રા” ખેંગાર અગાઉ ઇસવીસન ૧૦૧૦ થી ૧૦૨૫ જુનાગઢ એ સોલંકી યુગના તાબામાં હતું
આ જુનાગઢ અને પાટણ વચ્ચેનું વેર એ તો એનાથીય પહેલાનું છે એ આપણને છેક જ્યારથી જુનાગઢના ચુડાસમા વંશના રાજાઓએ “રા”ની ઉપાધી મેળવી ત્યાં સુધી લઇ જાય છે
“રા”ની ઉપાધી મેળવનાર પ્રથમ રાજા હતો —–રા’ ગ્રહરિપુ
મિત્રતા અને પછી દુશ્મનાવટની શરૂઆત અહીંથી જ થાય છે
જો”રા”ની ઉપાધિને કેન્દ્રસ્થાને રાખીને આપણે જો વાત કરવાની હોય તો એમ જરૂર કહી શકાય કે જૂનાગઢમાં ચુડાસમા વંશની શરૂઆત રાજા રા’ગ્રહરીપુથી થઇ છે એમ કહી શકાય
જયારે આની પહેલાં પણ રાજાઓ થયા તો હતાં જ પણ “રા”ની ઉપાધિને લીધે જ આ રાજાનું મહત્વ વધ્યું
ચુડાસમા વંશનો પ્રથમ રાજા હતો ચુડચંદ્ર (ઇસવીસન ૮૭૫થી ઇસવીસન ૯૦૭)
જો કે આ રાજાનો નબર આ યાદીમાં છેક ૧૪૦મો છે
પણ જે સાલવારી પ્રાપ્ત થઇ છે એ તો રાજા ચૂડચંદ્રથી જ થઇ છે
હવે એજ આના સ્થાપક છે કે બીજાં કોઈ એતો ખબર નથી પણ સાલવારી અહીંથી પ્રાપ્ત થઇ છે એટલે આપણે એમ માનીને ચાલવું જોઈએ કે ચુડાસમા રાજવંશની શરૂઆત અહીંથી થઇ હશે
જો કે આ સલાવારીના ગુજરાતી સાહિત્ય કે રાજપૂત ઈતિહાસ એટલે કે લિખિત ઈતિહાસ સિવાય કોઈ સાક્ષ્ય પ્રમાણ મળતું નથી !!!
પણ એ ખોટું જ છે એવું પણ માની તો ના જ લેવાય ને !!!
સવાલ એ છે કે જ્યાં બધું સરખું ચાલતું હતું અને સૌ એક હતાં તો આ દુશ્મનાવટ ઉભી ક્યાંથી થઇ ?
જેનો જવાબ આ છે ——-

✔ આ રાજાની વાત કરીએ એ પહેલાં આની પહેલાના રાજાઓ વિષે પણ જાણી જ લેવું જોઈએ
રાજા ચૂડચંદ્રની સાલવારી તો આપણે જોઈ
હવે એ પછીના રાજાઓની સાલવારી પણ જોઈ લઈએ – જાણી લઈએ
રાજા ચુડચંદ્ર પછી એમનો પુત્ર હમીર રાજગાદી પર બેઠો હતો
ત્યાર પછી મુલરાજ અરે એ મુલરાજ સોલંકી નહીં આ ચુડાસમા વંશનો રાજા છે એ ગાડીએ બેઠો
એમની સાલવારી છે ( ઇસવીસન ૯૦૭થી ઇસવીસન ૯૧૫)
જે હમીરનો જ પુત્ર હતો પણ એવું કોઈ ઠોસપૂર્વક નથી કહી શકતું!
કારણ પુરાવાનો અભાવ !!
આ રાજા એ જૂનાગઢની નહિ પણ વંથલીની રાજગાદી પર બેઠાં હતાં
આ મૂળરાજે સિંધ પર ચડાઈ કરીને કોઈ સભાકુળના રાજાને હરાવ્યો હતો
સાક્ષ્ય પ્રમાણ નથી જ એનું
આ એક વાત છે માત્ર !!!
ત્યાર પછી વિશ્વવરાહ (ઇસવીસન ૯૧૫થી ૯૪૦) રાજગાદી પર બેઠાં હતાં
તેઓ મુળરાજનાં પુત્ર હતાં કે નહિ તે તો ખબર નથી કે કોના પુત્ર હતાં તેની પણ ખબર નથી પણ એ રાજગાદીએ બેઠાં હતાં !!!
આ વિશ્વવરાહે નાલિસપુર રાજય જીતીને સૌરાષ્ટ્રનો લગભગ અમસ્ત ભૂભાગ જીતી લીધો હતો
હવે આવે છે રાહ રા’ ગ્રહરિપુ (સન ૯૪૦-૯૮૨ )
એમના નામ – ગ્રહાર /ગ્રહરિપુ/ ગ્રહરસિંહ /ગારિયો
“રા”/”રાહ” પદવી ધારણ કરવાંવાળા પ્રથમ રાજા (મહારાજા / રાઓલ/ જામ જેવી પદવીઓ આ રાજાના નામ પહેલાં લગાડવામાં આવતી હતી
કચ્છના રાજા લાખા ફુલાણીના મિત્ર
મુલરાજ સોલંકી, રા’ ગ્રહરિપુઅને જામ લાખા ફુલાણી એ સમકાલીન હતાં
આ દરમિયાન એક યુદ્ધ થયું હતું – આટકોટનું યુદ્ધ
જે સન ૯૭૯માં થયું હતું !!!
આ યુદ્ધ એ મુલરાજ સોલંકી અને રા ગ્રહરિપુ અને જામ લાખા ફુલાણી વિરુદ્ધ હતું
તેમાં જામ લાખા ફુલાણીનું મૃત્યુ થઇ ગયું અને આમ એમના સૈન્યની હાર થઈ
દેખીતી રીતે જ રાજા ગ્રહરિપુની પણ હાર થાય
અને આમ જુનાગઢ જે સ્વતંત્ર એક સૌરાષ્ટ્રનું વિશાળ રાજય-સામ્રાજ્ય હતું તેમણે પાટણનું સાર્વભૌમત્વ પરાણે-કમને સ્વીકારવું પડ્યું હતું
હવે આ રાજાઓ સમકાલીન હતાં પણ મિત્રો હતાં એ વાતનો તો યુદ્ધની વાતથી છેદ જ ઉડી જાય છે
એક જ વાત ફલિત થાય છે કે તેઓ માત્ર સમકાલીન હતાં
યુદ્ધ થયું હતું કે નહીં એ માટે પણ આપણે ફરીથી ઇતિહાસના પાનાં જરૂર ઉથલાવવા પડશે જ !!!
રા’ ગ્રહરિપુ પછી એમનો પુત્ર રા “કવાંટ ( ઇસવીસન ૯૮૨થી ઇસવીસન ૧૦૦૩) રાજગાદી પર બેઠાં
રા ‘ કવાંટ એ બહુજ દયાળુ રાજા હતાં એમણે મુલરાજ સોલંકીને આટકોટના યુધમાં મદદ કરનાર આબુના રાજાને એમના મામા ઉગા વાળાને પકડીને જુનાગઢ લઇ આવ્યાં
પણ રા ‘ કવાંટે એમને માફી આપીને છોડી દીધાં આનાથી રા ‘ કવાંટ અને મામા ઉગા વાળા વચ્ચે મતભેદ થયો અને એ બચ્ચે યુદ્ધ થયું જેમાં ઉગા વાળાનું મૃત્યુ થયું
ત્યાર પછી રા’ દિયાસ ( ઇસવીસન ૧૦૦૩-૧૦૧૦)એ રાજગાદી સંભાળી

✔ અત્યાર સુધીના સમયગાળા દરમિયાન જુનાગઢ અને પાટણની દુશ્મનીએ કટ્ટરતાનું સ્વરૂપ લઇ લીધું હતું
પાછું પાટણના સોલંકી યુગના દુર્લભસેન સોલંકીએ જુનાગઢ પર આક્રમણ કરી દીધું
જૂનાગઢનો ઉપરકોટ તો આજે પણ અજેય દુર્ગ જ ગણાય છે
એટલા માટે દુર્લભસેને રા’ દિયાસનું મસ્તક કાપીને જે લાવી આપે એને મોટું ઇનામ આપશું એવી લાલચ આપી
રા’ દિયાસના દેશદ્રોહી ચારણ બીજલે આ બીડું ઝડપ્યું અને રા’દિયાસે હસતાં હસતાં પોતાનું મસ્તક કાપીને એ ચારણના હાથમાં આપી દીધું
ત્યાર પછી ઇસવીસન ૧૦૧૦ થી ૧૦૨૫ જુનાગઢ અને વંથલી એ સોલંકીયુગના તાબામાં રહ્યાં હતાં

✔ આ સમયની વાતો એટલેકે લોકશ્રુતિઓએ માજા જ મૂકી છે
કલ્પનાની રંગપુરણી અને સૌરાષ્ટ્ર-જૂનાગઢની પ્રશસ્તિ માટે એમને સોલંકી યુગને નીચો ઉતારવામાં કોઈ જ કસર નથી છોડી
આ વાતો એવી છે કે જેને ઇતિહાસ અનુમોદન નથી આપતું માત્ર પોતાનાં મનની તસલ્લી માટે લખી હોય એવી જ છે
વીકીપીડીયા ગુજરાતીએ પણ જોરશોરથી આવી જ વાતોને વધારેને મહત્વ આપ્યું છે
જેનો મૂળ ઈતિહાસ સાથે સ્નાનસૂતકનો ય સંબંધ નથી
વિકિપીડિયા અંગ્રેજી અને વિકિપીડિયા હિન્દીએ આવી વાતો નથી જ પ્રસરાવી
કે કેટલીક જાણીતી ઇતિહાસની સાઈટોએ પણ આને મહત્વ નથી જ આપ્યું

✔ એ વાત કઈ છે ને કેવી છે એ હું ફેસબુકમાં જે વાત પ્રસરાવવામાં આવી છે તે અહીં કોપી પેસ્ટ કરું છું
એ રાજ્ય સંભાળ્યુ .રા’દાશાજીના રાજ દરમ્યાન “દુર્લાબ્રજ સોલંકી” વમનસ્થલી રાજ્ય પર હુમલો કર્યો.પણ રા’દાશાજીએ સામનો કર્યો અને ઉપરકોટના કીલ્લામાં સંતાઈ ગયા
પણ દુર્લાબ્રજ સોલંકીએ નીચ્ચે આવવાનો ઈંતજાર કર્યો.
અંતે રા’દાશાજી હારી ગયા અને વમનસ્થલી પર અણહીલવાલના સોલંકીનો કબ્જો થયો.”રા’દાયાજીનો યુધ્ધમાં મૃત્યુ થયુ.
તેનો એક વરસનો દિકરો એટ્લે રા’નવઘણ. ગુજરાતનાં સોલંકીવંશના રાજા “દુર્લભસે”ની રાણીઓ કાઠિયાવાડની જાત્રાએ નીકળે છે.
દામોકુંડમાં સ્નાન કરવાનો વેરો જૂનાગઢના રાજવી રા’ડિયાસે માંગતા રાણીઓને માઠું લાગ્યું અને સ્નાન કર્યા વિના પાટણ પાછી ફરી.
અપમાનનો બદલો લેવા દુર્લભસેને જૂનાગઢ પર ચડાઈ કરી,
પણ દિવસો સુધી મથવા છતાં ગઢનો કાંગરો ય ખેરવી શક્યો નહીં. છેવટે એક “ચારણ”ને જૂનાગઢના મહેલમાં રા’ નું માથું દાનમાં માગી લેવા મોકલ્યો.
રા’ એ હરફ પણ ઉચ્ચાર્યો નહિ અને કવિરાજને માથું ઉતારી આપ્યું.
આમ, સોલંકીઓએ કપટથી રા’ડિયાસને મારી જૂનાગઢ હાથ કર્યું, જેથી રા’ની તમામ રાણીઓએ આત્મવિલોપન કર્યું. તેમાંની“સોમલદે” નામની રાણી મરતાં પહેલા પોતાનાં નાના બાળકને એક વડારણ બાઈને સોંપતી ગઈ.
આ બાળક એ જ નવઘણ – રા’ ના કુળનો છેલ્લો વંશજ. પેલી વડારણ બાઈ જેમ તેમ કરીને બાળ નવઘણને બોડીદર ગામના “દેવાયત આહીર” પાસે પહોંચાડે છે.
દેવાયતને નવઘણની એ જ ઉંમરનાં બે સંતાન છે – દીકરો “વાહણ” અને દીકરી “જાહલ”.
સોલંકીઓનો કેર હોવાં છતાં બહાદુર આહીર દંપતિ નવઘણનેસ્વીકારે છે. હવે બે ને બદલે ત્રણ સંતાનો દેવાયતના ઘરમાં ઉછરે છે.
સમય પસાર થતો જાય છે.
ત્રણેય બાળકો માનો ખોળો મૂકી ફળીમાં રમતા થાય છે.
લાલચના માર્યા, કે અદાવતની દાઝે એક પંચોળી આહીરે ખુટામણ કર્યું હતું અને વાત છતી થાય છે.
ગામના ચોકમાં તમામ આહીરોને એકઠા કરી સોલંકીઓનો થાણેદાર એક-એકને પૂછે છે કે “સાચે જ દેવાયતના ઘરમાં રાજનો દુશ્મન ઉછરી રહ્યો છે?”.
વફાદર આહીરો મગનું નામ મરી પાડતા નથી. આખરે દેવાયતને બોલાવી થાણેદાર એને જ પૂછે છે,
અને સૌનાં આશ્ચર્ય વચ્ચે દેવાયત આ વાતની પુષ્ટિ કરતાં કહે છે –
“મારે તો રાજભક્તિ દેખાડવી હતી. ડિયાસનો દીકરો મારે ઘરે ઊછરતો નથી.
પણ કેદમાં રાખેલ છે. એ મોટો થાત એટલુ હું મારી જાણે જ દોરીને એની ગરદન સોળંકીયુંને સોંપી દેત.
હું સોળંકીઓનો લૂણહરામી નથી.”
પછી તો ઘરે પત્ની પર કાગળ લખી દેવાયત નવઘણને તેડાવે છે. કાગળમાં લખે છે – “રા’ રાખીને વાત કરજે”.
“રા’ રાખીને વાત કરજે” – સોરઠી ભાષાના આ કોયડાને ગુજરાતનાં સોલંકીઓ પકડી ન શક્યા, પણદેવાયતની પત્ની બધું જ સમજી ગઈ.
હૈયા પર પથ્થર મૂકીને એણે પેટના દીકરા વાહણને તૈયાર કરીને મોકલ્યો.
નાનકડા વાહણને જોતાં જ આખો આહીર ડાયરો દેવાયતની સ્વામી-ભક્તિ પર ઓવારી ગયો.
ખુદ બાપના હાથે દીકરાની સોલંકીઓએ કતલ કરાવી. મર્યો છે એનવઘણ જ છે એ વાતની ખરાઈ કરવા,
તેમેણે મૃત દીકરાની આંખો પર ઉઘાડા પગે આહીરરાણીને ચાલવાની ફરજ પાડી! પતિ-પત્નીએ હસતા મોંએ પુત્રનું બલિદાન આપી
રા’ ના કુળદીપકને જલતો રાખ્યો!——————————————————————–રા’નવઘણની વાત અહીં પસંદ કરવા પાછળનો હેતુ એ જ છે.
આ વાતની સાથે સંકળાયેલી જે વાત ઓછી જાણીતી છે તે એ કે કેટલાય વર્ષ સુધી વાહણના મૃત્યુ વિશે એક આંસુ ન પાડનાર આહિરાણીએ જ્યારે રા’નવઘણ જુનાગઢનો રાજા બને છે
ત્યારે વર્ષો પછી પોકે પોકે રડે છે અને વાહણના મરશિયા ગાય છે. આહિરોમાં ત્યારથી બંગડી કે સેંથાનો કોઈ રિવાજ રહ્યો નથી.
ત્યારથી કાળુ કાપડુ પહેરીને સતત આહિર સ્ત્રીઓ વાહણનો શોક મનાવે છે,
તેમની એ વેશભૂષાની પાછળ રહેલા આ સત્યની કથની આપણી દરેક વાત, દરેક પ્રથા પાછળના ઉંડા ઇતિહાસની સાક્ષી પૂરે છે.
રા’નવઘણે ૨૪ વર્ષ રાજ કર્યુ ત્યાર પછી તેનો પુત્ર “રા’ખેંગાર” આવ્યો. રા’ખેંગારે ૨૩ વર્ષ શાંતીથી રાજ કર્યુ પણતેના છેલ્લા વર્ષે પાટણના સોલંકી રાજા”સિધ્ધરાજ જયસિહ” જે રાણક્દેવીને પરણવા માગતો હતો
પણ રાણક્દેવી રા’ખેંગાર સાથે લગ્ન કરી લીધા તેનુ વેર લેવા માટે સિધ્ધરાજ જયસિહે વામનસ્થલી પર આક્રમણ કર્યુ.
રા’ખેંગારયુધ્ધના પરીણામ સુધી ના જીવ્યા પણ તેનો બહાદુર પુત્ર રા’ખેંગાર-૨(બીજા)એ સામનો કર્યો
પણ આખરે સિધ્ધરાજ જયસિહનો વિજય થયો તેને રા’ખેંગાર-૨ અને તેના પુત્ર્નો વધ કર્યો
અને રાણક્દેવીએ ફરીથી સિધ્ધરાજજયસિહનો અસ્વિકાર કર્યો અને આજના સુરેંદ્ર્નગર જીલ્લાના વઢ્વાણ પાસેના ભોગાવો માં સતી થયા.
સિધ્ધરાજ જયસિહે વાયસરોયની નિમુણક કરી પણ જુનાગઢ્ની જનતાએ બળવો કરી રા’નવઘાણ-૩ ને બેશાડી દીધો.—————————

✔ આ હતી આપણી એ વાત અને આ છે ગુજરાતી સાહિત્ય
જે વાંચવામાં તો બહુ જ સારું છે સાથે સાથે સાહિત્યનુ સ્તર પણ ઉન્છું લાવે છે એમાં બે મત નથી જ
પણ આને જ સાચી વાત માની લેવાની ભૂલ ઈતિહાસ કે ઈતિહાસકારો કે ઇતિહાસ રસિકો નથી કરતાં એ સનાતન સત્ય છે
આ કોપી પેસ્ટ લખાણમાં અનેક ભાષાકીય ભૂલો છે
પણ મેં સુધારા વધારા કાર્ય વગર જેવું છે તેવું જ પીરસ્યું છે જેથી કરીને તમને ભાષાની ભૂલ અને વિગતદોષની ખબર તો પડે !!!
ઈતિહાસ વિષયક લેખો આવી વાતના સહારાના મોહતાજ નથી !!!
આમેય ઈતિહાસ પર કોઈ એક વંશ કે કોઈ એક કોમનો ઈજારો નથી
તે સાનમાં સમજી જવાની વાત છે
જેટલું જલ્દીથી સમજો એટલું સારું છે નહીંતર લોકોને ઈતિહાસમાંથી રસ ઉડી જશે !!!

✔ આવી વાતો અને સાંકળી લેવામાં આવતી વિષે મેં થોડું પિષ્ટપેષણ કર્યું છે
જે હું અહી મુકું છું
તમારી ઈજાજત હોય તો પણ અને ના હોય તો પણ
હુ કેર્સ !!!

✔ કેટલાંક અતિહાસિક તથ્યો કે લોક શ્રુતિઓ પ્રમાણે ચુડાસમા રાજવંશના રાજાઓ અને મુસ્લીમો સાથેના સંઘર્ષની શરૂઆત રા’ માંડલિક (ઇસવીસન ૧૨૬૦-૧૩૦૬) દ્વારા થઇ હતી
કારણકે રેવાકુંડના શિલાલેખમાં એને મુસ્લિમો પર વિજય પ્રાપ્ત કરનારો ચિતરવામાં આવ્યો છે
આવું હું નથી કહેતો
રાજપૂતોની ઓથેન્ટિક ઇતિહાસની સાઈટ “રાજપુતાના ઈતિહાસ ” કહે છે
બસ આ સમયથી રાજપૂતોના સંઘર્ષ શરુ થયાં તે છેક ઔરંગઝેબ અને શાહ આલમ સુધી ચાલ્યા
આમાં કેટલું તથ્ય એ તો રામ જાણે
પણ રા’ માંડલિક પછી આવતાં રા નવઘણ ૪ ( આ નામ સાથે સેજકજી ગોહિલ અને એમના પુત્ર અને મામાનું નામ જોડાયેલું છે )એમણે મુસ્લિમો સાથે યુદ્ધ કરેલું અને તેઓ સૌ વીરગતિને પ્રાપ્ત થઇ ગયાં હતાં
( આ રાણપુરમાં થએલું યુદ્ધ જેમાં રાણજી ગોહિલે મુસ્લિમોની સેનાને હરાવી ખદેડી મુક્યા હતાં
પણ પાછાં ફરતાં સમયે રાણજીના સૈનિકોએ પોતાનો દ્વાજ નીચે મૂકી દીધો હતો મહેલની ઉપરથી રાણીઓએ ધ્વજને નીચે પડતાં જોઇને કુવામાં પડી જઈને
રાણજીનું મૃત્યુ સમજીને કુવામાં પડી જઈને પોતાની વિશ્વાસુ દાસીઓ સાથે જૌહર કરી દીધું
આ જોઇને રાણજી એકલાં પાછાં જઈને મુસ્લિમ સેના પર તૂટી પડયા અને તેઓ વીરગતિને પ્રાપ્ત થયાં
આ વાત ઈતિહાસ કથાઓ અને શૌર્ય કથામો જ આવી છે
ઇતિહાસમાં એને સ્થાન પ્રાપ્ત થયું નથી
આ અને આવી અનેક વાતો ગુજરાતના મૂર્ધન્ય સાહિત્યકારો અને કટારલેખકો અને સોશિયલ મીડિયા જ આને પ્રાધાન્ય આપે છે
ઈતિહાસ તો નહીં જ —– ઈતિહાસ તો ગાઉઓ દૂર જ છે !!!
કારણકે આવી વાતબિલકુલ ડીટ્ટો ટુ ડીટ્ટોએ રણથંભોરના રાજા અને પૃથ્વીરાજ ચૌહાણના સંબંધી એવા રાજા હમીર ચૌહાણ સાથે સંકળાયેલી છે
અલ્લાઉદ્દીન ખીલજીએ વિશ્વવિક્રમી ઘેરો પણ અહીં જ નાખ્યો હતો
જગવિખ્યાત સ્વયંભુ ત્રિનેત્ર ગણેશજીનું મંદિર પણ અહીં જ છે
આજ શ્રી ગણેશજીએ હમીર ચૌહાણને પ્રગટ થઈને દર્શન આપીને અલ્લાઉદ્દીન સાથે લડવાની પ્રેરણા આપી હતી
હમીર ચૌહાણનો સમયગાળો પણ મળતો આવે છે ——- ઇસવીસન ૧૨૮૨થી ઇસવીસન ૧૩૦૧
સૌરાષ્ટ્રનું એક સૌન્દર્ય સ્થાન છે ઉપલેટા ત્યાં પણ આ ચુડાસમા વંશનું આધિપત્ય હતું
ત્યાં પણ આવું જ એક સ્વયંભુ ત્રિનેત્ર ગણેશ મંદિર છે
રણથંભોરમાં જેમ ગણેશજીને વિઘ્નો દુર કરવાં પત્રો લખાય છે તેમ અહીં પણ પત્રો લખાય છે
જો કે ઐતિહાસિક ઉલ્લેખ અને વિશ્વવિક્રમ રણથંભોરને નામે છે
એક જ સમયમાં બે જગ્યાએ એક જ સરખી ઘટનાઓ કઈ રીતે બની શકે ?
ઈતિહાસ આવી સામ્યતાને માન્યતા નથી આપતો !!!
જે ઘટના જે તે સ્થળ સંકળાયેલી છે તેને જ મહત્વ અપાય બીજાં સ્થળે નહિ જ
જોકે ના બને એવું તો સાવ નથી જ
પણ જૌહર શબ્દ એ રાજસ્થાનની જ દેન છે એ આપણે ના જ ભૂલવું જોઈએ કયારેય પણ !!!
મુસ્લિમ આક્રમણમાં પણ સોરઠી કથાઓ મૂળ વાત છુપાવે છે તે છે અલ્લાઉદ્દીન ખીલજીની
અલ્લાઉદ્દીન ખીલજીએ ગુજરાતમાંથી રાજપૂતોને વીણી વીણીને ખતમ કર્યા હતાં
એ વાતને છુપાવવા અને પોતાની નાલેશી છાવરવા જ આવી કથાઓએ જન્મ લીધો છે
અલાઉદ્દીન ખીલાજીનો સમયગાળો છે – સન ૧૨૯૬ થી સન ૧૩૧૬
જે રા’ માંડલિક અને રાણજી ગોહિલ સાથે મેળ ખાય છે
રા’ નવઘણ -૪ નો સમયગાળો છે ઇસવીસન ૧૩૦૬થી ૧૩૦૮ !!!
એકનામ ચુડાસમા વંશમાં મહત્વનું છે એ છે રા’ મહિપાલ ૩નું
કારણકે એ રાજાએ સોમનાથ મંદિરની પુન:સ્થાપના કરી હતી
તેમનો સમયગાળો છે સન ૧૩૦૮થી સન ૧૩૨૫
આજ ગાળામાં સોમનાથ મંદિર અલ્લાઉદ્દીન ખીલજીએ લુંટ્યું હતું- તોડયું હતું એમ ઈતિહાસ તો નથી કહેતો પણ ઈતિહાસ કથાઓ એમ કહે છે !!!
પછી આવ્યો રા ખેંગાર -૪
જેમણે ગુજરાતમાંથી મુસ્લિમ થાણાઓ સમાપ્ત કર્યા
એની પણ વાતો લોકશ્રુતિઓમાં વહેતી થઇ છે !!!
ત્યાર પછી પણ મુસ્લિમો સાથેના સંઘર્ષો ચાલુ જ રહ્યાં ક્યારેક દિલ્હીના શાસકો સાથે તો ક્યારેક અમદવાદના અહમદશાહ કે મહમૂદ બેગડા સાથે
તોય ચુડાસમા વંશાવલી ચાલુ જ હતી તે છેક રા માંડલિક ૩ સુધી
રા માંડલિક ૩ ઇસવીસન ૧૪૫૧થી ઇસવીસન ૧૪૭૨ રાજગાદી પર બેઠાં હતાં
રા’ માંડલિક ૩ એ જૂનાગઢના અંતિમ હિંદુ શાસક હતાં !!!

✔ એકસરખી ઘટનાઓ બની નથી તેને જોડી દેવામાં આવી છે એ પ્રસ્થાપિત કરવાં જ મેં આ વાત અહીં કરી છે
આ આખી વાતમાં એ ખબર નથી પડતી કે સૌરાષ્ટ્ર તો આમેય વીરોની ભૂમિ છે
મૂર્તિઓ- પાળીયાઓ -ખાંભીઓ – શિલ્પકૃતિઓ – સ્તંભોની આગવી વિશેષતા તેમજ એક અલગ ઓળખાણ છે
તેમ છતાં સદીઓથી ચાલી આવતી દુશ્મ્નાવટને પોષવા અને પોતાને એમનાથી મુઠી ઊંચેરા બતાવવામાં સોલંકીયુગને લાંછન લગવવાનું ઘોર પાપ કરી બેઠાં છે
પણ એક વાત જ ખૂંચે છે તે એ કે સોલંકી યુગ અને એમાય સિદ્ધરાજ જયસિંહને ખરાબ ચીતરવાનું અને એમની છબી ખરડાવ્વાનું !!!
બની શકે તો આવું ના કરતાં હવેથી કોઈ
કાં તો વાર્તા તરીકે મુકો અને કાં તો ઈતિહાસ તરીકે મુકો
પણ જે કઈ લખો કે મુકો એમાં સ્પષ્ટ બનો એટલી જ મારી વિનંતી છે
જાણું છું આ લખાણ કોઈને ગમશે નહીં અને કોઈ એને વધાવશે નહીં
પણ સ્પષ્ટ છું અને સ્પષ્ટ જ રહીશ
“મારે ગમા- અણગમા જેવું કશું ના “
સ્વીકારવાની હિંમત હોય તો સ્વીકારજો નહીં તો હરિ હરિ
!! જય જય ગરવી ગુજરાત !!
!! જય હિન્દ !!
!! જય શ્રી રામ !!

– જન્મેજય અધ્વર્યુ

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.