The Play | ડોક્ટર ફોસ્ટસ – ક્રિસ્ટોફર માર્લો

Christopher Marlowe - Doctor Faustus - Play - Janmejay Adhwaryu - Sarjak.org.jpg

વિશ્વના ઉત્તમ સાહિત્યમાં માત્ર કવિતાને જ સ્થાન નથી અને એટલાજ માટે લગભગ વિશ્વની દરેક યુનીવર્સીટીઓઓમાં કાલીદાસ અને શેક્સપિયર ભણાવાય છે. અલબત્ત મહાકવી કાલીદ્સે ઘણા મહાકાવ્યો લખ્યાં છે તો શેક્સપિયરે પોતાના માનીતાં છંદ બ્લેન્ક્વર્સમાં અનેકો સોનેટો રચ્યાં છે, પણ આ બંનેનું મહાપ્રદાન હોય તો તે નાટકો છે. અભિજ્ઞાન શાકુન્તલ, માલવિકાગ્નિમિત્રમ.અને વિક્રમોવર્ષીયમ એ મહાકવિ કાલિદાસના ઉત્તમ જ નહીં પણ અતિ ઉત્તમ નાટકો છે. તો શેક્સપિયરના હેલ્મેટ, જુલિયસ સીઝર, એન્ટોની એન્ડ કીલીયોપેટ્રા, હેન્રી ૫ અને રોમિયો અને જુલિયેટ, ઓથેલો કિંગ લિયર અને મેકબેથને ગણી શકાય. નાટકની વાત આવે તો આ બધાં નાટકો વગર નાટકોની વાત કરી જ ના શકાય, પણ સાવ એવું તો નથી જ. સદીઓથી એટલેકે ઇસવીસનની પૂર્વેથી નાટકો લખાતાં આવ્યાં છે અને હજી પણ લખાય છે અને હવે પછીના સમયમાં પણ લખાતાં રહેશે. તાત્પર્ય એક આ બંને નામો આગળ આપણે બીજાના પ્રદાનને ભૂલી જઈએ એ વ્યાજબી નથી જ… સંસ્કૃતમાં ભાસ અને ભવભૂતિ અને અંગ્રેજીમાં ક્રિસ્ટોફર માર્લો , જ્હોન ડ્રાયડન,જ્હોન વાન્બર્ગઅને ૧૭મી ૧૮મમી સદીની પ્રથમ મહિલા નાટ્ય લેખિકા આફરા બેન હેરોલ્ડ પીન્ટર, આર્થર મિલર વગરેને ગણી શકાય. વિશ્વમાં પણ અનેક નાટ્યકારો થયા છે અને થતા રહેશે. ટૂંકા નાટકો એટલેકે એકાંકીમાં એન્ટોન ચેખોવનું નામ અવશ્ય લઇ શકાય.

ચાલો …. ચલો આ તો માત્ર સામાન્ય માહિતી થઇ. મૂળવાત જે કરવાની છે એ તો કોરાણે જ મુકાઈ ગઈ. એક માણસ થયો હતો જેની ખબર તો નેટ પર સંશોધના બહુ પહેલાં કર્યું હતું ત્યારે જ પડી હતી. મને તો એમ કે આ આખી કથાનું પાત્ર “ફાઉસ્ટ” કે ડોક્ટર ફોસ્ટસ એ કપોલકલ્પિત જ પાત્ર છે, પણ પછી જ ખબર પડી કે ફાઉસ્ટ નામનો કે એમાં આવતાં મુખ્ય કથાનક મેફીસ્ટોફેલીસ નામનો માણસ થયો હતો. ક્રિસ્ટોફર માર્લોનો સમયગાળો છે – ઇસવીસન ૧૫૬૪ થી ૧૫૯૩. શેક્સપિયરનો સમયગાળો છે ઈસ્વીસન ૧૫૬૪થી ઇસવીસન ૧૬૧૬. ગટેનો સમયગાળો છે ઈસવીસન ૧૭૪૯થી ઇસવીસન ૧૮૩૨.

સાલવારી તો બંનેની સરખી જ છે પણ ક્રિસ્ટોફર માર્લો એ ફેબ્રુઆરી ૧૯૬૪માં જન્મ્યા હતાં જયારે શેકસપિયર એપ્રિલ ૧૯૬૪માં. એ જોતાં માર્લો એ શેક્સપીયર કરતાં માત્ર ૨ મહિના વહેલાં જન્મ્યા હતાં એટલે એમનું નામ પણ પહેલું લેવાવું જોઈએ. વળી આ સમય છે એલિઝાબેથન એરાનો એટલે કે રેનેસાંનો… નાટકોનું વૈપુલ્ય અને વૈવિધ્ય પણ આ જ સમયમાં વધ્યું હતું. ગટેનું ફાઉસ્ટ આમ તો વહેલાં – પહેલાં લખાયું હતું પણ તે પબ્લીશ એમના મૃત્યુ પછી થયું. એટલે એ લોકો સુધી ઈસ્વીસન ૧૮૩૨ પછી જ આવ્યું. હવે આ જે માણસ હતો એનું નામ છે જોહાનન જ્યોર્જ ફાઉસ્ટ જે પણ ઇસવીસન ૧૪૮૦થી ઇસવીસન ૧૫૪૦ દરમિયાન થયો હતો. જે એક જાદુગર અને આત્મા સાથે વાતો કરનાર માનવી હતો. દેખાવમાં પણ આ માણસ વિચિત્ર એટલે કે ચીતરી ચડે એવો માણસ હતો. જેનો આધાર લઈને તથા ગુટેનબર્ગ પ્રેસના જણાવ્યા પ્રમાણે, એક બીજો માણસ જનું નામ પણ જોહાનન ફાઉસ્ટ હતું. એની સાલવારી ઇસવીસન ૧૪૦૦ થી ઇસવીસન ૧૪૬૬ દર્શાવવામાં આવી છે. હવે આ બંને એક જ છે કે જુદાં એ તો રામ જાણે… નામ તો સરખા જ બતાવાયાં છે, પણ સાલ અલગ છે એટલે એ બાને જુદાં હશે એમ માનવાનું મન અવશ્ય થઇ જાય. “ફાઉસ્ટ”નો એક આધાર પોલીસ લોકકથા સુધી લંબાયેલો છે. ખ્યાલ રહે આ બધો આધાર ગટેએ એમના નાટક “ફાઉસ્ટ” માટે લીધો છે. જોકે એમણે સ્પષ્ટ પણે જણાવ્યું છે મારાં આ નાટકનો એક મૂળભૂત આધાર ક્રિસ્ટોફર માર્લોના “ડોક્ટર ફોસ્ટસ્”નો પણ છે. જોકે આ સિવાય એમણે ઘણાં બધાનો આધાર લીધો છે એ જુદી વાત છે. આ શું દર્શાવે છે કે ક્રિસ્ટોફર માર્લોનું આ કથાનક પર આધારિત “ડોક્ટર ફોસ્ટસ ” એ પ્રથમ નાટક – પ્રથમ કૃતિ છે.

ક્રિસ્ટોફર માર્લોના ” ડોક્ટર ફોસ્ટસ” વિષે ઉડતી- અલપઝલપ માહિતી આપું એ પહેલાં હું થોડુંક ક્રિસ્ટોફર માર્લો વિષે જણાવી દઉં. ક્રિસ્ટોફર માર્લો અને વિલિયમ શેકસપિયર એ સમકાલીન થાય એ તો તમે સમજી જ ગયાં હશો. ક્રિસ્ટોફર માર્લોનો જીવનકાળ બહુજ ઓછો છે. તેઓ ૨૬મી ફેબ્રુઆરી ૧૫૬૪નાં રોજ ઇન્ગેન્ડના કેંટમાં જન્મ્યાં અને ૩૦ મે ૧૫૯૩ના રોજ કેન્ટમાં અવસાન પામ્યાં. એમના અલ્પ જીવનકાળની એક વાત એવી પણ છે કે તેઓ બારમાં દારૂ પીતાં હતાં ત્યાં બારમાં દારૂ અને દારૂના પૈસા બાબતે બે મિત્રો વચ્ચે જોરદાર ઝગડો થયો અને એક મિત્રે માર્લોનું ચપ્પુ હુલાવી દઈ ખૂન કર્યું. તેઓ ઘટનાસ્થળે જ માર્યા ગયાં. આ હતું એમનાં ૨૯ વરસના જીવનકાળનું રહસ્ય…

એક વાત કહી દઉં કે – જો માર્લો લાંબુ જીવ્યાં હોત તો શેક્સપિયર કરતાં એ વધારે સારાં નાટકકાર સાબિત થયાં હોત. લોકોને આજે જેટલી ખબર વિલિયમ શેકસપિયર વિષે છે એટલી ખબર આ ક્રિસ્ટોફર માર્લો વિષે નથી જ…

આ નાટક વાંચ્યું ઇસવીસન ૧૯૮૩માં. ભારત વર્લ્ડકપ જીત્યું તે પછી પછી એમના વિષે એન્સાયક્લોપીડિયા બ્રિતટાનીકા અને ગુટેનબર્ગના પુસ્તકોમાં વાંચ્યું. ત્યાર બાદ ગટેનું “ફાઉસ્ટ ” વાંચ્યું, ત્યાર પછી થોમસ માનનું ડોક્ટર ફોસ્ટસ વાંચ્યું તુલના કરવાં જેવી નથી હોં મિત્રો આ ત્રણે અતિઉત્તમ છે .

પણ હું અહી વાત કરું છું ક્રિસ્ટોફર માર્લોના ડોક્ટર ફોસ્ટસની. આ એક એલિઝાબેથન યુગની એક અતિપ્રખ્યાત ટ્રેજડી છે. જેમાં જર્મન વાર્તાઓને વણી લેવામાં આવી છે. એમાં પણ વાત એક કદરૂપા જાદુગરની છે જે આત્માને બોલાવી ડેવીલો સાથે વાત કરે છે. વાતમાં બહુ ઊંડા ઉતરવા જેવું નથી. પણ એનું લખાણ માવજત અને રજુઆત અદ્ભુત છે. જે માર્લોના અવસાન પછી વારંવાર ભજવાયું હતું અને હજી પણ ભજવાયા જ કરે છે. જેનો કોઈને ખ્યાલ જ નથી, એટલીસ્ટ રંગભૂમિ અને નાટકના ઊંડા અભ્યાસીઓએ આ નાટક વાંચવું જ જોઈએ કે એનના પર બનેલી ફિલ્મ જોવીજ જોઈએ. તો વાંચજો મિત્રો – જોજો અને માણજો…

~ જનમેજય અધ્વર્યુ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.