રાજકારણ ધંધો છે, ધંધો કરી લેવાનો

Mittal Khetani - Poet's Corner - Gujarati & Hindi - Sarjak.org

પ્રજાનાં પૈસે જ જલસો કરી લેવાનો
હોદ્દો મળે ત્યાં પક્ષપલટો કરી લેવાનો

રાજ’નીતિ’ની શું વાત કરો છો મૂર્ખાઓ
રાજકારણ ધંધો છે, ધંધો કરી લેવાનો

વાતો કરતી જ રે’વાની મોટીમોટી ને ખોટી
મોકો આવે ત્યારે, ત્યાં વંડો ટપી જવાનો

પ્રજા માટે, પ્રજાથી, પ્રજા વડે એ વળી શું?
સતા-સંપતિ એ જ પ્રભુ છે, ભજી લેવાનો

ભીડ વેચાતી મળે જ છે, કાર્યકરની શી જરૂર
કાર્યકર કાર્યકર રહેશે બુંગણ ફરી પાથરવાનો

પલટુ પાછો જોજે ને ચૂંટાઈને આવશે જ
મતદાર ભૂલક્કડ છે એ તો ભૂલી જવાનો

~ મિત્તલ ખેતાણી

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.