ન ધારવાનું ય ધારી લે છે

ન ધારવાનું ય ધારી લે છે હકીકતમાં.
હે મન! મને તું જગાડી લે છે હકીકતમાં.

દશા હૃદયની મેં જોઈ પછી કહી દીધું,
તું ડાળ જેવું જ ફાલી લે છે હકીકતમાં.

પ્રવાહ બેઉ તરફ એકધારો છે કે નહિ,
ખબર પૂછી એ ચકાસી લે છે હકીકતમાં.

કશું કહે ન કહે, જાણ થઈ જશે જોજો,
આ ટેરવાં ઘણું વાંચી લે છે હકીકતમાં.

અનુભવોની જણસ હોય છે બધા પાસે,
જ્યાં ખપ પડે ત્યાં વટાવી લે છે હકીકતમાં.

આ જિંદગીનો પરિચય થયો પછી લાગ્યું,
સમયના રંગ નવાજી લે છે હકીકતમાં.

નજર ઢળે ત્યાં શરમ હોય એવું ના સમજો,
હૃદય હૃદયને પિછાણી લે છે હકીકતમાં.

~ લક્ષ્મી ડોબરિયા

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.