થોડા-ઘણાં તનાવથી અજવાળું થાય છે

થોડા-ઘણાં તનાવથી અજવાળું થાય છે.
ખુદને કરેલી રાવથી અજવાળું થાય છે.

જ્યાં મીણ કે બરફ થઈ, ખુદને મળી શકો,
એવા બધા બનાવથી અજવાળું થાય છે.

સૂરજને ખોટું લાગશે, આ એક વાતથી,
અહિ ભાવ ને અભાવથી અજવાળું થાય છે.

છે શબ્દના કે મૌનના, ના તારવી શકો,
દેખાય નહિ એ ઘાવથી અજવાળું થાય છે.

સહમત બધી યે વાતમાં, ના થઈ શકાય પણ,
ના કે હા ના પ્રભાવથી અજવાળું થાય છે.

આ દર્દ, પીડા, વેદના, ઝાંખા પડી ગયા,
ખુશીઓની આવ-જાવથી અજવાળું થાય છે.

નડતા નથી સવાલ મને કાલના હવે,
બસ, આજના લગાવથી અજવાળું થાય છે.

– લક્ષ્મી ડોબરિયા

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.