અનુભવ :  આસ્વાદ ઘેલુંઓ માટે

તમે વિચારતા હશો કે હું આ બધું કેમ લખું છું ? મારે શું જરૂર છે ? તો સામે મારો પણ સવાલ છે કે તમે એવા ક્યા જગત કલ્યાણના ઉદ્દેશ્યથી લખી રહ્યા છો ? હું તો હજીય યુવાનોને જગાડી રહ્યો છું કે આવું બધું વાંચીને ઘેલા બનીને જિંદગીની પાગલપન્તિથી બચો !

એટલે એક અનુભવ કહું, મારા ધ્યાનમાં એક કવયિત્રીની કવિતા આવી. વાંચીને મને થયું કે આહા…
શું લખ્યું છે બૉસ !

કવિતાના શબ્દો એવી રીતે લખેલા કે ન પૂછો ! મને થયું કે આમણે તો નવીન શબ્દરચના કરી છે ! કે’વું પડે !

એટલે મને લાગ્યું કે આ કવિતાનો તો આસ્વાદ થવો જ જોઈએ. એટલે મેં પ્રયાસ કર્યો અને બીજા મિત્રોને પણ એ આસ્વાદ અને કવિતા બાબતે જણાવ્યું. એમણે પણ કહ્યું કે વાહ… આમ વાહવાહી ચાલી. અને એમ મારા મિત્રમંડળમાં બૉવ મોટીવાત બની.

એટલે મને થયું કે આ બાબતે એ કવયિત્રીને જણાવીએ ! એમને પણ આંનદ થશે. મેં એમને આ આસ્વાદ કહી સંભળાવ્યો. એ ભવાવિભોર બની ગયા. મારા માટે વખાણના પુલ બાંધી દીધા. મેં પણ સામે એમના વખાણ કર્યા કે તમે આટલી નાની ઉંમરે આવી ગૂઢ આધ્યાત્મિક રહસ્યની કવિતા લખી શક્યા એ તમારી ઊંચી સમજણથી હું ખૂબ પ્રભાવિત થયો.

જો કે મને આજેય એમના માટે ગર્વ છે. કેમ કે એમણે સાચું બોલતાં મારા આસ્વાદને ખારીજ કર્યો ! એમણે જવાબમાં પૂરી ઈમાનદારીથી કહ્યું કે આ કવિતામાં એવું કંઈ નથી. આમાં તો મારું નામ છે. હું આવક 😳 બની ગયો. થોડું જાત ઉપર હસવું આવ્યું કે કવિતાનો એ રીતે તો સાવ સાધારણ થાય છે !! ☺️ મને સવાલ થયો કે તો પછી શું ભાવકના ચશ્માં જ મહાન છે ?

આપણી કથાઓ અને સાહિત્યમાં પણ આમ જ થયું હશે ?

આવો જ એક બીજો અનુભવ :
એક કવિએ મુશાયરામાં એમની કવિતા રજૂ કરી. મુશાયરામાં બધા લોકોએ
(મતલબ ઉપસ્થિત કવિ+ભાવકોએ🥱) બૂમાબૂમ કરી વાહ…વાહ… કેટલાક લોકોએ ચીખચીખ કરી ઓવારી ગયો…😆

એક હું જ મૂંઝાયેલ હતો. મને થયું લાવ, કવિશ્રીને જ પૂછી લઈએ ! કે એમની કવિતાનું રહસ્ય શું છે ? કાર્યક્રમ પૂરો થયા બાદ મેં એમને પૂછ્યું કે સર ! આપની કવિતા તો બધાને ગજબ લાગી પણ મને સમજાયું નહીં. કવિતાનો ભાવર્થ શું છે ? અને… મતલબ કે કવિતા બિલકુલ ઇષ્ટમ પિસ્ટમ સાઉન્ડ કરતી હતી. જરા સમજાવશો તો કૃપા તમારી !

એ કવિશ્રીએ મને કહ્યું કે આમાં બધામાં પડવું નહિ. અર્થબર્થ એ બધું પોતાની રીતે કાઢીને મોજ કરી લેવાની ! બીજું એક રહસ્ય તને કહું, અહીંયા કવિતાનો કે શબ્દોનો કોઈ મતલબ જ નથી. અને આજે જે કવિતા મેં રજૂ કરી એનો તો બિલકુલ આમ કશુંય..અર્થ જ નથી. હું ખુદ અર્થ કાઢી ન શકું તો તું શું અર્થ કાઢીને વઘાર કરીશ ? 😢

સર્જકો તમે બધું સાહિત્ય – કવિતાઓ આપણે ત્યાં આમ જ લખવાના હોવ તો પછી હરખપદું ભાવકો તમે જ મહાન છો. અને આસ્વાદકો તમે દુનિયાના સૌથી મોટા ગેરસમજ કેળવીને જીવી રહેલા પ્રાણીમાં આવો…

આ બે ઘટનાઓ બાદ આપણે તો જીવનમાં ખીલી ઠોકી કે આજકાલ આસ્વાદ કરવો એ આંદનનું કામ નહિ પણ સમયની બરબાદી છે.

મેં નક્કી કર્યું કે હવેથી લોકોને ઉપયોગી થાય એવું કામ કરવું ! કેમ કે કોઈનું પણ હોય જો એ જીવન છે તો એ જીવન ઘણું કિંમતી છે. ☺️ (થોડુંક માન – પુરસ્કાર મળે એ માટે જીવનને કવિતા પાછળ બરબાદ કરી દેતા કવિઓ તમારા માટે પણ આ કહી રહ્યો છું.)

કેમ કે
આપણે આપણા ભાગ્યમાં મળેલ આયુષ્યનો કિંમતી સમય રોજ ગુમાવીએ છીએ. કદાચ જીવતે જીવ પાંચસો લોકો ચાહે… કે લાખ ચાહે… એવું બધાનું ભાગ્ય અને શક્તિ હોતા નથી. અને તમારા મર્યા પછી તમારું લખાણ કોઈક વાંચશે અને યુનિવર્સિટીમાં લોકો અભ્યાસ કરશે એવા બધા શેખચલ્લી બન્યા હોવ તો આંખો ખોલીને જોઈ લેજો આજુબાજુ !
તો આવી વાહિયાત બાબતે શા માટે સમય બગાડવો ? એવું લખો કે એ વાંચીને કેટલાય લોકોનું જીવન બદલાય જાય. અથવા લખશો જ નહીં. તમારા ખુદના સમયનો બચાવ થશે અને કેટલાક આસ્વાદ ઘેલુંઓ પણ સમયની બરબાદી માંથી બચી જશે. તમે એટલું કરી શક્યા તો એ સાહિત્ય ઉપર જ નહીં પણ સમસ્ત સાહિત્ય વાંચનારી માનવજાત ઉપર ઉપકાર કહેવાશે.

બાકી, માની લો કે કેટલાક આસ્વાદ ઘેલુંઓ આસ્વાદ આપતાં લખે કે

“જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહિ,
ત્યાં લગી સાધના સર્વ જૂઠી…”

નરસિંહ મહેતાની આ રચના એમની ઉંમરમાં છેલ્લે લખાયેલી છે. અને એટલે અંતિમ અવસ્થામાં માણસ એવું લખ્યું હોય. માટે આપણે એમના આખા જીવની જે ભક્તિની રચનાઓ છે એના ઉપર વધારે ધ્યાન આપવું જોઈએ ! બોલો… તમે કૉલેજમાં ભણતા હોવ તો તમારે તો આ આસ્વાદુ કહી ગયો એજ સમજવાનું થાય ને ?

મતલબ ! એક કવિ આખી જિંદગી જે કામ કર્યું અને એ બધું એને સમજાયું કે ભાઈ આ ભક્તિ કરવામાં અસલ બાબત તો જાણવાની જ રહી ગઈ ! મારાથી તો ભૂલ થઈ ગઈ ભક્તિ કરતાં આગળ મોટીવાત જાણી એ બધાને ખાસ કહેવી જોઈએ.
તો એવડી મોટીવાતની આ પિદ્દૂ જેવી માનસિકતાના આસ્વાદકે ઉંમરનો પડાવ એમ કહીને પત્તર ફાડી દીધી ને !
સમજવા જેવું છે… આજે જે ભક્ત માનસિકતા તમે અને હું જોઈ રહ્યા છીએ એ આવા આસ્વાદકોના પ્રતાપે છે.
મતલબ સમજાય એવું છે ! સાહિત્યમાં આ ધંધો છે. લોકો જૂની વાતોને પણ મરોડી મચેડીને પોતાનો મતલબ સાધી શકે છે. મતલબ તમે અને હું મગજ ગીરવે મૂકીને આ બધું રાજીખુશીથી સ્વીકારી લઈએ ! તો એ કેવું કહેવાય ?

અરે આજકાલ તો કવિઓ આસ્વાદકો ભાડે રાખે છે બોલો !
અલા… એના કરતાં એક કામ કરો કે ખુદ ખુદના આસ્વાદક બની જાવ ને !
કમસેકમ ખુદની કવિતા બાબતે ભ્રમ તો ફેલાય નહિ !
અથવા કવિતાઓ લખવાનું કામ જ શું કામ કરો છો કે એ સમજાવવા આખો લાંબો લચક લેખ માથે મારવો પડે ?

ક્યાંક તો રીતસર ચાપલૂસીમાં કે વાટકીઓ વટાવી ખાવા પૂરતો આસ્વાદ થાય. તો ક્યાંક પોતાની ગેંગ સાચવવાની લાયમાં આસ્વાદ થાય.

મને તો સવાલ થાય છે કે આ કવિઓ આસ્વાદકો ભાડે રાખે તો એમને ભાવકો ઉપર જરાય ભરોસો નહિ હોય ?
શું એમનું સાહિત્ય ભાવક ભાવકની રીતે સમજે એ એમને મંજૂર નહિ હોય ?
તો શું લૂમ લેવા આખી દુનિયામાં ઢંઢેરો પીટવો પડે ? કે આહ… અવસર.. ઓહ… અવસર.. સંગ્રહ વિમોચન…

આ ખવિઓએ ઓછો ત્રાસ મચાવ્યો છે ! તે તમે આસ્વાદક બનીને આવો છો ? અને એક ખાસ રહસ્ય કહું ? આ આસ્વાદકો પણ ક્યારેક ખવિ- પ્રોફેસર રહી ચૂક્યા હોય અથવા તો ખવિ-સર્જકનું કામ કરતા હોય !

મતલબ ! બંને હાથમાં લાડું વાળી વાત…
મતલબ, આ લોકોને થાક નહિ લાગતો હોય ? ડબલ પાળીમાં બસ મજૂરી કર્યે જ રાખે છે ?

ક્યાંથી થાક લાગે ? અમુક તો ઉંમરના પડાવે પહોંચીને કશું કામ ના હોય એટલે હેલાપેલાનું વાંચીને મરામત કર્યે રાખે !
અલા… ભક્તો ! ઉંમરના પડાવે પહોંચીને આ નરસિંહ મહેતા જેવું લખો ! હકીકત લખો… જેમ છે એમ લખો.

– જયેશ વરિયા

– 29- 05 -2020

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.