સૌંદર્ય તો આંખો વડે પીવાતો નકરો શરાબ છે સાકી
ઉતર્યા પછી એ નશો જણાશે ઠાલો આભાસ છે સાકી
પૂછો ભલા એ બાગ ને કે પાનખરમાં શું હાથ આવે
ત્યાં મુરઝાતા ફૂલો ને ખરતા પાનાંનો આવાસ છે સાકી.
ઉગતો સુરજ અને જનમ લેતી જીંદગી બેવ સરખા,
સાંજ ગણગણે કાનમાં ને લાગે આખરી શ્વાસ છે સાકી
જાણીને શું કરશો સુરદાસ કેમ ચાકડે ચડાવશે ગાર ને?
વિના આંખે એણે પ્રેમનો કાઢયો મઝાનો ક્યાસ છે સાકી
છેલ્લો જામ ભરતી વેળાએ તું થોડું સ્મિત ભરજે સાકી
ખુશી છલકે કે ગમ હોય તારા સાથની આસ છે સાકી
શું ફર્ક પડે છે, કાનાને હાથમાં બંસી હોય કે સુદર્શન
હોઠે કાયમી છલકી જાતી બંસીની પ્યાસ છે સાકી
~ રેખા પટેલ ‘વિનોદિની’