મેં મને મળવાનું બસ ધાર્યું હતું

મેં મને મળવાનું બસ ધાર્યું હતું સમજણ થકી. . . !
પ્રેમ કેરું ટાંકણું માંગ્યું હતું સમજણ થકી. . . !

એ નદી, સાગર ને અંતે મેઘ થઈ વરસી પડ્યું,
જે ઝરણ ધીરજ ધરી દોડ્યું હતું સમજણ થકી. . . !

પારદર્શી છે છતાં, એ છે અકળ – સાબિત થયું,
સ્થિર ત્યાં થ્યું, જ્યાં થી મન વાળ્યું હતું સમજણ થકી. . . !

મેં મને પુરવાર કરવા, ક્યાં ઉમેર્યું છે કશું ?
બસ, વધારે જે હતું, છોડ્યું હતું સમજણ થકી. . . !

દર્દ, પીડા, ખુશીઓના અસબાબ થી સધ્ધર ગઝલ,
મારું આ સરનામું મેં, આપ્યું હતું સમજણ થકી. . . !

~ લક્ષ્મી ડોબરિયા

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.