પગ તળે જો જે ધરા સરકે નહીં,
કોઈ મુશ્કેલી કહી આવે નહીં.
ભિંત, સરહદ, વાડ, ઝાંપો, બારણાં,
આ નગર પાડોશને જાણે નહીં.
પ્હાડ ખસતો જાય એ માની શકાય,
એક જીદ્દી દિલ છે કૈ’ સમજે નહીં.
આજ પૂનમ છે, તો માંણો રોશની,
કાલ આ મહેમાન દેખાશે નહીં.
શાંતિથી વાંચશે તો પામશે,
આ ગઝલ છે એમ સમજાશે નહીં.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply