કોઈ છે અંધાર કે અજવાસમાં જીવી રહ્યા,
પણ અમે કૈ ટેન્શનના પ્રાસમાં જીવી રહ્યા.
ક્યાંક જોયું છે તમે ભેગુ કર્યુ હો કાલનું,
પંખીઓ આ કેટલા ઉલ્લાસમા જીવી રહ્યા.
ફાર્મહાઉસ, બંગલા, એપાર્ટમેન્ટ, ઘર, આગણા,
શ્હેર,ફળિયા,ગામ,સૌ કંકાસમાં જીવી રહ્યા.
હોય, ખેતર, ધન, દૌલત, મીલ્કતો, ચાકર, અગર,
એવા લોકો વાતમાં યે ખાસમા જીવી રહ્યા.
એટલે મારૂં વતન વિક્સીને ક્યાં થી ક્યાં ગયું !
કોણ યંત્રોની કદાવર વાસમાં જીવી રહ્યા ?
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply