ફૂલથી ફોરમની આશા રાખવી,
ચાન્દ પાસે ચાન્દની જઇ માંગવી.
છેતરે છે માર્ગમાં પણ જૂગ્નૂઓ,
એક સુચના છે,નીકળજો સાચવી.
આ ગઝલ મોટેથી બોલાશે નહીં,
દિલની છે આ વાત ધીમે વાચવી.
બાબાઓને હાથમાં હાથ આપવા,
આધીઓને સામે જઇ બોલાવવી.
જે ઈશારામા સમજવા ના ચહે,
એને આખી વાત શું સમજાવ્વી ?
ખૂબ ઈચ્છા છે કે ઢોળી દઉ હ્રદય,
પણ તને ઓ અપ્સરા ક્યાં ભાળવી.
મોસમો’ સિદ્દીક’ મળે છે આજ પણ,
ઈશ્કની અમને છે ઋતુ શોધવી.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply