Siddiq-Bharuchi-poetry-gazals-gujarati litrature
Gujarati

અમારી : ગઝલ.

અમારી એમ ના ઈઝઝત ઘટાડો,
વડીલોથી વધી આગળ ન જાઓ.

ઘણી વાતો કરી, ખામીઓ શોધી,
હવે શું કામ કરવાનું , વિચારો.

પ્રથમ દીલને તમે જોડી બતાવો,
પછી ‘ ડીજે’ વગાડી ઘર વસાવો.

હવે માંબાપ નહિ ‘ટીવી’ શીખવશે,
ઘરો,આંગણ, તમારા સ્વચ્છ રાખો.

અહીં બ્હેરા અને ગુંગા છે ફળિયા,
જગવ્વું હોય તો મોટેથી બોલો.

દરેક જીવનની જંગ પોતે લડે છે,
સલાહ છે કે કદી,ના હાર માનો.

~ સિદ્દીક ભરૂચી.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.