એની આદત છે ભૂલ કરવાની,
મારી આદત કબૂલ કરવાની.
મુજને ચિંતા, ન તૂટે સંબંધો,
એને પીડા વસૂલ કરવાની.
‘ વ્હેચવાનો ‘ – એ રોગ એને છે,
એ ખતા મારી ‘ કૂલ ‘ કરવાની.
એક સુચના, કડક અમલની છે,
વાત નહીં બે-ફુઝૂલ. કરવાની.
માર ખાઈને ચૂટશે અમને,
આ પ્રજા છે કે, ભૂલ કરવાની.
તારી ‘ સિદ્દીક ‘ ચર્ચા ગઝલોની,
એક પેઢી વિપૂલ કરવાની.
~ સિદ્દીક ભરૂચી
કૂલ- એકત્ર, સૌને સાથે લઈ ચાલવું.
બેફુઝૂલ- નકામી.
Leave a Reply