Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

થાય છે..
મને ય દુઃખ થાય છે
ને, કેમ ન થાય?
મારી માતૃભૂમિ માટે શહીદ થનારા જવાનો માટે
મને ય ગર્વ અને ગૌરવ તો છે જ.
પણ,
(બુદ્ધિપૂર્વક વિચારતાં લાગ્યું કે)
મારી લાગણીઓ વ્યક્ત કરું તો
મારા ચાહકોમાં બે ફાંટા પડી જશે,
થોડાક સહમત થશે
ને, થોડાક સામી દલીલો ય કરશે,
અંદરના અને બહારના પ્રશ્નોના જવાબ પણ આપવા પડે,
અને
આગળ વધવા માટે બધા સાથે સારાસારી ય રાખવી તો પડે જ ને?
એટલે જ ..
હા, એટલે જ
હું મારી લાગણીઓને કાબુમાં રાખું છું.
ને
હું “તટસ્થ” છું, એવું કહીને બધાને સાચવી લઉં છું.

~ લક્ષ્મી ડોબરિયા

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: