છું હળવો, ત્રાજવે તુલસી તુલ્ય છું.

Mittal Khetani - Poet's Corner - Gujarati & Hindi - Sarjak.org

કિંમતે થી નહીં જોખાઉં ,હું મૂલ્ય છું.
નિષ્ટ છું અનિવાર્ય, જોડાણે શૂન્ય છું.

દુર્યોધન નો મેવો કે ન સોનાની લંકા,
છું હળવો, ત્રાજવે તુલસી તુલ્ય છું.

રથ નથી ઊંચે પણ સ્વમાન છે આભે,
સત્યવ્રતા છું, યુધિષ્ઠિર ની ભૂલ છું.

વચને હોઉં ત્યારે થઇ જાઉ ભીષ્મ ,
હસ્તીનાપુર કાજ, બાણશૈયાનું શૂળ છું.

છું મિત્ર એટલે જ નિભાવ્યો ધર્મ,
કર્ણ છું, પાંડવ નું હું કૂળ છું.

ભાગ્યે ક્યાં છે ઝવેરી તો ય શુ?,
છું અમૂલ્ય, ધૂળધોયા ની ધૂળ છું.

પળમાં ભસ્મ કરી નાખું રાવણને,
અશોકવાટિકા એ સીતાનું તૃણ છું.

માર્યો દગાએ ને સગા એ એટલે જ,
ચુક્યો કોઠો એક જ, સુભદ્રા નું ભ્રુણ છું.

~ મિતલ ખેતાણી

(કાવ્ય સંગ્રહ ‘શબ્દ ઘેર આનંદ ભયો’)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.