Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

રિવાજ : તારણ કે કારણનું વિજ્ઞાન…

ગર્ભાવસ્થા દરમિયાન સીમંતનો પ્રસંગ  થાય છે.. હું માનું છુ ત્યાં સુધી કદાચ આવનાર બાળકના જન્મ પહેલાનો ઉત્સવ કે જેનાથી આવનાર બાળક માતાના ગર્ભમાં જ ખુશીઓ અને આનંદનો અભાસ કરી શકે.

રિવાજ – તારણ કે કારણનું વિજ્ઞાન… કે પછી રિવાજના નામે સમાજને દેખાડો …

લગ્ન હોય કે મૃત્યુ મનુષ્ય માટે દરેક પાસા સામાન્ય કરતા કંઈક વિશેષ છે…

જો વિજ્ઞાનની રીતે જોઈએ તો દરેક રિવાજ પાછળ કોઈ ને કોઈ તારણ અને કારણ જવાબદાર છે..

એમાં જન્મ, લગ્ન અને મૃત્યુ આ ત્રણ વધુ મહત્વના બની જાય છે… આપણા વડીલો અને સમાજ રિવાજ છે એમ કહી અને બધી જ વિધિઓ કરાવે છે.. પણ તેની પાછળ કંઈક તો લોગિક હોવું જોઈએ ખરું ને.. !

ગર્ભાવસ્થા દરમિયાન સીમંતનો પ્રસંગ થાય છે.. હું માનું છુ ત્યાં સુધી કદાચ આવનાર બાળકના જન્મ પહેલાનો ઉત્સવ કે જેનાથી આવનાર બાળક માતાના ગર્ભમાં જ ખુશીઓ અને આનંદનો અભાસ કરી શકે..આપણે જેને રાખડી અને રક્ષા કહીએ છીએ કદાચ એનો હેતુ માતા અને બાળકની રક્ષા એટલે કે અમુક ખાસ ધાતુથી બનેલી હોવાથી શક્તિ અને શાંતિ પ્રદાન કરતુ હશે..

લગ્નમાં સૌથી દર્દનાક અને લાગણી સભર રિવાજ કન્યાદાન …સમાજ કહે છે કે કન્યાદાન સૌથી મહાદાન છે… હવે કારણ અને તારણ.. વિચારી જુઓ.. ૨૦ વર્ષ માટે નાણાં પુંજી ભેગી કરી હોય અને એકએક કોઈ અજાણ્યા વ્યક્તિને સોપવી પડે તો શું થાય.. તો પછી આ તો કાળજાનો કટકો છે.. ૨૦ વર્ષ જેનો છોડની જેમ ઉછેર કર્યો.. સિંચન કર્યું.. અને હૃદયમાં વસવાટ કર્યો.. બસ એક જ ઝાટકે કોઈ અજાણ્યા વ્યક્તિને સોપી દેતા કયા માં-બાપનો જીવ ચાલે.. તેમ છતાં આમ કરવાનું છે.. એટલે કદાચ કન્યાદાન એ મહાદાન છે.. પણ આપને રિવાજ છે અને કહેવાય છે..એમ માની અને મૂંગા મોઢે રીવાજો નિભાવ્યા કરીએ છીએ.. એવું પણ નથી કે બધા પાછળ તારણો અને કારણો શોધવા પડે.. આતો રિવાજના નામે ઠોકી બેસાડતી ફરજીયાત વિધિઓ અને વ્યવહ્રોનું વિશ્લેષણ કરવું તેટલું જ જરૂરી બની જાય છે..

જીવનનો અંતિમ સમય મૃત્યુ… મૃત્યુ સમયે સ્વજનોને જાણ કરવામાં આવે છે..ઘરના સભ્યો, કુટુંબીઓ, સ્વજનો એકઠા થાય છે… દુઃખ હળવું કરવા.. ઘરના સભ્યોને સાત્વના આપવા.. પણ હવે આ રિવાજ દેખાવ બની ગયો છે… ઈચ્છા હોય કે ના હોય સમાજને દેખાડવા માટે જવું પડે… રિવાજ છે.. ખરાબ લાગે… આપણી પાછળ કોણ આવશે.. એવા વાક્યો સંભાળવા મળે..

હવે વિજ્ઞાનથી અલગ દેખાવની વાત.. આજે દરેક પ્રસંગો દેખાવ માત્ર બની ગયા છે..

પહેલા તો લગ્નમાં જ મંડપો બંધાતા, કેટરર્સ રાખતા અને સંગીત કાર્યક્રમો થતા.. પણ હવે તો મૃત્યુ પાછળ પણ આ બધું થાય છે… લગ્ન હોય કે મૃત્યુ બધું સમાન બની ગયું છે… કારણ કે સમાજમાં રિવાજના નામે દેખાડો કરવો છે.. facilityના નામે, આધુનિકતા નામે દેખાડા શરૂ કરી સાચું મૂલ્ય ભૂલી બેઠા છે. લગ્નની જેમ મૃત્યુ માં પણ હવે વેશભૂષા જોવા મળે છે. કોઈના મૃત્યુ પાછળ લોકો મંત્રોચારના બદલે ભજનો અને ગીતો સાંભળતા થયા છે.. અને લગ્નમાં બસ ફોટો અને વીડિઓ પાછળ કોઈક વાર ફેરા પણ રી-સુટ થાય છે.. તો પછી સપ્તપદી સંભાળવાની કે સમજવાની વાત જ ક્યાં આવે..

બીજી વાત એ પણ છે કે વધુ કરશો તો લોકો વેદિયા કહેશે અને ઓછું કરશો તો લોકો આધુનિક કહેશે…

લગ્નમાં વધુ ઝાકઝમાળ અને વ્યવસ્થા હશે તો લોકો વખાણ ની સાથે વેદિયા અને પુરાતનકાળના કહી હાસી ઉડાવશે.. અને સદી એટલે કે આર્યસમાજની જેમ લગ્ન થશે તો લોકો ગરીબ કે વધુ પડતા ફોરવર્ડ કહેશે…તેવું જ મૃત્યુ ના પ્રસંગમાં જોઈ લો… વર્ષે વરસી કરશે એટલે વેદિયા.. અને મહિના દિવસ માં વરસી એટલે ફોરવર્ડ… તેમાં પણ કોઈનો સારો પ્રસંગ આવતો હોય તો flexible decision.

વાહ આવા રિવાજ.. અને વાહ આવો સમાજ…

અત્યારનો સમાજ પહેલાની અવેજીમાં આટલો સાક્ષર, સભ્ય અને માહિતીપ્રદ બન્યો છે પણ એનો શું મતલબ… રિવાજના નામે દેખાડો કરવાનો… ખરેખર, આજના સંબંધો અને પ્રસંગો માત્ર formality બની ગયા છે… કોઈના જન્મ સમયે ખુશી અને મૃત્યુ સમયે દુઃખ પ્રગટ કરવું હવે મુશેલ બનતું જાય છે.

રીવાજ… તેની પાછળનું વિજ્ઞાન (કારણ અને તારણ) અને રિવાજ ના નામે દેખાવ… કેટલું યોગ્ય…

~ વાગ્ભિ પાઠક

( સંદર્ભ : વિવિધા – ઇબુકમાંથી | ક્રમાંક : ૦૪ )

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: