Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

સ્વીકારી, સમજી અને આગળ વધીએ…

આ એ દેશ છે જ્યાં અંગ્રેજો ગયા અને આંદોલન મૂકી ગયા. અહિયાં એવી રીતે એવા અંદોલન થાય જેમાં સંપત્તિઓ સળગે, દેશ બળે અને બીજાને બાળે.

Advertisements

સ્વીકારીએ…સમજીએ…સાથ આપીએ…આગળ વધીએ..!!

મારો દેશ વર્ષોથી સતત વિકાસ કરતો આવ્યો છે, હાં કદાચ તેનાં વિકાસની ગતિ ધીમી છે પણ એના કારણો પણ કઈક અંશે જુદા છે…!!

આ એ દેશ છે જ્યાં અંગ્રેજો ગયા અને આંદોલન મૂકી ગયા. અહિયાં એવી રીતે એવા અંદોલન થાય જેમાં સંપત્તિઓ સળગે, દેશ બળે અને બીજાને બાળે. રામરહીમ જેવા બાબાઓ પાછળ અભણ પ્રજા પોતાના ઘરની (દેશની) પોતે જ ટેક્ષ આપેલી જ સંપતિ સળગાવે.

વિકાસ સાધવા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ માટે બુલેટ ટ્રેન જેવા પ્રોજેકટસ સામેલ કરવામાં આવે તો અનેક લોકો અને મીડિયા ઉછળી પડે કે જે ટ્રેનો છે એ જ બરાબર ચાલતી નથી એમાં જ નકરા અકસ્માતો થતા હોય તો બુલેટટ્રેનની જરૂર શું છે ?

મંગળયાન જેવા મહત્વ પૂર્ણ પ્રોજેકટસને વિશ્વમાં સૌથી ઓછા ખર્ચે પૂર્ણ કરનાર ભારત પ્રથમ અને પ્રોજેક્ટની દ્રષ્ટિએ વિશ્વમાં ચોથો દેશ બને તો એનું ગૌરવ લેવાને બદલે, પહેલા ગરીબી, ભૂખમરો જેવી સમસ્યાઓ પાછળ રૂપિયા ખર્ચો એવું કહેવાવાળા લોકો વધુ મળે છે.

ગરીબી, બેરોજગારી, વસ્તીવધારો એ આપણે આપણને જ આપેલી સમસ્યા છે. અહિયાં દેશમાં લોકોને છોકરા એક કે બે પેદા કરો, સંડાસ શૌચાલયમાં જ જાવ, સંડાસ જઈને હાથ ધોવો, જ્યાં ત્યાં કચરો નાં ફેકો, સ્વચ્છતા જાળવો, સાબુથી હાથ ધોવો, આ બધા કેપેનીંગ પાછળ તથા લોકોને સમજાવા પાછળ આપણી પાછલી કોંગ્રેસ સરકાર અને હાલની સરકાર સતત મહેનત કરતી આવી છે. છતાંય અહિયાંનાં લોકો ત્યાને ત્યાં જ છે. આ બધી કોમન સેન્સની વાત છે આવી કોમન સેન્સ આપણા દેશના લોકોમાં કેમ નથી આવતી ? કારણ સામાન્ય ભણતર લોકો નથી લેતા. આઝાદીના ૭૦ વર્ષ પૂર્ણ થયા પછી પણ લોકોમાં આટલી સામાન્ય સમજ નથી આવતી એ વિચારવા જેવી બાબત છે.

આ બધાને આટલી નાની નાની વાતો શીખવી, સમજી અને આગળ વધવું એ સહેલું છે ? અરે સાહેબ ઘરના ચાર લોકોને ય એક વિચાર ઉપર સહેમત કરવા અઘરાં હોય છે, આ તો દેશ છે. કરોડો અલગ વિચાર ધરાવતાં લોકોને એક સાથે રાખીને ચાલવાનું છે, એમાં અનેક લોકોનાં બે મત હોવાના જ એ નક્કી છે. નકરી સરકારને ગાળો દઈને, વાણીની સ્વતંત્રતાં છે તો જેમ આવે એમ બોલી જવું અને કઈ કરવું નહિ એ સારી વાત નથી મારી દષ્ટિએ. દુઃખ તો ત્યારે થાય છે કે અમુક લોકો દેશ વિશે ખોદે છે, એપણ વિદેશમાં બેસીને, તકલીફ ત્યાં પડે છે.

દરેક સરકાર પોતાની રીતે આગળ વધી રહી છે, સાથ આપવો જરૂરી છે. નકારાત્મકતા છોડો, આશા બાંધો, દેશપ્રેમી બનો. બને તેટલા લોકોને એજ્યુકેશન પ્રત્યે જાગૃત કરો, તેથી જે કોમન સેન્સ પાછળ સરકારને પૈસા ખર્ચવા પડે છે એ ઓછા થાય અને દેશનો સાચો વિકાસ થાય. .!!

~ જય ગોહિલ

( Note : આ લેખકના અંગત મત છે, એટલે વિચારભેદની શક્યતા સહજ હોઈ શકે છે. કોઈ પણ કથન અંતિમ સત્ય તરીકે લેતા પહેલા પોતાના જ્ઞાન અને સમજ પૂર્વક એને તપાસવું. અસ્તુ…)

( નોંધ : આ જૂનો આર્ટિકલ છે)

Advertisements

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: