Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

૨૦૧૯ : મોદી સાહેબ માટે કપરાં ચઢાણ છે..!!

૨૦૧૭ની ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં ભલે ભાજપ સરકારની જીત થઇ છે, પણ ગામડાં હારેલી ૧૬ સીટોએ ભાજપને ૨૦૧૯નાં એંધાણ આપી દીધા હતા.

Advertisements

૨૦૧૭ની ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં ભલે ભાજપ સરકારની જીત થઇ છે, પણ ગામડાં હારેલી ૧૬ સીટોએ ભાજપને ૨૦૧૯નાં એંધાણ આપી દીધા હતા.

૨૦૧૯માં કપરાં ચઢાણ છે તેના મુખ્ય કરણો.

(૧)

મહારાષ્ટ્રમાં શિવસેના અને આંધ્રપ્રદેશનાં ચંદ્રબાબુ નાયડુ એ ભાજપ સામે છેડો ફાડ્યો અને અનેક વિપક્ષો સાહેબને રોકવા માટે એકસાથે ભેગા થયા..!! આ રાજનીતિ છે સત્તા માટેનું યુદ્ધ. બધું જ વ્યાજબી કહી શકાય એવું..!! વિપક્ષ ભેગા થઈને સાહેબને રોકવા પ્રયત્ન કરશે અને જો આ મહા.. મહા.. મહા ગઠબંધન ચુંટણી સુધી અને ચુંટણી પછી કોઈ લાલચ વગર માત્ર ભાજપને રોકવા માટે ચાલ્યું, તો ૨૦૧૯ ભાજપને ધાર્યા કરતા ઘણું મુશ્કેલ બની જશે..!! જોકે દરેકે દરેક વિપક્ષી નેતા સત્તાનો પૂરે પૂરો ભૂખ્યો છે. જેમાં કોંગ્રેસનાં યુવરાજ હોય, માયાવતી હોય, તેજપાલ યાદવ હોય કે પછી અન્ય વિપક્ષી પાર્ટીનો કદાવર નેતા. દરેકને સત્તામાં મહત્વની ભૂમિકા મળે એવું ચોકઠું ચુંટણી પહેલાં જ ગોઠવવું રહ્યું. નહી તો ગાંઠમાં તિરાડ પડશે..!!

(૨)

ઈતિહાસમાં એક શાસક હતો જેનું નામ મોહમ્મદ બિન તુઘલક. જે કોઈ પણ સારી યોજના બહાર પાડે તો તેની ઉલટી ખરાબ અસર તેના પોતાના પર જ થતી. એક ઉદાહરણ રૂપે : એણે સૌથી પહેલાં ધાતુનાં ચલણી સિક્કા બહાર પાડવાનું નક્કી કર્યું. તો પ્રજાએ ઘરે જાતે જ સિક્કાઓ છાપી દીધા..!! એવું જ થોડું સાહેબ જોડે પણ થાય છે. જેમાં નોટબંધી..!! એક અસરકારક નિર્ણય પર ભારતની પ્રજાએ પાણી ફેરવી દીધું. કાળું નાણું તો આવ્યું નહિ અને જે હતું એ બધું અલગ અલગ માધ્યમથી સફેદ થઇ જ ગયું..!! જયારે સાહેબ ગુજરાતનાં મુખ્ય મંત્રી હતા, ત્યારે કહેતા હતા કે જ્યાં સુધી ભારત ડીજીટલ નાં થાય ત્યાં સુધી જી.એસ.ટી અસરકારક સાબિત થશે નહિ..એટલે સાહેબે ડીજીટલાઈઝેશનને વધુ અને પહેલાં પ્રોત્સાહન આપ્યું અને આપણે જાણીએ છીએ કે આજે મોબાઈલમાં સસ્તા જીઓનાં ઈન્ટરનેટ વગર રહેવું કેટલું મુશ્કેલ પડે છે..!!

જી.એસ.ટી લાવવાનો સાહેબનો ફલો બરાબર હતો. પણ તેની ખોટી છાંપ લોકોનાં મનમાં છપાઈ ગઈ હતી..!! એક ગામડાંમાં મારે જવાનું થયું. ત્યારે ત્યાના લોકોનાં મગજમાં એવી છાપ ઉભી થઇ ચુકી હતી કે માત્રને માત્ર જી.એસ.ટીને કારણે જ ભાવમાં ધરખમ વધારો થયો છે. અને આમ લોકો જોડે બીલ બનાવ્યા વગર વેપારીઓએ લુંટ ચલાવી હતી. અને વર્ષોથી ટેક્ષ ન ભરતા વેપારીઓનો ટ્રાન્સપોર્ટનો સામાન જી.એસ.ટી નંબર નહી બતાવે ત્યાં સુધી છોડાઈ શકશે નહિ એટલે એ ટેક્ષ ચોર વેપારીઓના મગજમાં પણ સાહેબનાં કઠણ વલણ પ્રત્યે ગુસ્સો દેખાઈ આવતો હતો. જેની અસર ગુજરાત ચુંટણીમાં ૧૦૦ % દેખાઈ ગઈ..!! આમ વેપારી અને ગ્રાહક બંને આ જી.એસ.ટીથી નારાજ થયા છે. અને ગબ્બર સિંહ ટેક્ષ કહીને વિપક્ષ જી.એસ.ટી વિરુદ્ધ કેપેઈન કરવામાં ઘણી જ સફળ રહી છે. જેની અસર આજે પણ ચાલુ છે.

(૩)

સાહેબે બતાવેલા નોકરીના સપનાંઓ સાહેબ પુરા કરી શક્યા નથી, એટલે યુથ પણ ભાજપથી નારાજ દેખાઈ રહ્યું છે. ૨૦૧૪ પહેલાં રાહુલ ગાંધીનાં કાર્ટૂન આવતા એવી જ રીતે હવે સાહેબનાં કાર્ટૂન પણ આવે છે.

(૪)

કિસાનએ કરેલા અંદોલનને લીધે સરકાર સામે પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. બેશક આ અંદોલન ૨૦૧૯નો જ એક ભાગ બનવા જઈ રહ્યું છે. જેમ ગુજરાતમાં અનામત આંદોલન અસર કરી ગયું એમ આ અંદોલન જો ભાજપને બહુમતીથી ક્યાંક દુર રાખે તો નાં નહિ..!! અમે સત્તા પર આવીશું તો કિસાન લોન માફી કરીશું એવું વર્ષોથી કોંગ્રેસ કહેતી આવી છે અને આ વખતે પણ એ જ મુદ્દો રહેવાનો છે.. જેનો ફાયદો ૧૦૦% કોંગ્રેસને થશે જ..!

(૫)

ભાજપનાં કેટલાક નેતાઓએ સત્તામાં આવ્યા પછી નર્યો બફાટ કરતા ચૂકતા નથી જેમાં, પાનનો ગલ્લો હોય કે પછી માતા સીતા ટેસ્ટટ્યુબ બેબી હતા એવી ધડમૂળ વગરની વાતો…!! આ બયાનો ભાજપને યુવાનો સમક્ષ નીચલા સ્તર પર ઉતારી દે છે. જે ૨૦૧૯ પર અસર કરશે એવી શક્યતા નકારી શકાતી નથી.

(૬)

પેટ્રોલ ભાવ વધારો…!! આ જ મુદ્દો ૨૦૧૪ની ચુંટણીમાં હતો એ વખતે કોંગ્રેસ સત્તા પર હતું. અને આજે ભાજપ. એ વખતે સાહેબ ભાવ વધારા વિષે કોંગ્રેસને શૂલીએ ચડાવતા આજે ભાજપ એ જ પરીસ્થીતિમાં છે…!!

દર ૫ વર્ષે સત્તા બદલાય તો વિકાસ જલદી થાય, એવું મારું માનવું છે. પણ અહીંયા જો ૨૦૧૯માં સત્તા બદલાશે તો ભારતને નવા પ્રધાનમંત્રી તરીકે ‘રાહુલ ગાંધી’ મળશે. મહાગઠબંધન જીતશે એટલે માયાવતી, તેજપાલ યાદવ જેવા નેતા મુખ્ય ખાતાનાં મંત્રી બનશે. ફરી એકવાર પરિવારવાદ જીતશે અને ત્યાં જ કદાચ ભારતની પ્રજાની હાર થશે…!!

~ જય ગોહિલ

( Note : આ લેખકના અંગત મત છે, એટલે વિચારભેદની શક્યતા સહજ હોઈ શકે છે. કોઈ પણ કથન અંતિમ સત્ય તરીકે લેતા પહેલા પોતાના જ્ઞાન અને સમજ પૂર્વક એને તપાસવું. અસ્તુ…)

( નોંધ : આ જૂનો આર્ટિકલ છે)

Advertisements

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: