Gujarati Poetry

હાયકુ – વન વગડે

વન વગડે
વનરાજી વસંતે
હરખે મન.

સ્નેહ સંગાથ
પલ્લવીત, જીવન
ઝંખે વસંત.

ખીલેલું મન
ઉપવન, પ્રકૃતિ
ભાસે દુલ્હન.

ઋતુરાણી જ્યાં
પગ માંડયો,ભોમ
ધરતી ખુશ.

મિલન ઋત
જલે અગ્ન તનમાં
પ્રિત વિયોગે.

~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.