Gazal Gujarati

ઠોકર વાગશે

ઠોકર વાગશે સમજણ આવશે તને?
જીવનમાં સાચની પરખ લાવશે તને.

સખાની ખોટ, જીવનમાં સુનકાર વ્યાપશે.
મહેફિલમાં એકલતા ત્યારે સાલશે તને.

ધ્યેય જીવનનું નક્કી કર,ચાલ મંજિલ તરફ,
હવેતો જીતવાની ટેવ પાડવી ફાવશે તને?

સફળતા કદમ ચુંમશે,જગ વાહવાહી કરશે,
સાથ તારો પામવા સૌ આગળ લાવશે તને.

“કાજલ” અહિં સૌ સ્વાર્થના જ સગા,
માથે ચડાવશેને,કામ પત્યે લાત મારશે તને.

~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.