શાશા : આંખો મેં તેરા હી ચહેરા…

એ સમયે નિલિમા આજમી અને પંકજ કપૂરના ડિવોર્સ થઈ ગયા હતા. શાહિદની ઉંમર ત્રણ વર્ષની હતી. માતા પિતાના ડિવોર્સ થયા છે હવે અલગ રહેવાના છે. શાહિદને તો આ વાતની ખબર જ નહતી. તેને તો એમ કે આમ અલગ રહેવાતુ હશે. તેને તેના નાના નાનીને ત્યાં મોકલવામાં આવ્યો, પરંતુ શાહિદને અંદરથી દાદા સાથે રહેવાનો ઉમળકો. તેણે પિતા પંકજ કપૂરને કહ્યું, પણ માતા નલિમા તો બિલ્કુલ બિંદાસ રીતે પંકજ કપૂરને કહી નાખ્યુ કે, ના તે તો નાના-નાની સાથે જ રહેશે. એટલે શાહિદને કારણ વિના ત્યાં ધકેલવામાં આવ્યો. શાહિદના નાના રશિયામાં બહુ મોટા જર્નાલિસ્ટ હતા, પણ પંકજ કપૂરમાં તેમના પિતા જેવી જ શિસ્ત ઉતરેલી. તેઓ ઈચ્છતા હતા કે શાહિદમાં પણ આ શિસ્ત ઉતરે પરંતુ કોઈ દિવસ થઈ ન શક્યું. તેની પાછળનું કારણ માતા નલિમા. શાહિદ મોટો થયો ત્યારે તેને ખબર પડી કે માતા પિતા તો અલગ થઈ ચુક્યા છે. સ્કુમાં તેને મળવા પિતા પંકજ કપૂર સુપ્રિયા પાઠક સાથે આવતા. શાહિદને પ્રશ્નો થતા મમ્મી આ તો નથી. તો પછી આ કોણ છે ? જ્યારે મમ્મી મળવા આવે ત્યારે તેમની સાથે રાજેશ ખટ્ટર હોય. બાદમાં શાહિદને ખ્યાલ આવ્યો કે માતા-પિતા અલગ અલગ થઈ ગયા છે. દાદા વાર્તાઓ સંભળાવે. શાહિદ વાર્તાઓ સાંભળે પણ મન તો તેનું મમ્મી-પપ્પા તરફ. આમ ને આમ શાશા મોટો થતો ગયો. શાહિદનું બાળપણનું નામ જે તેના ઘરમાં બોલવામાં આવતુ તે શાશા છે. તેની સુઝબુઝ ખીલી ત્યારે તેને એ વાતની ખબર પડી કે પિતા તો થીએટરમાં આવે છે. થોડા સમય બાદ એ પણ ખબર પડી કે માતા પણ ફિલ્મોમાં આવે છે. તેના થોડા સમય બાદ એ પણ ખ્યાલ આવ્યો કે તેની અપરમા અને પિતા પણ ફિલ્મોમાં આવે છે. બસ આ વણગણે તેને ફિલ્મોમાં ખેંચવા પ્રયાસ કર્યો.

15 વર્ષની ઉંમરે શાહિદે શામક દાવરની ડાન્સીંગ ઈન્સ્ટીટ્યુટમાં એડમિશન લીધુ. શ્યામકને ખબર પડી ગઈ કે આ કંઈ નહીં બને તો પણ એક ડાન્સર તો બનશે જ. શાહિદને પણ ડાન્સર બનવાની જ ઈચ્છા હતી. તેના ડાન્સસ્ટેપ જોઈને ભલભલા હેરાન થઈ જતા. સ્કુલ ખત્મ કરી મુંબઈની મીઠીબાઈ કોલેજમાં એડમિશન લીધુ. હવે ત્યાં એકલા જવુ પડતું. દાદાની યાદ આવતી કે તેઓ સ્કુલે રોજ મળવા માટે આવતા. મીઠીબાઈ કોલેજથી છુટી શાહિદ ફિલ્મોના સેટ પર જતો. ક્યાંક શુટિંગ ચાલતી હોય તો ત્યાં ઉભો રહી જતો. કોઈવાર ક્લેપ પાળવા પણ ચાન્સ મળી જતો. મનમાં હરખ સમાતો નહીં. આ રોજ રોજની ક્રિયા- પ્રિતિક્રિયાથી તેણે નક્કી કર્યુ કે, હવે ડાન્સરથી કામ નહીં ચાલે પિતા અભિનેતા છે, તો મારે પણ અભિનેતા જ બનવુ પડશે. પણ રોલ આપે કોણ ? પિતા પાસે જાય તો મળી જાય, પરંતુ આમ કોઈ રોલ થોડા મંગાઈ. શાહિદે શામક દાવરની નીચે કામ કરતા કરતા તેના જુનિયર આર્ટીસ્ટ તરીકેની કામગીરી શરૂ કરી. ત્યાં સુભાષ ઘાઈ તાલ ફિલ્મ લઈને આવ્યા. આજે પણ તેમાં એશ્વર્યાની પાછળ તેને સફેદ કલરનો લાંબો પટ્ટો પહેરાવતો છોકરો દેખાઈ, તો કોઈપણ અંદાજ લગાવી લે કે આ શાશા છે. ત્યાંથી દિલ તો પાગલ હૈમાં એક ડાન્સર તરીકે નજર આવ્યો. 1998માં એક સિરીયલ આવેલી મોહનદાસ એલ.એલ.બી, શાહિદને આ સિરીયલમાં આસિસ્ટંન્ટ ડિરેક્ટર તરીકેનું કામ મળી ગયુ. હવે જે ક્લેપ સેટ પર જઈ અને પાડતો તે રિયલમાં તેના હાથમાં આવી ગઈ. ત્યાં સુધીમાં શાહરૂખ અને રાણી મુખર્જીની કિટકેટની એડવર્ટાઈઝમેન્ટ આવી ગયેલી જેમાં શાહિદ દેખાઈ ચુક્યો હતો.

એટલામાં આર્યન આલ્બમવાળાઓને એક એવા ચહેરાની શોધ હતી, જે ચોકલેટી લાગતો હોય. અને જેને જોઈ દરેક યુવતીઓ બોલી ઉઠે આંખો મેં !!!. અને આ ચહેરો શાહિદ બનીને આવ્યો. 2006માં કમબેક કરેલી હ્રષિતા ભટ્ટ આ સોંગમાં હતી. જે પછી તો ખોવાઈ ગઈ. શાહિદે તેમાં એક્ટીંગ કરી. આલ્બમ હિટ થયુ તેના કરતા શાહિદનો પ્રેમ માટે પનપતો ચહેરો યુવતીઓમાં ફેમસ થઈ ગયો. તેના કરતા પણ વધારે પેલો કૂતરો ફેમસ થઈ ગયો. શાહિદ હવે તમામ લોકોની નજરોમાં આવી ચુક્યો હતો. ઘણા ડિરેક્ટર્સ ફિલ્મોની ઓફર કરતા ત્યારે તેમને ખબર પણ નહતી કે શાશા તો પંકજ કપૂરનો દિકરો છે ! ઘણા લોકો શોધતા હતા કે આ આંખો મેં ચહેરાવાળો છોકરો ક્યાં છે ? શાહિદે ઉતાવળ ન કરી પણ બાદમાં યોગ્ય સમય જોઈને તેણે ઈશ્ક વિશ્ક પ્યાર વ્યારથી ડેબ્યુ કરી નાખ્યુ. કેવુ કહેવાય રણવીર સિંહ, રણવીર કપૂર જેવા સ્ટાર્સ આવ્યા ત્યારે છેટ આ વ્યક્તિનો સિતારો બુલંદ થયો. શરૂઆતની તમામ ફિલ્મો ફ્લોપ. યાદ રહે તો કરિના શાહિદની કેમેસ્ટ્રી અને શાહિદનો ડાન્સ. ઈમ્તિયાઝ અલીની ફિલ્મ જબ વી મેટ અને બાદમાં વિશાલ ભારદ્વાજની કમીનેથી શાહિદે બતાવી દીધુ કે તેનામાં પંકજ કપૂરનું લોહી વહે છે. કમીને માટે 1 વર્ષ સુધી બોડી બનાવવી. તોતડાવુ… આ શાહિદ માટે જ લખાયુ હતું. તો વિશાલની જ ફિલ્મ હૈદરમાં હેમલેટ બનેલો શાહિદ. શેક્સપીયરની કૃતિ પરથી કોઈ નાયકે પાત્ર ભજવ્યુ હોય તેવો મારો ફેવરિટ છે. પંકજ કપૂરની જેમ અભિનયમાં પરફેક્શન બતાવવા તેનો ટકો કરાવવો. આ એક પૂરાવો છે કે શાહિદ એક્ટીંગ માટે ગમે તે કરી શકે. કેટલાક લોકો એવુ માને છે કે, સંજયલીલા ભણશાલીની પદ્માવતીમાં રણવીર સિંહ શાહિદને ખાઈ જશે, પણ એ ભુલવુ ન જોઈએ કે તે પંકજ કપૂરનો સન છે. અત્યારે તો રંગૂન આવી ચુકી છે, જેમાં શાહિદનો અભિનય સૌને પસંદ આવી રહ્યો છે, પણ શાહિદની લવસ્ટોરી તેની સ્ટોરીથી જરા પણ કમ નથી. 22 વર્ષની મીંરા એ તેની સાથે ત્યારે લગ્ન કર્યા જ્યારે હૈદર માટે વધારેલી દાઢી શાહિદે કપાવી. આમ પણ યુવતીઓને શાહિદની વધેલી દાઢી વધારે ગમે છે, તો શાહિદ માટે મીંરા એ આમ કેમ કહ્યું. ખબર નહીં. તો પણ શાશા મને એક જ જગ્યાએ બંધ બેસતો લાગે છે. ‘આંખો મેં તેરા હી ચહેરા….’

~ મયુર ખાવડુ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.