તારી પાસે મારા જેટલી અને જેવી પાવર હશે, પણ મારા જેટલી ઈમેજીનેશન નહીં હોય.’ તે પોતાના હાથ ચલાવી બોમ્બને ત્યાંજ નિષ્ક્રિય કરી દે છે. ફ્લેશ ગુનેગારોને જેલમાં પહોંચાડી ઓફિસે જાય છે.
Month: September 2018
જયંત ખત્રી… તેજ ગતિ ઘ્વનિ અને વાર્તા રે વાર્તા…
જયંત ખત્રીએ પોતાની સાહિત્યક કારકિર્દીમાં અત્યારસુધી ત્રણ વાર્તા સંગ્રહો આપ્યા ફોરા, વહેતા ઝરણા અને ખરા બપોરે, એટલુ જ નહિ, તેમણે એક સોળ પ્રકરણની અધુરી નવલકથા પણ આપી. જેનું નામ ‘ચમારચાલ.’
ગોલમાલ હૈ ભાઈ સબ ગોલમાલ હૈ..
વર્ષો પહેલા સંતૂર સાબુ આવેલો. આખા માર્કેટમાં એકલો જ રણીધણી. ત્વચા કો ઓર નિખારે સંતૂર.. સંતૂર… ત્યારે તેની સાથે કોઈ સ્પર્ધામાં નહતું. સંતૂરની સૌથી મોટી ખાસિયત એ હતી કે, તેને તમારા ઘરના 8 સભ્યો નાહ્યા રાખે તો પણ સંતૂર સંતૂર રહે… એટલે કે પીગળે ઓછો. પાછો મોટો આવે ! એટલે લોકો આ સંતૂર જ ખરીદતા.
નૈતિક સમાજ અને અનૈતિક માનવી
આપણા દેશમાં જ્યાં વ્યભિચાર ચોથો મુખ્ય અપરાધ છે,જે નાની બાળકીઓથી લઇને વ્યસક સ્ત્રીઓ સાથે વાયુવેગે ઘાતક બની પ્રસરી રહ્યો છે તો બીજી તરક આ વાત બિલ્કુલ સત્ય છે કે આ વ્યભિચારના કિસ્સાઓમાં નજીકનાં ઓળખીતા તથા મિત્રો જ વધુ અપરાધી હોય છે, જે પીડિત સાથે કંઇકને કંઇક સંબંધ ધરાવતા હોય છે.
ભગતસિંહ : વિદ્રોહી વિચારધારા છતાં ક્રાંતિકારી વ્યક્તિત્વ
ભગતસિંહ ખૂબ મોટા વાચક અને ચિંતક હતા. આજના યુવાનો એમને ફક્ત બૉમ્બ અને પિસ્તોલમાં જ સમેટી લીધા છે. તે બિલકુલ અયોગ્ય છે. ભગતસિંહ યુવાનો અને વિદ્યાર્થીઓની રાજનીતિને લઈને પણ ખૂબ જ સ્પષ્ટ હતા.
ગોડ્સ ઓફ કલરંગનું ઈશ્વરીય રિફ્લેક્શન
રંગત્વ અને મનનું અંધત્વ બંન્ને સમાન છે. રંગની ખબર બધાને હોય, કાળો, ધોળો, પીળો, લાલ પણ જ્યારે તેની ઈફેક્ટની વાત આવે ત્યારે મન બહેરૂ થઈ જતું હોય છે. 61માં નેશનલ એર્વોડમાં શોર્ટ ફિલ્મ બહેરૂપિયો જીતી હતી. કથા હતી રસ્તે રખડતા એક એવા જીપ્સી માનવની, જે અલગ અલગ રૂપ-રંગ બદલી પૈસા કમાવવાનો ધંધો કરતો હોય છે.
ગેટલીન ગન : બંદૂક મેરી લૈલા
ગેટલીન ગન એટલી સફળ નિવડી કે બાદમાં ગેટલીને કંપની પણ ખોલી નાખી. ખબર નહીં કેમ પણ ગેટલીનને પસ્તાવો થયો હશે કે ક્યાં આ જીવતા યમરાજને બનાવ્યો એટલે તેણે ટોઈલેટ બનાવ્યા. ટ્રેકટર બનાવ્યા, પણ જીવનભર તેઓ ગનના કારણે જ યાદ રહ્યા.
પલટન – લઘુ નવલકથા ( પ્રકરણ – ૧૦ )
શરૂઆતમાં એક નાનકડી ઓરડી જેવી જગ્યામાં બધાને દાખલ કરવામાં આવ્યા, જ્યાં માત્ર દાખલ થવાનો દરવાજો જ એક માત્ર પ્રકાશનો સ્ત્રોત હતો, અને એ પણ બંધ કરી દેતા આજુબાજુ બધે ભયંકર અંધારું છવાઈ ગયું. ‘અરે લાઈટ કરો, મને બીક લાગે છે…’ નીખીલ બોલ્યો.
ગેટ આઉટ: આમંત્રિત કર્યા, અર્થ એ નથી ફરજીયાત જવુ
ફિલ્મની શરૂઆતમાં બે ગીતો છે. જે આફ્રિકન અમેરિક સ્ટાઈલમાં કમ્પોઝ કરવામાં આવ્યા છે. ક્રેડીટ લાઈન આવતી હોય ત્યારે આ ગીતો આવે છે. અને તેમાં ક્રિસની ફોટોગ્રાફીના નમૂના પણ દેખાશે. જો તમે ઈગ્લીશમાં ફિલ્મ જોવાના હો (ઈગ્લીશમાં જ છે !) અને આ મેં તમને ન કહ્યું હોત કે શરૂઆતમાં ક્રિસે પાડેલા ફોટા ફિલ્મમાં દેખાશે, તો અડધે રસ્તે સુધી તમે અંદાજો ન કાઢી શકેત કે, ક્રિસ ફોટોગ્રાફર છે.
ગુણવંતરાય : માત્ર ચા ઉપર નભે, આખો દિવસ જમે નહીં
કથાઓમાં ક્યાંક મધદરિયે બે જહાજો બાખડી પડ્યા હોય. ક્યાંક કિનારે આંખના ખૂણા જેવી તિક્ષ્ણ તલવારો સામસામી વીંઝાતી હોય. ગેંડો, હાથી, સિંહની લડાઇ અને આ કથાઓની વચ્ચે જીવનની નાવને હલેસા મારી કહેવાતા સંવાદો એ ગુણવંતમાં વ્યક્તિ ઘડતરનું કામ કર્યું. આમ કહેવામાં આવે તો સાહિત્યના વટવૃક્ષનું બીજ રોપાયુ.
પલટન – લઘુ નવલકથા ( પ્રકરણ – ૯ )
‘આને કેટલી વાર કીધેલું છે, બસ લાવે તાણ હોર્ન ના માર, અહીં ઊંઘ તો બગડે જ છે, પણ મુઆ ઢોર પણ ડરી જાય છે. મુ તો કુ, ઘર આખું જ બસમાં ગોઠવીને ઉપડી પડો ક્યાંક. તે શાંતિથી જીવાય આજુબાજુ વાળાઓથી…!’
ગુજરાતી હોરરકથા, ડ્રેક્યુલાના પડછાયાથી દૂર…
લાંબા દાંત, કાળા કલરનો કોટ, ગીનીસ બુકમાં રેકોર્ડ સ્થાપિત કરી શકે તેવા મજબૂત સિમેન્ટના ચોસલા જેવા નખ, પાતળી પણ ડરાવની આંખો અને રાત થતા પાદરીઓના ક્રોસથી બચીને યુવતીઓના ગળામાં દાંત ભોકવતો રાક્ષસ એટલે ડ્રેક્યુલા.