કરવા ચૌથ ( માઇક્રોફિકશન )

નવપરણિત યુગલ પોતાના રૂમમાંથી તૈયાર થઈને, દાદર ઉતરતું, નીચે બેઠકખંડ તરફ આવી રહ્યું હતું ! આજે બંનેના ચેહરા પર એક અલગ જ રોનક હતી અને તેનું કારણ તેમનું પહેલું કરવા ચૌથનું વ્રત હતું !

નીચે આવતા જ નવી વહુએ પોતાના સાસુ સસરાને ચા નાસ્તો કરતાં જોઈ આશ્ચર્યસહ પૂછ્યું,

“મમ્મી, તમે આજે વ્રત નથી રાખવાના !?”
અને એ સાંભળી બંને વડીલોએ પરસ્પર એક પ્રેમાળ સ્મિતની આપ લે કરી ! અને બાજુમાં ઉભેલા તેમના દીકરાએ જવાબ આપ્યો,

“બાએ બાપુજી માટે ક્યારેય આ વ્રત રાખ્યા જ નથી ! વર્ષોથી તે બાપુજીને સમયસર બ્લડ પ્રેશરની ગોળીઓ લેવાનું યાદ કરાવી દે છે, અને બાને પણ ક્યારેક સાંધામાં દર્દ ઉઠે ત્યારે બાપુજી એને પગે તેલમાલિશ કરી દે છે, બસ…!”

– Mitra😃

# Happy_karva_chauth_to_all_couples😊

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.