Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

સાગર સમ્રાટ – Book Review

આ નવલકથા તેમણે સબમરીનની શોધ થઈ એ પહેલાં લખેલી. તાજ્જુબની વાતતો એ છે કે અત્યારે દરિયાની અંદર ચાલતી સબમરીન તેમણે કરેલી કલ્પના અનુસાર, એ જ સિધ્ધાંતો આધારે કામ કરે છે.

Advertisements

Book Name :- THOUSAND LEAGUES UNDER THE SEA (સાગર સમ્રાટ)
લેખક : Jule Verne
Translator in Gujrati – શ્રી મૂળશંકર ભટ્ટ
ISBN નંબર : 9789380000000
પ્રકાશક: આર.આર.શેઠ એન્ડ કંપની.

‘સાગર સમ્રાટ’ એ સર જૂલે વર્ન એ મૂળ ફ્રેન્ચ ભાષામાં લખેલી નવલકથા TWENTY THOUSAND LEAGUES UNDER THE SEA (English title) નો શ્રી મૂળશંકર ભટ્ટ દ્વારા થયેલો અનુવાદ છે.

જૂલે વર્નનું નામ કાને પડતાં જ આંખો સામે એક કાલ્પનિક દુનિયા ખડી થઈ જાય છે, એક સ્વપ્ન સૃષ્ટિમાં પહોંચી જઈએ છીએ. જે સંપૂર્ણ રીતે વૈજ્ઞાનિક સિધ્ધાંતોને આધારે ચાલે છે.

આ નવલકથા તેમણે સબમરીનની શોધ થઈ એ પહેલાં લખેલી. તાજ્જુબની વાતતો એ છે કે અત્યારે દરિયાની અંદર ચાલતી સબમરીન તેમણે કરેલી કલ્પના અનુસાર, એ જ સિધ્ધાંતો આધારે કામ કરે છે.

વાર્તાના મુખ્ય પાત્રો છે : વાર્તા કહેનાર પ્રોફેસર એરોનેક્સ (દરિયાઈ જીવવિજ્ઞાની) અને તેમનો સેવક કોન્સિલ, નૉટિલસ જહાજનો કેપ્ટન નેમો તથા બહાદુર શિકારી નેડલેન્ડ.

વાર્તાની શરૂઆત ખુબ જ રસપ્રદ અને સસ્પેન્સ સાથે થાય છે. એટલે પ્રોફેસર એરોનેક્સ, કોન્સિલ અને નેડલેન્ડ નૉટિલસ જહાજ (સબમરીન) પર કેવી રીતે પહોંચે છે એ અહીં ટાંકતો નથી. નોટિલસ જહાજ એક અતિ વૈભવશાળી, ગમે તેટલી ભયંકર સ્થિતિમાં ટકી રહેનારું, ટેકનોલોજીથી સજ્જ ‘સબમરીન’ છે. જેનો કેપ્ટન છે નેમો.

‘નેમો’ એક રહસ્યમય વ્યક્તિ, નૉટિલસનો સર્જનહાર. તમે વાંચતા વાંચતા ક્યારે તેનાં પ્રેમમાં પડી જાવ ખબર જ ના રહે. એ શાંતિપ્રિય વ્યક્તિ છે. દુશમનોને એ ક્યારેય જાનથી મારવાનું વિચારી જ ના શકે. પણ જો તેમણે એકવાર આક્રમક રુપ ધારણ કર્યું તો પછી તેની સામે આવતી તમામ વસ્તુ પળવારમાં ભસ્મીભૂત કરી નાંખે. વિજ્ઞાનનો ચાહક અને હંમેશા કંઈક ને કંઈક નવું શીખતો રહેતો જીજ્ઞાસુ. પીડીતો માટે સંવેદનશીલ, કોમળ હ્રદયનો માણસ. તેણે દુનિયા સાથે સંપુર્ણ રીતે સંબંધ તોડી નાંખ્યો છે. ખાવાપીવાથી લઇને કપડાં, વીજળી, હથિયારો, જીવનજરૂરી તમામ વસ્તુ એ દરિયા પાસેથી મેળવે છે. એ સમ્રાટ છે ત્યાંનો.

તેઓની મુસાફરીની શરૂઆત થાય છે એટલાંટિક મહાસાગરથી. આ દરમિયાન તેઓ દરિયાઈ પ્રકૃતિનો ભરપૂર આનંદ માણે છે તો સામે અનેક આફતોનો સામનો કરે છે.

દરિયાનાં પેટાળમાં આવેલા જંગલો, રંગબેરંગી પરવાળાંનું તળીયું, દૂધીયો સમુદ્ર, રાતો સમુદ્ર, મોતીઓનાં ખેતર, પાણીની ઉપર તરતાં બરફનાં પહાડો, દરિયામાં ઉછળતા 45 ફૂટ ઊંચા મોજાં તો સામે દરિયાની એટલી ઉંડાઈ કે જ્યાં જીવસૃષ્ટિ પણ નથી, વગેરે જોવાની કેવી મઝા પડે હે ને…?! આ પુસ્તક તેમના આબેહૂબ દર્શન કરાવવા સમક્ષ છે.

વાર્તા વાચકને શરુઆતથી લઇ અંત સુધી જકડી રાખે છે. હરએક ક્ષણે એવું લાગ્યાં કરે કે તેઓ આ જગ્યા પર વધારે રોકાઈ તો સારું! લેખકે હજું વધારે વર્ણન કરવું જોઈએ! તમને એ જગ્યા સાથે પ્રેમ થઈ જાય અને અફસોસ પણ થાય કે તમે રીયલ લાઈફમાં એ જોયું નથી!!

જૂલે વર્નની કલ્પના શક્તિ ખરેખર અજોડ છે. ઈ.સ. 1870 ના સમયમાં આ પુસ્તક માત્ર ‘ધોળાં દિવસનાં સપના’ જેવું હતું. ત્યારે વાચકોએ કેવું ફીલ કર્યું હશે એ જાણવું હોય તો આપણે એક એવી કાર વિચારીએ કે જે જમીનની અંદર ચાલી શકે છે. કોઈ પણ દિશામાં! જ્યાં કોઈ રસ્તાઓ બનાવેલા નથી. ખાવા પીવાથી લઈને મોજશોખની તમામ વસ્તુઓ જમીનમાંથી જ મેળવવાની. સપાટી પર આવ્યા વિના! – લાગે છે ને ટાઢા પોરનાં….?! બસ આવું જ એ સમયે આ પુસ્તક વિશે બધાયે ફીલ કર્યું હતું. પણ અહીં તફાવત એ છે કે જૂલે વર્નએ આ બધું જ વિજ્ઞાનના સિધ્ધાંતોને આધારિત દર્શાવ્યું હતું. આથી જ ગીજુભાઈ જૂલે વર્ન વિશે લાખે છે: જે માણસ જગતના સ્થૂળ સુક્ષ્મ તત્વોનાં આંતર રહસ્યોને અંતઃસ્ફુરણાથી પામી શકે છે, તે માણસને કલ્પના વરે છે અને તેને વરેલી કલ્પના તેને વર્તમાન માંથી ભવિષ્ય ભાખતો બનાવે છે.

પુસ્તક વાંચતી વખતે દુનિયાનો નકશો લઇને બેસવું, જેથી સમજાશે કે લેખકે કરેલું સ્થળ, અંતર, સમયનું વર્ણન કેટલું સચોટ છે. ટાઈટલમાં આવતું “Twenty Thousand” Leagues Under The Sea એ દરિયામાં અંતર દર્શાવે છે, ઊંડાઈ નહીં! આ ઉપરાંત 1 Leagues બરાબર ચાર કીલોમીટર થાય એ પણ નોંધી રાખવું.

આખરે નૉટિલસ દક્ષિણ ધ્રુવ પર પહોંચીને પાછા ફરતી વેળાએ ઓછામાં ઓછી ત્રીસ ફૂટ જાડી બરફની દિવાલો વચ્ચે સપડાઈ જાય છે. તેમાંથી એ કેવી રીતે બચી નીકળે છે અને ત્યારબાદ છેલ્લીવાર એ નોર્વેના કિનારા આગળ દરિયામાં ચઢતા ભયંકર વમળો (માલસ્ટ્રોમ) વચ્ચે ફસાઈ છે. આખરે શું થાય છે નૉટિલસનું…? તેના કેપ્ટન નેમોનું અને પ્રોફેસર એરોનેક્ષ તથા તેમના સાડીઓનું એ જાણવા માટે ઉપાડો પુસ્તક…. અને નીકળી પડો દરિયાનાં પેટાળને પોતાનામાં સમાવી લેવાં.

(ગુજરાતી એડીશન એ શબ્દશઃ અનુવાદ નથી, પણ સંક્ષિપ્ત છે. તો વિચારો મૂળભૂત કૃતિ કેટલી અદ્દભુત હશે…? ઇગ્લીંશ pdf વાંચવા ઈચ્છતા હોય એ મિત્રો મારી પાસેથી મેળવી શકે છે.)

– ભાવિક એસ. રાદડિયા

Advertisements

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: